________________
આપ્તવાણી-૨
૩૫૫
૩૫૬
આપ્તવાણી-૨
પ્રત્યાખ્યાનનો છે, અને તે ય રોકડા જોઇએ. આ પાન પણ બે આના કેશ આપીએ ત્યારે મળે છે. પ્રતિક્રમણ કેશ જોઇએ, ઉધારથી મોક્ષ નહીં મળે.
મનથી, વાણીથી અને દેહથી થયેલાં બધાં જ અતિક્રમણના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરવા પડે. આ અમારું મુખારવિંદ ધારણ કરીને, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરો તો તો એવું ભૂંસાય કે ફરી એ અતિક્રમણ થાય નહીં, અમારી હાજરીથી ધોવાઇ જાય.
અતિક્રમણ એ મોટામાં મોટી હિંસા છે, તેના માટે પ્રતિક્રમણ હોવું ઘટે. આ બહારની સ્થળ હિંસા એ તો અડે કે ના પણ અડે, એ તો મહીંની મશીનરી કેવી રીતે ફરે છે તે પ્રમાણે બંધાય; પણ મહીંની હિંસા, સૂક્ષ્મ હિંસા તો ધોવી જ પડે. અતિક્રમણ એ તો હિંસાખોરી કહેવાય. અત્યારે તો લોકો હિંસાને જ નથી સમજ્યા, તે પ્રતિક્રમણ શું કરે ? કેવું કરે ? જો સ્થૂળ હિંસા હિંસા કહેવાતી હોત તો ભરતરાજા મોક્ષે જ ના જઈ શક્યા હોત ! તેમના હાથે તો કેટલાંય લશ્કર કપાયેલાં ! ચૂળ હિંસા નડતી નથી, સૂક્ષ્મ હિંસા નડે છે !
આ મહાત્માઓને અમે ઓર જ જાતની વસ્તુ હાથમાં આપી છે ! અજાયબી છે !! જગતના લોકોને એકસેપ્ટ કરવું પડશે કે આ લઢતા હોય છતાં તેમને મહીં સમકિત નહીં જતું હોય, બન્ને ક્ષેત્રની ધારા જુદી જ વહ્યા કરે.
આ તમારે તો બન્ને ય ધારા ભેગી વહ્યા કરે છે. આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન વગર બન્ને ય ધારા જુદી રહે જ નહીં. ‘આ બધાંને’ તો નિરંતર આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન રહ્યા કરે છે. આ કેવું છે ? કે બહારની ક્રિયા થયા કરે ને મહીં આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાને ય થયા કરે, એ નિરંતર હોવાં ઘટે. તમે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરો છો ને ?
પ્રશ્નકર્તા : હા, સંવત્સરીનું પ્રતિક્રમણ થાય.
પ્રશ્નકર્તા: નથી.
દાદાશ્રી : જયારે પોતાથી ઝઘડો થઇ ગયો કે જે ઉદય કર્મ છે, પ્રાકૃત ભાવ છે, તો તરત જ પોતે જેને ગુરુ માન્યા હોય તેમને સંભારીને જેની જોડે ઝઘડો થઇ ગયો હોય તેના આત્માને સંભારીને, પ્રતિક્રમણ તરત કરવાનું. આ અતિક્રમણ એ તો હુમલાખોરી કહેવાય. આ તમારા શેઠ જોડે અતિક્રમણ થાય ત્યાં પણ ગુરુને ધારણ કરીને આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરો, તો બધું ભૂંસાઇ જાય. એનાથી શું થાય ? કે શેઠ માટે જે અતિક્રમણ કરેલું તેની ઘોડાગાંઠ નહીં બંધાતાં, એ ગાંઠ ઢીલી થઇ જાય ! તે આવતે ભવે એ ગાંઠને હાથ લગાડતાં જ ખરી જાય ! ગુરુ તો માથે જોઇએને ? આલોચના કરવા તો કોઇ જોઇશે ને ? છૂટવાનો રસ્તો જ પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન છે, બીજો કોઈ રસ્તો જ નથી. બંધાવાનો રસ્તો જ અતિક્રમણ અને આક્રમણનો છે. પ્લસ-માઇનસ સરખું જ હોય ને ? એનાથી જીરો થાય ! પ્રતિક્રમણ તો ડાઘ પડે ને તરત જ ધોઇ નાખે ત્યારે કર્યું કહેવાય. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન જૈનને નિરંતર હોય. જૈન તો કોનું નામ કે રોજનાં પાંચસો પાંચસો પ્રતિક્રમણ કરતો હોય !
નિરંતર પ્રતિક્રમણ કરીને રાગદ્વેષની ચીકાશને ધોઇ નાખી પાતળી કરી નખાય. સામો વાંકો છે એ આપણી ભૂલ છે, આપણે એ ધોયું નથી અને ધોયું છે તો બરોબર પુરુષાર્થ થયો નથી, નવરા પડીએ ત્યારે ચીકાશવાળા ઋણાનુબંધી હોય તેનું ધો ધો કરવાનું. એવાં વધારે હોતાં નથી, પાંચ કે દસ જોડે જ ચીકાશવાળું ઋણાનુબંધ હોય છે. તેમનું જ પ્રતિક્રમણ કરી નાખવાનું હોય છે, ચીકાશને જ ધો ધો કરવાની છે. કોણ કોણ લેવા-દેવાવાળા છે, તેમને ખોળી કાઢવાના છે. નવો ઊભો થશે તો તરત જ ખબર પડી જશે, પણ જે જૂના છે એને ખોળી કાઢવાના છે. જે જે નજીકનાં ઋણાનુબંધી હોય, ત્યાં જ ચીકાશ વધારે હોય. ફૂટી કર્યું નીકળે ? જે ચીકાશવાળું હોય તે જ ફૂટી નીકળે.
ડાયરેક્ટ મિશ્રચેતન જોડે અતિક્રમણ થયું હોય તો તરત જ પ્રતિક્રમણ કરો. આ ખાવાનું ઓછું પીરસ્યું અને એનાથી સામાને દુ:ખ
દાદાશ્રી : તમારે પ્રતિક્રમણ શી રીતે કરવું તે સમજાવું તમને. અત્યારે તમારે કોઇ ગુરુ છે ?