________________
આપ્તવાણી-૨
૩૮૩
આધારે ચાલે છે, તે તમારો વ્યવહાર પણ એનાથી જ ચાલ્યા કરશે.
અજ્ઞાશક્તિથી જગતની અધિકરણ ક્રિયા ચાલ્યા કરે ને એ ક્રમિક માર્ગમાં ઠેઠ સુધી રહે છે અને છેલ્લે જયારે પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય ત્યારે અજ્ઞાશક્તિ વિદાય લે છે અને એ પ્રજ્ઞા જ ઠેઠ મોક્ષે લઇ જાય છે. અહીં અક્રમ માર્ગમાં જ્ઞાન મળતાની સાથે જ પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે, પછી તમારે કશું જ કરવું ના પડે, એ પ્રજ્ઞા જ કામ કર્યા કરે. આ પ્રજ્ઞા શાનાથી ઉત્પન્ન થાય છે ? સાયન્ટિફિક સરકમસ્ટેન્સિઅલ એવિડન્સના આધારે ! અને એવા એવિડન્સ ઊભા થાય તો સિદ્ધ ભગવાનને ય પ્રજ્ઞા ઊભી થાય, પણ ત્યાં એવા એવિડન્સ ઊભા થાય જ નહીં. અને અહીં તો સમસરણ માર્ગ છે એટલે નિરંતર સંયોગોના ભીડાથી અજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય અને ‘જ્ઞાની પુરુષ'નો જો યોગ મળે તો પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય છે અને અજ્ઞાશક્તિ વિદાય લે છે.
વેદાન્ત
સમતિ પ્રાપ્ત કરવા માટે બે માર્ગ છે : વેદાન્ત અને જૈન. ભગવાને કહ્યું કે, “વેદાન્તને માર્ગે જઇશ તો ય સમકિત પ્રાપ્ત થશે અને જૈનને માર્ગે જઇશ તો ય સમક્તિ પ્રાપ્ત થશે.' પણ વેદાન્તવાળાને કહ્યું કે, ‘તમે જૈનના શાસ્ત્રો વાંચજો !' ને જૈનોને કહ્યું કે “તમે વેદાન્તનાં શાસ્ત્રો વાંચજો !'
પ્રશ્નકર્તા : બધા ધર્મવાળા ક્યારે ય પણ એક થઇ જાય ખરા ?
દાદાશ્રી : ના. આ ૩૬૦ ડિગ્રીઓ હોય, તે બધી ડિગ્રીઓ એક ડિગ્રી થઇ જઇ શકે? ના. એ તો બધા જુદા જુદા ડેવલપમેન્ટ રહેવાના.
પ્રશ્નકર્તા : જૈન અને વૈષ્ણવ એ શું છે ?
દાદાશ્રી : વૈષ્ણવો બીલો નોર્મલની બોર્ડર ઉપર હોય છે અને જૈન એબોવ નોર્મલની બોર્ડર પર હોય છે. આ મુસ્લિમ, વૈષ્ણવ એ બધા બીલો નોર્મલ પર અને જૈન, વેદાન્ત એબોવ નોરમલ પર છે. જો કે મુસ્લિમો તો ઘણાં જ બીલો નોરમલ કહેવાય. આ ઈટ હોય છે તે એકદમ કાચી પણ ના ચાલે અને ખેંગાર પણ ના ચાલે, એ તો વેલ બર્સ્ટ જ ચાલે. એમ ધર્મ અને જીવનમાં પણ બધાએ નોર્માલિટીમાં જ આવવું પડશે !