________________
આપ્તવાણી-૨
૩૫૩
૩૫૪
આપ્તવાણી-૨
દાદાશ્રી : પ્રતિક્રમણ તો ચા પીતાં ય કરાય, નાહતાં નાહતાં ય કરાય. જયાં દેહધર્મ છે, મનોધર્મ છે, બુદ્ધિધર્મ છે ત્યાં સ્થાનને જોવું પડે; પણ આપણને “આત્મધર્મ છે એટલે દેહધર્મ બધું જોવાની જરૂર નહીં, ગમે ત્યાં પ્રતિક્રમણ આપણે કરાય.
કેટલાક લોકો તો નાહવાના જ ધર્મને ધર્મ માને છે ! એનાથી એમનો ધર્મ આગળ વધ્યો નથી. આ તો દેહધર્મ જેને હોય એને તો મોહનાં બહુ પરમાણું જથ્થાબંધ હોય અને એમને જો કોઇ ગાળ ભાંડે તો એમને ગાળ આપનાર પૂરો દોષિત દેખાય. એમાં જો કોઇ થોડો ડેવલપ હોય તો કહે કે, “મારા કર્મનો દોષ છે.’ આ નિંદા કરે છે એ મારાં કપડાં ધૂએ છે એમ માની સંતોષ લે છે અને આગળ ડેવલપ થાય. આખા જગતમાં નિમિત્તને દોષ દેવાનો કાયદો છે, નિમિત્તને બચકાં ભરે; જયારે આપણે અહીં જ ‘ભોગવે એની ભૂગ્લ’ એ કાયદો છે !
પ્રતિક્રમણનાં પરિણામ તે કેવાં ! પ્રશ્નકર્તા આપણને કોઈને માટે આસકિત રહેતી હોય તો શી રીતે એનાં પ્રતિક્રમણ કરવાં ?
દાદાશ્રી : સામી વ્યક્તિનું નામ લઇ એના આત્માને સંભારીને, ‘દાદા'ને સંભારીને એ આસકિત માટે પ્રતિક્રમણ કરવાં.
પ્રશ્નકર્તા : સામી વ્યક્તિને આપણા માટે ખૂંચતું હોય તો શું કરવું?
દાદાશ્રી : તો ય આપણે પ્રતિક્રમણ કરવાં જોઇએ. આ તો આપણે પહેલાં ભૂલ કરેલી તેથી એને ખેંચે છે, ભૂલથી જ બંધાયા છીએ. બંધન રાગનું હોય, દ્વેષનું હોય, જેનું હોય તેનું પ્રતિક્રમણ કરી નાખવાનું. સામો નમ્ર અને સરળ હોય તો મોઢે માફી માગી લેવાની, નહીં તો અંદર જ માફી મંગાય તો ય હિસાબ ચોખ્ખો થઇ જાય.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી શું સામાનું મન આખું બદલાઇ જાય? દાદાશ્રી : જો કોઈ બહારના અજાણ્યા માણસ સાથેનું પ્રતિક્રમણ
થાય તો તે અજાયબ પામી જાય ! તેને તરત જ આપણી પ્રત્યે ખેંચાણ થઇ જાય ! આ પ્રતિક્રમણથી તો સામાની વૃતિ ઠંડી પડી જાય; જયારે ઘરનાં માણસો જોડે તો નિરંતર પ્રતિક્રમણ કરવું પડે.
પ્રશ્નકર્તા : મરેલા માણસની સ્મૃતિ આવે તો એ મરેલાનું ય શું પ્રતિક્રમણ કરવું પડે ?
દાદાશ્રી : સ્મૃતિ મરેલાની ય આવે ને જીવતાની ય આવે. જેની સ્મૃતિ આવે તેનું પ્રતિક્રમણ કરવું પડે, કારણ કે આપણે જાણીએ છીએ કે ખરેખર ‘એ' જીવતો જ છે, મરતો નથી, આનાથી તેના આત્માને ય હિતકર છે અને આપણે પ્રતિક્રમણ કરીએ તો આપણે એની ગૂંચમાંથી છૂટી શકીએ.
પ્રશ્નકર્તા : મરેલાનું પ્રતિક્રમણ શી રીતે કરાય ?
દાદાશ્રી : મન, વચન, કાયા, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ મરેલાનું નામ તથા તેના નામની સર્વ માયાથી નોખા એવા એના શુદ્ધાત્માને સંભારવાના ને પછી “આવી આવી ભૂલો કરેલી.’ તે યાદ કરવાની (આલોચના); તે ભૂલ્લો માટે મને ‘પશ્ચાત્તાપ થાય છે અને તેની માટે મને ક્ષમા કરો (પ્રતિક્રમણ); 'તેવી ભૂલો નહીં થાય એવો દ્રઢ નિશ્ચય કરું છું એવું નક્કી કરવાનું (પ્રત્યાખ્યાન). “આપણે” પોતે “ચંદુલાલ'ના જ્ઞાતાદ્રષ્ટા રહીએ અને જાણીએ કે ‘ચંદુલાલે’ કેટલાં પ્રતિક્રમણ કર્યા, કેટલાં સુંદર અને કેટલી વાર કર્યો !
જયાં પ્રતિક્રમણ નિરંતર હોય ત્યાં આત્મા ‘શુદ્ધ' જ હોય. આપણે તો બીજામાં શુદ્ધાત્મા જોઇએ, પ્રતિક્રમણ કરીએ અને પોતાના શુદ્ધાત્મા તો લક્ષમાં હોય જ. આ વ્યવહારિક ક્રિયા નથી કહેવાતી, એનાથી પછી બીજું બધું ય શુદ્ધ થયા કરે. આ પુદ્ગલ શું કહે છે ? અમને ‘શુદ્ધ’ કરો, ‘તમે તો ‘શુદ્ધ થઈ ગયા ! આ અશુદ્ધ થઈ ગયેલાં પુદ્ગલ નીકળે અને ત્યારે પ્રતિક્રમણ કરે, એનાથી એ શુદ્ધ થઈ જાય.
સ્થળ, સૂક્ષ્મ ભૂલો પ્રતિક્રમણથી જાય અને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો જોવાથી જાય. આ માર્ગ જ આલોચના, પ્રતિક્રમણ અને