________________
આપ્તવાણી-૨
૩૫૭
૩૫૮
આપ્તવાણી-૨
ઘડીએ પ્રતિક્રમણ કરવું પડે, એ ય કોઠીમાં માલ ભરેલો માટે પ્રતિક્રમણ કરવું પડે. કોઠીમાંથી જે જે માલ નીકળે તે બધાંના આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરવા પડે, તે ય આપણે નહીં, ‘ચંદુ’ પાસે કરાવવાનાં. જે ખાય તેની ગુનેગારી, આપણે ખાઈએ નહીં એટલે આપણે ‘શુદ્ધાત્મા' એ પ્રતિક્રમણ શાનાં કરવાનાં ?
આત્માનું જ્ઞાતા-દ્રષ્ટાપણું ઓછું થતું જાય તેમ શૌર્ય ઓછું થતું જાય, પણ જેમ જ્ઞાતા-દ્રષ્ટાપણું વધે તેમ શૌર્ય વધે.
પ્રતિક્રમણ શરૂ થાય એટલે ચોથું ગુંઠાણું શરૂ થાય !
અતિક્રમણ અને આક્રમણ જેટલું કર્યું એનું પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરજો. આ સદાચાર, દુરાચાર એ કાંઈ હાથની વાત નથી, એ તો અમુક બીજી વસ્તુઓને આધીન છે, પણ દુરાચાર થતી વખતે અતિક્રમણ અને આક્રમણ થાય છે તેનું પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરવાનું.
થશે એ ઇનડાયરેક્ટ અતિક્રમણ થયું, એને પણ પ્રતિક્રમણ કરીને ધોઇ નાખવું પડે. આ બટાટાનું શાક ચેતન નથી, પણ એને લાવનાર ચેતન છે, એ ચેતનવાળાને સ્પર્શે છે. જે બટાટા ખાતો નથી અને બટાટાનું શાક પીરસવામાં ભૂલ થઇ તો એનાથી સામાને દુઃખ થશે, પણ એ ખ્યાલ ન રહ્યો, તો આને ઉપયોગ ચૂક્યા કહેવાય અને ઉપયોગ ચૂકયાનું પ્રતિક્રમણ કરવું પડે.
પ્રશ્નકર્તા : કંટાળો આવે એ શું કહેવાય ? એ પ્રમાદ કહેવાય ?
દાદાશ્રી : ના, કંટાળો આવે એ તો પ્રમાદ ના કહેવાય, અરૂચિ કહેવાય. જેની જરૂર છે ત્યાં અરૂચિ આવે, તો તેનું પણ પ્રતિક્રમણ કરવું પડે !
પ્રશ્નકર્તા : દાદા, ઘણાં દોષી સમજાતા પણ કેમ નથી ?
દાદાશ્રી : લોભ અને માયા હોય તે આ દોષોને સમજવા ના દે, પણ માન ને ક્રોધ હોય તો તરત જ દોષો દેખાય. અરે, બીજા પણ તે દોષ દેખાડી આપે.
‘જ્ઞાની પુરુષ'નાં દર્શનથી કપટનો પડદો ખસી જાય ને બધું ખુલ્લું થતું જાય.
આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન થાય અને એટલે ભરેલી કોઠી ખાલી થયા કરે. વિષયો સાંભરતા હોય તો આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરે તો વિષયો યાદ જ ના આવે. આ તો પહેલાંનો કોઠીમાં જ માલ ભરેલો ને ! તે માલ નીકળે એટલે યાદ આવે અને તેનું આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરીએ એટલે ખાલી થતું જાય અને એટલે પછી છેવટે કોઠીને ખાલી થયે જ છૂટકો.
પ્રશ્નકર્તા : દાદા, ઘરમાં જાતજાતનું વસાવવાનો મોહ છે, સાડીઓ ખરીદવાનો મોહ છે, તે બધાંનું પ્રતિક્રમણ શી રીતે કરવું ?
દાદાશ્રી : એ તો બધાં નોકર્મ કહેવાય. ‘તું ચંદુ’ તો તારાં છે, નહીં તો એ તારાં નથી. આ મોહ જો મૂર્છા કરાવે ને મૂર્જા ઉત્પન્ન થાય, તે
આક્રમણ ને અતિક્રમણ !
પ્રશ્નકર્તા : આક્રમણ અને અતિક્રમણમાં શો ફેર ?
દાદાશ્રી : બન્ને વચ્ચે ઘણો ફેર છે. અતિક્રમણનો દોષ એટલો નથી, આક્રમણનો દોષ ભંયકર છે. આ મહીં આડો અવળો વિચાર આવે છે એ અતિક્રમણ, પણ ‘આને સીધો કરી નાખું, મારું જે થવાનું હોય તે થાય, પણ તારું તો કરી જ નાખું, એ બધા ભાવ તે આક્રમક ભાવ છે. સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ પછી આક્રમક ભાવ ના હોય, છતાં અતિક્રમણ થાય. જે સામાન્ય હોવું જોઇએ તેનાથી વિશેષ થાય, અતિ થાય, તે અતિક્રમણ. આક્રમક ભાવ ગયો એટલે વીતરાગતામાં આવ્યો. આક્રમક ભાવ અને અતિક્રમણ ભાવમાં બહુ ડિફરન્સ છે, સ્વરૂપજ્ઞાન મળ્યા પછી કો'ક ઉપર અભાવભાવ થયા કરે અને મહીં વંટોળ જેવું જાગે, તેમાં આક્રમક ભાવ ના હોય, તેવા અભાવભાવ આક્રમણ કરાવીને નથી જતા, પણ અતિક્રમણ કરાવીને જાય છે; માટે તેમાં પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરવાના બાકી રહે છે. એક ને એક વ્યક્તિ માટે આવા અતિક્રમણ, આવા અભાવભાવ હજાર