________________
આપ્તવાણી-૨
૩૬૧
૩૬૨
પ્તવાણી-૨
ડાઘ પડે છે તેની ખબર જ નથી ! અતિક્રમણ એટલે ડાઘ પડવો તે અને પ્રતિક્રમણ એટલે ડાઘ કાઢવો તે. જેને ડાઘ પડતો નથી તેને પ્રતિક્રમણની જરૂર નથી, ‘જ્ઞાની પુરુષ'ને પ્રતિક્રમણની જરૂર નથી.
આ બધાં ચાનો ડાઘ પડે કે તરત જ ધોઇ આવે, ત્યાં જરા ય કાચો ના પડે; ત્યાં આગળ જ્ઞાની જરા કાચા પડી જાય, પણ ત્યારે જ્ઞાની મહીંના ડાઘ સામે કાચા ના હોય ! ‘જ્ઞાની પુરુષ'ને ડાઘ જ ના પડે, કારણ કે પોતે ગાઇને ગવડાવે; જયારે બીજા તો ગવડાવે, પણ પોતે ગાય નહીં, તેનો ડાઘ પડી જાય ! આ ચાનો ડાઘ પડે ને જો જાણે નહીં કે શેનાથી ધોવાય, તો શું થાય ? દુધમાં બોળે તો દૂધનો ડાઘ પડે ને ફરી તેલમાં બોળીને કાઢવા જાય તો તે ડાઘ પાકો થઈ જાય ! બહારનાં બધાં લોક અત્યારે પ્રતિક્રમણ કેવું કરે છે ? દ્રવ્ય આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરે છે; ભાવ આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન તો કોઇ કરતું જ નથી ! હા, ચાનો ડાઘ પડે છે ત્યાં ભાવ પ્રતિક્રમણ કરે છે ખરાં ! પ્રતિક્રમણ તો ડાઘ પડે કે તરત જ પોતે ધોઇ નાખે, ત્યારે કર્યું કહેવાય ! આ તો મહીંનો ડાઘ ત્યારે ના કાઢે; એ ડાઘને પાકો થવા દે. પછી ધોવા જાય ત્યારે ડાઘ શું તમારી રાહ જોઇને બેસી રહે ? ના, એ તો ડાઘ પડી જ જાય !
કોઇને ઊંચે સાદે બોલ્યા ને એનાથી સામાવાળાને દુઃખ થાય તો મહીં પ્રતિક્રમણ કરી લેવું પડે, કારણ કે આ અતિક્રમણ થયું. તે અતિક્રમણનું પ્રતિક્રમણ કરવું પડે.
‘શુદ્ધાત્મા'ને સંભાર્યા અથવા ‘દાદા'ને સંભાર્યા ને કહ્યું કે, “આ ભૂલ થઇ ગઇ'; એટલે એ આલોચના, ને એ ભૂલને ધોઈ નાખવી એ પ્રતિક્રમણ અને એ ભૂલ ફરી નહીં કરું એવો નિશ્ચય કરવાનો એ પ્રત્યાખ્યાન છે ! સામાને નુકસાન થાય એવું કરે અથવા એને આપણા થકી દુ:ખ થાય એ બધાં અતિક્રમણ અને તેનું તરત જ આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરવું પડે.
આ તો સહેલો માર્ગ છે, તરત જ કૂંચીઓથી તાળાં ખૂલી જાય ! કોઇ કાળમાં આવો સંયોગ નહીં ભેગો થાય, આ તો અક્રમ માર્ગ છે! એક્સેશનલ કેસ છે ! અને અગિયારમું આશ્ચર્ય છે !! ત્યાં કામ કાઢી લેજો. આવાં પ્રતિક્રમણથી લાઇફ પણ સુંદર જાય અને મોક્ષે જવાય !
ભગવાન મહાવીરે એમ કહ્યું કે, ‘તમે બહુ મોટા વેપારી હો તો દહાડાનાં અતિક્રમણોનાં રાત્રે પ્રતિક્રમણો કરજો.’ અને રાયશી’ કહ્યું અને ‘રાતના અતિક્રમણોના પ્રતિક્રમણ દહાડે કરજો.’ એને ‘દેવશી’ કહ્યું. આ અક્રમ માર્ગ છે એટલે જ્ઞાન થયા પછી પ્રતિક્રમણ કરવા પડે, નહીં તો જ્ઞાન થયા પછી પ્રતિક્રમણ ના હોય. આ સ્વરૂપનું જ્ઞાન પામ્યા, પણ મહીં માલ સ્ટોકમાં છે તેથી અતિક્રમણ થાય અને તેનું પ્રતિક્રમણ કરી નાખવું પડે. એ પ્રતિક્રમણ આપણે “શુદ્ધાત્મા’ એ નહીં કરવાનાં, એ તો આ મન, વચન, કાયા પાસે કરાવવાનાં. “કરું છું’ એ ભાવ નીકળી ગયો એટલે સ્વરૂપે કરીને શુદ્ધ છીએ, એટલે પોતાને પ્રતિક્રમણ કરવાનાં ના હોય. પોતે ‘શુદ્ધાત્મા’ પ્રતિક્રમણ કરે તો તો પોઇઝન થઇ જાય. ‘પોતે' શુદ્ધાત્મા’ પ્રતિક્રમણ ના કરે, પણ મન, વચન, કાયા પાસે કરાવડાવે. આ તો અક્રમ માર્ગ છે એટલે પહેલાં સ્વરૂપજ્ઞાનમાં બેસીને પછી દેવું વાળવાનું. અક્રમ માર્ગમાં તો પહેલાં બળતરા બંધ કરીને પછી દેવું વાળવાનું; જયારે ક્રમિક માર્ગમાં તો દેવું વાળતાં વાળતાં જ્ઞાનમાં આવે.
પ્રતિક્રમણની યથાર્થ વિધિ ! પ્રશ્નકર્તા : પ્રતિક્રમણમાં શું કરવાનું?
દાદાશ્રી : મન, વચન, કાયાનો યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, ચંદુલાલ તથા ચંદુલાલના નામની સર્વ માયાથી નોખા એવા “શુદ્ધાત્મા'ને સંભારીને કહેવું કે, “હે શુદ્ધાત્મા ભગવાન ! મારાથી ઊંચે સાદે બોલાયું તે ભૂલ થઇ, માટે તેની માફી માગું છું, અને તે ભૂલ હવે ફરી નહીં કરું એ નિશ્ચય કરું છું. તે ભૂલ ફરી નહીં કરવાની શક્તિ આપો.”