________________
આપ્તવાણી-૨
૩૫૯
૩૬૦
આપ્તવાણી-૨
લઇ જઇએ છીએ.
હજાર વખત પણ આવે અને હજાર હજાર વખત આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન તેની સામે કરે, તો જ તેવાં ભારે અતિક્રમણથી છૂટા થવાય. આ જ્ઞાન પછી રજમાત્ર પણ અભાવભાવ આપણામાં હોવો જ ના જોઇએ. હવે તો આપણે નવી લડાઇ કરવી નથી અને જે જૂની લડાઇ છે એનો નિકાલ જ કરવાનો છે !
જાથ પ્રતિક્રમણ ! પ્રશ્નકર્તા : જાથુ પ્રતિક્રમણ કોને કહેવાય ?
દાદાશ્રી : જાથુ પ્રતિક્રમણ કોને કહીએ ? કે જે જાથુ યાદ આવે તેને માટે. કોઇ એક જણ જાથુ મહીં યાદ આવ્યા કરતું હોય, તો તેનું જાયુ પ્રતિક્રમણ કરવું પડે. જાથુ એટલે નિરંતર. સ્મૃતિ એ રાગદ્વેષનો અરીસો છે. કોઈ વખત પ્રતિક્રમણ કરવું પડે, પણ જાથમાં તો જેટલી વાર યાદ આવ્યો તેટલી વાર પ્રતિક્રમણ કરવું પડે.
જે વ્યકિત જોડે આપણાથી ગૂંચો પડી ગઇ હોય ને તે મરી ગયા હોય તો તેને યાદ કરીને ગૂંચો ધોઇ નાખવી, જેથી ચોખ્ખું થઇ નિકાલ થઇ જાય ને ગૂંચો ઊકલી જાય. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરીને ગૂંચો છોડી નાખવી. એક બિલાડીને મારી નાખી હોય તો બન્નેના આત્મા પાસે નોંધ થાય છે. બિલાડી વેર લીધા વગર રહે નહીં, માટે આપણે તેનું આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરી લેવું. જ્ઞાનીનાં જે જે વાક્યો ફીટ થાય તે ‘અનુભવ જ્ઞાન’ કહેવાય અને એ મોક્ષે લઇ જાય!
તંત બે પ્રકારના છે; એક છૂટી જાય એવો તંત અને બીજો જલદી છૂટે જ નહીં એવો તંત. બીજો તંત ઘણા લાંબા સમય સુધી ચાલુ રહે, એને પણ અનેક વાર આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરી લેવું. જેના માટે ખરાબ વિચાર આવે તો આપણે એમ કહેવું કે, ‘આ તો બહુ સારા માણસ છે, બહુ સારા માણસ છે.” આમ બોલવાથી પેલાને અસર થાય. બાકી તેની સામે જોવું નહીં કે એ કેવા છે, આપણે તો તેને સારા જ કહેવા. એક વાર, બે વાર, ત્રણ વાર કરવાથી જરૂરથી એ ફરી જાય. આ બધું અનુભવજ્ઞાન છે, અમે જે રસ્તે ચાલ્યા છીએ તે જ રસ્તે અમે તમને
સોરી એટલે પ્રતિક્રમણ ? પ્રશ્નકર્તા : “થેન્ક યુ’ અને ‘સોરી’ શબ્દ, એ પ્રતિક્રમણ જેવા છે ને?
દાદાશ્રી : ના, આ ભેંસ ખુશ થઈને માથું હલાવે એ થેંક્સ જેવું ગણાય. એ વાત એમની માટે, ફોરેનર્સ માટે બરોબર છે. પણ આ પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન માટે કોઇ જોટો મળે એવા શબ્દો નથી. છતાં ય સોરી એમ બોલીએ છીએ, એ વ્યવહારમાં બોલીએ છીએ.
જેનો નિશદિન ઉપયોગ આત્મામાં જ હોય તે સત્પુરુષ; પણ આ તો કોઇનો તપમાં ઉપયોગ, કોઇનો પ્રતિક્રમણમાં ઉપયોગ હોય. ભગવાને શું કહેલું કે, ‘પ્રતિક્રમણ તો પોતાની ભાષામાં કરજે,એ તને આગળનો માર્ગ બતાવશે.’ આ તો પ્રતિક્રમણનો અર્થ કેવો કરે છે ? આ સાંતાક્રુઝનું બોર્ડ મારેલું હોય, અને એ રસ્તે જવાનું હોય; પણ આ તો ત્યાં દાદરમાં જ બેસી ને ‘વે ટુ સાંતાક્રુઝ, વે ટુ સાન્તાક્રુઝ' એમ ગાયા કરે છે; તો સાંતાક્રુઝ જવાનું તો બાજુએ રહ્યું, પણ પોતે ‘સાંતાક્રુઝ જવાનો પ્રયત્ન કરે છે.' એનો કેફ પાછો ચઢે છે !
અનંત અવતારથી જીવ પ્રતિક્રમણને સમજયો જ નથી, પાછળ વળીને જોયું જ નથી અને મહાવીર ભગવાનનાં પ્રતિક્રમણો સમજયા વગર ગા ગા કરે છે, રૂઢિ પડી ગઇ છે !
અતિક્રમણતાં ડાઘ, કાઢે પ્રતિક્રમણ ! દાદાશ્રી : આ ચાનો ડાઘ તમારાં કપડાં ઉપર પડે તો તમે શું કરો છો ?
પ્રશ્નકર્તા : તરત જ ધોઇ નાખું છું.
દાદાશ્રી : ત્યાં તમે કેવા ચોક્કસ રહો છો ? કારણ કે તમને થાય છે કે ડાઘ રહી જશે, માટે તરત જ ત્યાં રોકડું ધોઇ નાખો છો; પણ ‘મહીં*