________________
આપ્તવાણી-૨
૩૫૧
૩૫ર
આપ્તવાણી-૨
કહેવાય અને પાળી ના શકાય, કરી ના શકાય એ અજ્ઞાન છે. આ ‘સામાયિક અમે સમજીએ છીએ છતાં કરાતું નથી’ એમ જે તમે કહો છો, તેને ભગવાન શું કહે કે, “આ તો અમારી મશ્કરી થઇ.” આ પોઇઝનની બાટલી અને બીજી બાટલી બાજુ બાજુમાં હોય, પણ આમાં પોઇઝન છે એમ જાણ્યું ના હોય, સમજયો ના હોય તો પોઇઝનની બાટલી લઇ લે. આ તો જાણીએ છીએ છતાં થતું નથી, એ તો ખોટાં બહાનાં છે, અજ્ઞાનને જ જ્ઞાન કહેવામાં આવે છે. જો જાણે તો પછી કોઇ કૂવામાં પડે નહીં. આ તો જાણે ને ના કરે એ જ્ઞાન જ અજ્ઞાન છે ! જાણ્યાનું ફળ એટલે વિરતી. આ કોઇ બાબો પૂછે કે, ‘ઝેર શું છે ?” તો તેને કહીએ કે, એનાથી માણસ મરી જાય.’ તો પછી બાબો ફરી પૂછે કે “મરી જવું એટલે શું ?” એટલે આપણે તેને સમજાવીએ કે, ‘આ બાજુમાં કાકા મરી ગયેલાને તે ઝેરથી એવું થાય.' તો બાબાને સમજાય. એ જાણે કે આ ઝેરી છે, એ ના લેવાય, તે પછી ઝેર પ્રત્યે તેને વિરતી રહે. જાણ્યાનું ફળ જ વિરતી હોય, વિરતી એટલે અટકી જવું.
કે તરત જ પ્રતિક્રમણ ! કેશ !! દેહની ક્રિયા રોકડી હોય છે. બ્રશ કર્યું, ચા સાથે નાસ્તો કર્યો, એ બધું રોકડું કર્યું ! તેમ વાણીની ક્રિયા પણ રોકડી હોય છે અને મનની ક્રિયા પણ રોકડી હોય છે. તેમ આ અતિક્રમણ સામે પ્રતિક્રમણ પણ રોકડું, ઓન ધ મોમેન્ટ હોવું જોઇએ. જેમ જેમ પ્રતિક્રમણ રોકડું થતું જાય તેમ તેમ ચોખ્ખું થતું જાય. અતિક્રમણ સામે આપણે પ્રતિક્રમણ રોકડું કરીએ એટલે મન, વાણી ચોખ્ખાં થતાં જાય !
લોક અતિક્રમણને સમજતા નથી અને પ્રતિક્રમણને ય સમજતા નથી. એનો બાધે ભારે બાર મહિને ‘
મિચ્છામિ દોકડો’ કરે છે, નથી ‘મિચ્છામિ’ સમજતા કે નથી ‘દુક્કડમ્' સમજતા !!!
આ પ્રતિક્રમણ અત્યારે જે થાય છે તે માનધિ ભાષામાં થાય છે અને એ મહારાજ વાંચે ને બધાં સાંભળે, ત્યારે ચિત્ત કોનું એકાગ્ર થાય ? આ કેવું હોય કે સમજણ પડે તો ઇન્ટરેસ્ટ આવે. આ તો સમજણ પડે નહીં ને પછી કાંકરચાળી કરે ! ભગવાને આવા ચાળા કરવાનું નહોતું કહ્યું. ભગવાને શું કહ્યું કે, ‘ઠોકર વાગે તો સમજજે કે કાંઇક ભૂલ થઇ હશે, તો તરત જ ગુરુ પાસે આલોચના કરી અને પછી ગુરુની સાક્ષીએ કે અમારી સાક્ષીએ પ્રતિક્રમણ કર.' આ તો પ્રત્યક્ષ કરવાનું હોય, કપડાંને ડાઘ પડે કે તરત જ ચોખ્ખું કરવાનું હોય, તરત જ પ્રતિક્રમણ કરે તો જ ચોખ્ખું થાય. આ લોકો કેવા છે ? કપડાં ઉપર ચાનો ડાઘ પડે તો તરત જ દોડાદોડ કરીને ડાઘ ધોઇ નાખે; જયારે આ મન ઉપર અનંત અવતારના ડાઘ પડેલા તેને ધોવાની કોઇને ય પડી નથી ! પ્રતિક્રમણ એટલે રોકડો વેપાર હોવો જોઇએ, ઉધાર નહીં. આ રોજ પ્રતિક્રમણ કરે છતાં કપડાં ઊજળાં નથી થતાં, એ શું હશે ? તારો સાબુ ખોટો, કપડું ખોટું કે પછી પાણી મેલું છે ? નહીં તો રોજ કપડાં ધોયા છતાં ચોખ્ખાં કેમ ના થાય ? આ તો કોઇને પોતાના દોષ જ દેખાતા નથી, પછી પ્રતિક્રમણ થાય જ શી રીતે ? આપણાં મહાત્માઓ રોજનાં બસો-પાંચસો પ્રતિક્રમણ કરે છે અને દોષો ધોઇ નાખે છે. પાંચ લાખ દોષો હોય તો મોક્ષે જવા માટે બે જ કલાક રહે અને આ લોકોને પૂછીએ ત્યારે કહે છે કે, ‘એકાદ-બે જ દોષ હશે !'
પ્રશ્નકર્તા: પ્રતિક્રમણ કરવા ધાર્મિક સ્થાનમાં જવું જોઇએ એ ખરું?
રોકડાં પ્રતિક્રમણે જ ઉકેલ ! એક બહેન કહે કે, “અમારે ત્યાં તો પ્રતિક્રમણમાં પાછળથી કો'ક ગોદા મારે છે, તમારે એવું નહીં થતું હોય કેમ ?” ત્યારે તેમને અમે કહ્યું કે, “ના, અહીં એવું ના હોય. અહીં તો સાચાં પ્રતિક્રમણ, ભગવાન મહાવીર કહેવા માગતા હતા તે પ્રતિક્રમણ થાય છે.” પેલાં તો માગધિમાં ગા ગા કરે તે કોના જેવું ? તે તમને સમજાવું. અહીં ફ્રેન્ચ માણસ બેઠો હોય ને હું ગુજરાતીમાં ગા ગા કરું તો પેલો હસે ખરો, પણ આમાંનો એકે ય અક્ષર એ ના સમજે. મહાવીર ભગવાન આવું નહોતા કહેવા માગતા. એમણે કહ્યું તો બરોબર, પણ લોક સહુ સહુની ભાષામાં લઇ ગયા! તે શું થાય ? તેમણે તો કહ્યું કે, ‘સાચી રીતે તમે તમારી ભાષામાં સમજો.’ આ તો શું કહે છે કે, “૫૦૧'નો સાબુ લાવીને ઘાલ, પણ એ તો ખાલી ગાશે જ. કોઇ સાબુ નાખીને કપડું ધોશે નહીં. અને ઉપરથી કહેશે કે, ‘પ્રતિક્રમણ’ કર્યું. પછી ઊઠીને બહાર નીકળ્યા ને બહાર કાંકરાચાળી કરશે ! પ્રતિક્રમણ તો રોકડું હોવું જોઇએ. અતિક્રમણ થયું