________________
છે ?
દ્વૈતાદ્વૈત !
પ્રશ્નકર્તા : કેટલાક કહે છે કે ‘જગતમાં આત્મા અદ્ભુત છે’ એ ખરું
દાદાશ્રી : એ કહે, પણ આ તો અદ્વૈત દ્રષ્ટિ જ ઉત્પન્ન થઇ નથી ને આત્માને અદ્વૈત કહેવું એ ગુનો છે. આત્મા વસ્તુ જ ઓર છે અને આ તો ખાલી અદ્વૈત ભાવ ઉત્પન્ન કરે છે, પણ જયારે કોઇ મારે કે ગજવું કાપે ત્યારે એ અદ્વૈત ભાવ ક્યાં જતો રહે છે ? ત્યારે ખબર પડે કે આત્મા પ્રાપ્ત છે કે નહીં ! આત્મા પ્રાપ્ત કરેલાને તો નિર્ભયતા-સ્વતંત્રતા ઉત્પન્ન થઇ જાય, પણ છતાં અદ્વૈત ભાવ એ રીલેટિવ આત્મા પ્રાપ્ત કર્યો કહેવાય અને એવા તો હિંદુસ્તાનમાં ઘણા છે. આ બધા જાતજાતના પક્ષોમાં પડી ગયા ! જૈનો પડયા દ્વૈતમાં અને આ વેદાંતી લોકો પડયા અદ્વૈતમાં કે, ‘હું આત્મા જ છું, શુદ્ધ જ છું’ તો મંદિરમાં શું કરવા જાય છે ? પુસ્તક શું કામ પઢે છે ? આ એકાંતિક અદ્વૈતમાં પડયા ને પેલા એકાંતિક દ્વૈતમાં પડયા ! ‘હું કરું તો જ થાય ને ? મેં ક્રોધ કર્યો માટે મારે ભોગવવાનું ને ? આ તો જાતજાતની ભૂતાવળ વળગી છે ! એમાં ય પાછી જાતજાતની દુકાનો કાઢી લોકોએ વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત વગેરે. આ અદ્વૈતવાળા અહીં અમને ભેગા થાય છે, એમને મારે કહેવું પડે છે કે, ‘તું અદ્વૈતવાળો છે તો અહીં શું જાણવા આવ્યો છે ?” તો એ કહે, ‘આત્માને
આપ્તવાણી-૨
જાણવો છે.’ મેં કહ્યું, ‘ના, અદ્વૈતવાળાને આત્મા જાણવાનો બાકી ના હોય. તને આ અદ્વૈતનું સ્ટેશન કયાંથી મળ્યું ? આ તને આવા ગુરુ કયાંથી મળી આવ્યા તે આવું શીખવ્યું ?'
૩૯૪
એ મને કહે, ‘દાદા, તમે કેમ દ્વૈતમાં રહો છો ?” મેં કહ્યું, ‘દ્વૈતને તું સમજે છે ? અદ્વૈતને તું સમજે છે ? વાતને સમજ. આત્મા દ્વૈત સ્વરૂપે ય નથી ને અદ્વૈત સ્વરૂપે પણ નથી, એ તો દ્વૈતાદ્વૈત સ્વરૂપે છે.’ આ દ્વૈત થઇ જાય તો તો એને અદ્વૈતનો વિકલ્પ આવ્યા કરે ને અદ્વૈત સ્વરૂપ થઇ જાય તો એને દ્વૈતનો વિકલ્પ થયા કરે કે, ‘આ દ્વૈત આવ્યો અને આ અદ્વૈત આવ્યો.’ આત્મા તો દૈતાદ્વૈતથી પર છે, છતાં વ્યવહારમાં કહેવું હોય તો કહું કે, ‘આત્મા દ્વૈતાદ્વૈત છે, એકપક્ષી નથી; રીલેટિવ વ્યુ પોઇન્ટથી દૈત છે અને રીયલ વ્યુ પોઇન્ટથી અદ્વૈત છે.’ ‘દાદા’ વાત કરે તો દ્વૈત ભાવમાં હોય ને સ્વરૂપમાં હોય તો અદ્વૈત ભાવમાં હોય. માટે દ્વૈત હોય તો જ અદ્વૈત હોય અને અદ્વૈત હોય તો દ્વૈત છે, કારણ કે બન્ને ય રીલેટિવ છે. જયાં સુધી આત્મા ના જાણ્યો ત્યાં સુધી આ તો અદ્વૈતની દુકાન એકલી કાઢી, તો માર્યા ગયા ! માટે જાણ, કંઇક વિચાર કર. દ્વૈતમાં પડીશ તો
ય દ્વંદ્વ ઊભાં થશે ને અદ્વૈતમાં પડીશ તો ય દ્વંદ્વ ઊભાં થશે ને દૈતાદ્વૈતમાં આવીશ તો કેંદ્ર ઊભાં નહીં થાય. સિદ્ધગતિમાં જાય છે ત્યારે વિશેષણ જ નથી હોતું, નિર્વિશેષ ! દ્વૈતાદ્વૈત તો ક્યાં સુધી ? દેહ છે ત્યાં સુધી.
જો એકલો અદ્વૈત માને તો તો એકાંતિક થઇ ગયો ને એકાંતિક એટલે મિથ્યાત્વી કહેવાય; ને દ્વૈત માને તો ય મિથ્યાત્વી છે. આ તો એકાંતિક ના હોવું જોઇએ, દ્વૈતાદ્વૈત જોઇએ, અનેકાંત હોવું જોઇએ. વીતરાગો અનેકાંતિક હતા. એકાંતિક એટલે આગ્રહ કરી નાખ્યો, મોક્ષમાર્ગ તો નિરાગ્રહીનો છે.
એ અદ્વૈતવાળાને પછી મેં પૂછ્યું, ‘તું પૈણ્યો નથી ?” ત્યારે તેણે કહ્યું, “પૈણ્યો છું, પણ એને બોલાવતો નથી.’ ‘બૈરીને રખડાવી મારી ? તને કેવો ગુરુ મળ્યો ? પૈણ્યા પછી અદ્વૈત થયો ? કંઇથી આવો થયો ?” ખરો અદ્વૈત કોણ ? સ્ત્રી હોય, છોકરાં હોય, પણ કોઇને કિંચિત્ માત્ર દુઃખ ના થાય એવું જેનું વર્તન હોય એ ખરાં દ્વૈતાદ્વૈતનાં લક્ષણ કહેવાય. આ