________________
આપ્તવાણી-૨
તો અદ્વૈત એકની જ ગુફામાં ક્યાં પેસી ગયા ? આ નમારમુંડા સ્ટેજમાં પેઠા તો માર્યા જશો ! આવું સાચું કહેનાર કોઇ તમને નહીં મળે, કારણ કે અમને સહેજે ય ઘાટ નથી. ઘાટ વગરનો જ નગ્ન સત્ય કહી શકે, બીજા તો ઘાટમાં ને ઘાટમાં ‘બાપજી બાપજી’ કરશે.
૩૯૫
અદ્વૈત તત્વ એ ત્યાગ કરતાં કરતાં અહંકારને અદ્વૈત કરે, એટલે અદ્વૈત તત્વ એવું છે કે દૈતમાંથી અદ્વૈતમાં આવે, એથી ત્યાં સુધી ‘હું’ રહે. જયાં સુધી પોતાના સ્વરૂપનું ભાન ન થાય ત્યાં સુધી એ બધી માયાવી વાણી છે, લોકોને બહુ ગમે, એ બધાં સ્ટેપિંગ છે. જયાં સુધી સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી એની જરૂર છે, પણ સ્વરૂપનું ભાન તો છેવટે ‘જ્ઞાની પુરુષ’ ભેગા થાય ને તેમની કૃપા થાય તો જ થાય તેમ છે !
અનેકાંતથી મોક્ષ
વેદાંતીઓ શું કહે છે ? ‘આત્મા નિર્મળ છે, અમે અદ્ભુત છીએ.’ તેમણે આગ્રહથી આત્માને અદ્વૈત કહ્યો, તે યથાર્થ નથી. જૈનો આગ્રહથી આત્માને કર્તા અને ભોક્તા માને છે તે પણ ફેક્ટ વાત નથી, નિરાગ્રહી હોવું જોઇએ. આત્મા દ્વૈતાદ્વૈત છે. આ અદ્વૈતથી મોક્ષ કહો છો, પણ એક વિકલ્પ નહીં જાય, દ્વૈતની પાર ગયા નથી. અદ્વૈતવાળાને દ્વૈતની પાર જવું પડે અને દ્વૈતવાળાને અદ્વૈતની પાર જવું પડશે, ત્યારે દૈતાદ્વૈત થવાશે. ચૈત અને અદ્વૈતની બેઉ પાંખો ભેગી થશે ત્યારે ઉડાશે, એક પાંખે ના ઉડાય. જગતનાં એક પણ જીવનું પ્રમાણ ના દુભાય એવી ‘સ્યાદ્વાદ વાણી’ ભગવાનની વાણી હોય. દ્વૈતાદ્વૈત ભેગું કેમ કરીને હોય ? હોમ ડીપાર્ટમેન્ટમાં અમે અદ્વૈત છીએ અને ફોરેન ડીપાર્ટમેન્ટમાં દ્વૈત છીએ, માટે દ્વૈતાદ્વૈત કહ્યો. જયાં સુધી દેહ છે, સંસાર અપેક્ષા રહી છે, ત્યાં સુધી દ્વૈતાદ્વૈત છે. જો સંસાર અપેક્ષા ના હોય તો તો આ દ્વૈતાદ્વૈતની જરૂર રહેતી
નથી.
એકલા દ્વૈતથી કે એકલા અદ્વૈતથી જ મોક્ષ છે’ એમ માનીને ચાલશો તો એક પણ વિકલ્પ નહીં જાય. આ અદ્વૈતથી તો લોક રખડી પડયા, કોઇ વિકલ્પની પાર જઇ શકયો નથી. અદ્વૈત, દ્વૈત, વિશિષ્ટાદ્વૈત,
આપ્તવાણી-૨
શુદ્ધાદ્વૈત એમ જાતજાતની દુકાનો માંડીને લોક બેઠા છે ! એમના ગુરુ ને તેમના ગુરુ બધા ય રખડી પડયા. એકલા ‘જ્ઞાની પુરુષ' દુકાન ના માંડે, કારણ કે તે દૈતાદ્વૈત છે. જયાં સુધી મોક્ષે નથી ગયો ત્યાં સુધી આત્મા કેવો છે ? દ્વૈતાદ્વૈત છે. આપણે આ અદ્વૈતવાળાને પૂછીએ કે, ‘તું કોણ છે ?” તો કહે કે, ‘હું ફલાણો ફલાણો આચાર્ય છું.’ આ તો તમે બધા ય આચાર્ય થઇ બેઠા, તે દુકાનો માંડીને બેઠા છે ! કોઇ જગ્યાએ એકલો દ્વૈત શબ્દ મુકાય જ નહીં ને એકલો અદ્વૈત શબ્દ પણ મુકાય નહીં. આ લોક તો દ્વૈત કે અદ્વૈત શબ્દનો અર્થ પણ સમજતા નથી ને દ્વૈતની કે અદ્વૈતની દુકાનોમાં પેસી જાય છે ! જયાં સુધી દેહ છે ત્યાં સુધી શુદ્ધાત્મા
એ દ્વૈતાદ્વૈત છે. એકલો અદ્વૈત કોઇ થઇ શકે જ નહીં. અદ્વૈત એ વિકલ્પ છે અને દ્વૈતના આધારે છે. વીતરાગો તો ગજબના થઇ ગયા ! કંક્રોના સાગરમાં અદ્વૈતનું રક્ષણ કરવા માટે સામા સાથે ઝઘડવું, એનું નામ જ દ્વૈતભાવ ! અદ્વૈતના રક્ષણ માટે સામા જોડે વાદમાં ઊતરવું એ જ દ્વૈત
છે!
૩૯૬
અદ્વૈતને ભગવાને રાંડેલો કહ્યો ને ચૈતને માંડેલો કહ્યો ! ભગવાન તો દ્વૈતાદ્વૈત છે, તું ચંદ્દાતીત થઇશ તો ઉકેલ આવશે. આ સંસાર કોઇને ય છોડે નહીં તેવો છે. પાંડવોનું તેલ કાઢી નાખ્યુ અને રામ તો જંગલમાં ગયા ત્યાં ય તેમની સ્ત્રી ઉઠાવી ગયા ! એવું છે આ જગત !!
વીતરાગો કહે, ‘આ ચંદુભાઇ ન હોય અને છે ય ખરા. અસ્તિ નાસ્તિ- છે ય અને નથી ય. સ્વરૂપનું ભાન ના થાય તો એ ચંદુભાઇ છે અને સ્વરૂપનું ભાન થાય તો એ ચંદુભાઇ નથી.
જગત આખું એકાંતિક છે, એક વસ્તુ નક્કી જ કરી નાખે કે આમ જ હોય. ‘જ્ઞાની પુરુષ’ અનુ-એકાંતિક હોય, તદ્દન નિરાળા હોય!
આ જગતમાં પોઇઝન પણ એક ગુણવાળું નથી અને અમૃત પણ એક ગુણવાળું નથી, દ્વિગુણવાળાં છે બધાં; માટે કોઇની ય માટે એકાંતિક ના બોલવું. આ ડૉક્ટર ખરાબ છે' એમ ના બોલાય, અથવા ‘બધા ય ડૉક્ટરો સારા છે’ એમ પણ ના બોલાય, પણ આપણે વ્યુ પોઇન્ટ લક્ષમાં રાખવું કે અમુક અપેક્ષાએ અમુક છે અને અમુક અપેક્ષાએ અમુક છે.