________________
આપ્તવાણી-૨
૩૯૭
આ પોઇઝનમાં ય ઘણા સારા ગુણો છે, જો અમુક લિમિટમાં પોઇઝન ખાવામાં આવે તો બધા ય રોગ મટાડે અને જો એથી વધારે ખવાય તો જ મારી નાખે તેમ છે !
મનુષ્ય જીવનમાં એન્ડ સુધી બધું જ ફરજિયાત છે. આખો સંસાર જ ફરજિયાત છે, દ્વિતીયમ નહીં પણ તૃતીયમ છે; પણ આખું જગત મરજિયાત માનીને ચાલે છે. અદ્વૈત એટલે એક બાજુ, દ્વત એટલે બીજી બાજુ અને આ તો તૃતીયમ ! દ્વતમાં હોય ત્યાં સુધી પાંસરો રહે; દ્વૈતાદ્વૈતમાં હોય ત્યાં આત્મા હોય અને તૃતીયમ ત્યાં નર્યો સંસાર ! શેયજ્ઞાતાનો સંબંધ દ્વત છે, પોતે પોતાની જાત માટે અદ્વૈત છે. એટલે આત્મા દ્વૈતાદ્વૈત છે, બીજું બધું જ તૃતીયમ. “મરજિયાત’ એ તૃતીયમ ના કહેવાય, ‘ફરજિયાત’ એ બધું તૃતીયમ છે.
વીતરણ માર્ગ ! ‘જેનાં વાણી, વર્તન ને વિનય છે મનોહર પ્રમાત્મા.' - નવનીત
વાણી મનોહર જોઇએ, વર્તન મનોહર જોઇએ અને વિનય મનોહર જોઇએ. વીતરાગોનો માર્ગ વિનયનો છે, પરમ વિનયથી મોક્ષ થાય. બીજું કશું ભણવા કરવાની જરૂર નથી, ભણવાવાળા તો કંઇક ભણી ભણીને થાકી ગયેલા. વીતરાગનો માર્ગ પરમ વિનય માગે છે, એમને બીજું કશું જ જોઇતું નથી.
વીતરાગોએ આખા જગતનો એક જ ધર્મ જોયો, વીતરાગ ધર્મ, અને વીતરાગ ધર્મથી જ મોક્ષ છે; માટે વીતરાગતા પ્રાપ્ત કરો. આજે તો એકલા જૈન ધર્મમાં કેટલા બધા ફાંટા પડી ગયા છે ? આપણો માર્ગ તો જૈન નથી, વૈષ્ણવ નથી, સ્વામિનારાયણ નથી, માત્ર વીતરાગ માર્ગ છે!
ક્રોધ, માન, માયા, લોભ ગયાં તો જાણવું કે વીતરાગ ધર્મ પ્રાપ્ત થયો, એ નિશાની છે એની. કોઇ પૂછે કે, ‘આનો તાવ ઊતર્યો છે કે નહીં ?” ત્યારે આપણે કહીએ કે, “થર્મોમિટર મૂકો અને જુઓ. જો એ ૯૮ ડિગ્રી દેખાડે તો તાવ નથી ને ૯૭ ડિગ્રી દેખાડે તો બીલો નોર્મલ તાવ છે અને ૯૯ ડિગ્રી દેખાડે તો એબોવ નોર્મલ તાવ છે. આમ થર્મોમિટર મૂકીને જોવું. વીતરાગ શું કહે છે ? ‘જેનાં ક્રોધ, માન, માયા,