________________
उ६४
આપ્તવાણી-૨
‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ....” એ વ્યાખ્યાના હિસાબે પણ એક ય વૈષ્ણવ થયો નથી !
આમ કહે છે કે, “અમે કૃષ્ણ ભગવાનનો ધર્મ પાળીએ છીએ, પણ કૃષ્ણ ભગવાન મને રોજ કહે છે કે, ‘આમાંનો એક ય જણ મારો સાચો ભક્ત નથી. હું જે કહું છું તે મારી આજ્ઞા તેઓ એક દા'ડો, અરે એક કલાક પણ પાળતા નથી.'
યોગેશ્વર શ્રીકૃષ્ણ પ્રશ્નકર્તા : સ્વધર્મ એટલે શું ? આપણા વૈષ્ણવમાં કહે છે ને કે સ્વધર્મમાં રહો ને પરધર્મમાં ના જશો !
દાદાશ્રી : આપણા લોકો સ્વધર્મ એ શબ્દ જ સમજયા નથી ! વૈષ્ણવ ધર્મ એ સ્વધર્મ અને શૈવ કે જૈન કે ઇતર બીજા ધર્મ તે પરધર્મ, એમ સમજી બેઠા છે. કૃષ્ણ ભગવાને કહ્યું કે, “પરધર્મ ભયાવહ,' એટલે લોક સમજયા કે વૈષ્ણવ ધર્મ સિવાય બીજા બધા ધર્મ પાળે તે ભય છે. તેમ દરેક ધર્મવાળા એવું જ કહે છે કે પરધર્મ એટલે બીજા ધર્મમાં ભય છે, પણ કોઇ સ્વધર્મ કે પરધર્મને સમજ્યું જ નથી. પરધર્મ એટલે દેહનો ધર્મ અને સ્વધર્મ એટલે આત્માનો પોતાનો ધર્મ. આ દેહને નવડાવો, ધોવડાવો, અગિયારસ કરાવો એ બધા દેહધર્મ છે, પરધર્મ છે; આમાં આત્માનો એકય ધર્મ ન હોય, સ્વધર્મ ન હોય. આ આત્મા એ આપણું સ્વરૂપ છે. કૃષ્ણ ભગવાને કહ્યું કે, “સ્વરૂપનો ધર્મ પાળે તે સ્વધર્મ છે અને આ અગિયારસ કરે કે બીજું કાંઇ કરે તે તો પરાયો ધર્મ છે, એમાં સ્વરૂપ ન હોય.’ | પોતાનો આત્મા એ કૃષ્ણ છે' એમ સમજાય, એની ઓળખાણ થાય તો જ સ્વધર્મ પળાય. જેને મહીંવાળા કષ્ણની ઓળખાણ પડી એ જ સાચો વૈષ્ણવ કહેવાય, આજે તો કોઇ સાચો વૈષ્ણવ થયો નથી !
શ્રીકૃષ્ણની આજ્ઞા ! કૃષ્ણ ભગવાન કહે છે :
‘જીવ તું શીદને શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.’ ત્યારે આ વૈષ્ણવો શું કહે છે ? વૈષ્ણવો કહે છે કે, “કૃષ્ણ ભગવાન તો એમ કહે, પણ ચિંતા કર્યા વગર ઓછું આપણું કામ ચાલવાનું છે ? ચિંતા તો કરવી જ પડે ને ?” લે, આ મોટા બહુ ચલાવવાવાળા નીકળી પડયા !
- કૃષ્ણ તો કેટલું કેટલું કહી ગયા કે, “પ્રાપ્તને ભોગવ, અપ્રાપ્તની ચિંતા ના કરીશ.’ અત્યારે આ જમવાનો થાળ સામે આવ્યો છે, એ પ્રાપ્ત સંયોગ છે, ત્યારે એને નહીં ભોગવતાં શેઠ ગયા હોય કારખાનામાં ને અહીં માત્ર ધોકડું જ ખાતું હોય ! હવે આને કૃષ્ણ પણ શું કરે ? કૃષ્ણ કહે છે કે, “એક બાજુ મને હિંડોળે બેસાડે છે ને બીજી બાજુ મારી જીભ ઉપર પગ મૂકે છે આ બધા વૈષ્ણવો ! મારો એક ય શબ્દ પાળતા નથી.” તમને કેમ લાગે છે ? મારી વાત બરોબર છે ને ? તમે જ કહો કે ચિંતા કરો છો કે નથી કરતા ?
પ્રશ્નકર્તા : ચિંતા તો રાતદહાડો કરીએ છીએ, પણ અમારે ચિંતા નથી કરવી છતાં થઈ જાય છે, તો પછી શો ઉપાય કરવો ?
દાદાશ્રી : આમાં કૃષ્ણની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે, પણ જોડે જોડે એની દવા પણ હોય. તમારે રોજ સવારમાં પાંચ વખત કૃષ્ણ ભગવાનના ફોટા આગળ બે હાથ જોડીને કહેવું કે, “હે ભગવાન, તમે કહ્યું છે કે એક પણ ચિંતા તું ના કરીશ. કારણ કે કરવું-કરાવવું બધું આપના હાથમાં છે,