________________
આપ્તવાણી-૨
૩૪૯
૩૫૦
પ્તવાણી-૨
અત્યારે કપડાં સાફ થયાં અને તમારાં ય કપડાં સાફ કરી આપીએ છીએ !
આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન બે જાતનાં આ પ્રમાણે છે: એક તો વ્યવહારનાં, આ બધા સાધુઓ વગેરે કરે છે તે, તેનાથી ગાંઠોની ચીકાશ ઓછી થાય; પણ ભૂલ થાય ને તરત જ કરે તો વધારે ઊંચું ફળ મળે. બીજાં નિશ્ચયનાં, જે આપણા સ્વરૂપજ્ઞાન પામેલા મહાત્માઓ કરે છે તે.
તું પ્રતિક્રમણ કરે તો બહુ કામ ના લાગે, પણ વાઘ સામે ‘ખાઉં ખાઉં” કરતો હોય ત્યારે પ્રતિક્રમણ કરે તો ખરેખરું ફળ આપે ! ત્યારે જ વાઘ પણ બકરી જેવો થઇ જાય !
આજકાલ જે પ્રતિક્રમણ થાય છે તે તો મોટા ભાગે દ્રવ્ય પ્રતિક્રમણ થાય છે. દ્રવ્ય પ્રતિક્રમણ એટલે કપડાં વોશ આઉટ થયાં, પણ પોતાનું કશું થયું નહીં ! આ ચંદુલાલ દસ વખત બોલે કે, “ચંદુલાલ દાળભાત જમી, લે, ચંદુલાલ દાળભાત જમી લે” એટલે શું જમાઇ ગયું ? ના, એથી કશું ય ના વળ્યું. દ્રવ્ય પ્રતિક્રમણ કોને કહેવાય તે હું સમજાવું. ‘ભગવાન મહાવીર ૫૦૧નો સાબુ લાવ્યા, તે ૧૨ લાંબો હતો, ૨” પહોળો હતો અને ૧” જાડો હતો, પછી ભગવાન મેલાં કપડાં લાવ્યાં, અને તેમણે પાણીમાં નાખ્યાં પછી એમાં સાબુ લગાડયો, પછી પાણીમાં ધોયાં.' તે ભગવાને એમના કપડાનો મેલ જે રીતે ધોયો તે રીતને, વરસમાં એક કલાક બેસીને તું ગાયા કરે એમાં તારા કપડાનો મેલ શું ધોવાય ? અલ્યા, ભગવાનનો મેલ જુદો, તેની ધોવાની રીત જુદી, તારો મેલ જુદો ને તારી તે મેલ ધોવાની રીતે ય જુદી હોય. ભગવાનની રીતને તું ગાયા કરે તેમાં તું કેટલો ચોખ્ખો થવાનો છે ? તું તો ઘાંચીના બળદની જેમ ઘાણીએ ને ઘાણીએ જ રહ્યો ! તારું પ્રતિક્રમણ તો તારું જયાં જયાં અતિક્રમણ થયેલું. હોય. ત્યાં ત્યાં ઓન ધ મોમેન્ટ કરવાનું હોય તો જ એ અતિક્રમણ ધોવાય. આ તો વરસ દહાડે કે મહિને કરે તો શું યાદ રહે ? આ કાળના લોકો તો એવા વિચિત્ર દશાના થઈ ગયા છે કે ઘડી પહેલાં કશું ખાધું હોય તો ય તે ભૂલી જાય, તો આ અતિક્રમણને તો તું શું યાદ રાખવાનો હોય ? પ્રતિક્રમણ તો તે જ ક્ષણે હોવું જોઇએ, ઉધાર ના ચાલે, કેશ જોઇએ !
અહો ! ગૌતમ સ્વામીનું પ્રતિક્રમણ ! ભગવાનના વખતમાં શું આવાં પ્રતિક્રમણ હોતાં હશે ? શી ભગવાનના વખતની વાત ! ભગવાનના શ્રાવક, આનંદ શ્રાવકને અવધિ જ્ઞાન ઊપજેલું. ગૌતમ સ્વામી ત્યાં પહોંચ્યા, ત્યારે આનંદ શ્રાવકે તેમને કહ્યું કે, “મને અવધિજ્ઞાન ઊપજયું છે !
ત્યારે ગૌતમ સ્વામીને તે સાચું ના લાગ્યું. તેમણે આનંદ શ્રાવકને કહ્યું કે, “આ ખોટું વિધાન છે, માટે તમે તેનું પ્રતિક્રમણ કરો.” આનંદ શ્રાવકે કહ્યું : “સાચાનું કરું કે ખોટાનું ?” ગૌતમ સ્વામીએ કહ્યું, ‘પ્રતિક્રમણ ખોટાનું જ કરવાનું હોય, સાચાનું નહીં.” એટલે આનંદ શ્રાવકે કહ્યું, ‘જો સાચાનું પ્રતિક્રમણ ના હોય તો હું પ્રતિક્રમણ કરવાને અધિકારી નથી.' ગૌતમ સ્વામી ત્યારે ચાલ્યા ગયા. ભગવાન મહાવીર સ્વામીને જઇને પૂછવા લાગ્યા, “હે ભગવનું ! આનંદ શ્રાવક પ્રતિક્રમણના અધિકારી કે નહીં ?” ભગવાને કહ્યું, ‘ગૌતમ ! આનંદ સાચો છે, તેને અવધિજ્ઞાન ઊપજયું છે, માટે તમે જાવ અને આનંદ શ્રાવકનું પ્રતિક્રમણ કરી આવો.” તે ગૌતમ સ્વામી દોડતા આનંદ શ્રાવક પાસે પહોંચી ગયા ને પ્રતિક્રમણ કર્યું !
વ્યવહાર ના શોભે એવો હોય ત્યાં પ્રતિક્રમણ કરવું પડે.
પ્રશ્નકર્તા : દાદા, અમે જૈન તેથી સામાયિક, પ્રતિક્રમણ જાણીએ ખરા, પણ તે કરી શકતા નથી, તે શાથી એમ હશે ?
આ કપડાં ઉપર ચા પડે તો કેવો તરત જ ધોવા જાય છે ! અને આ તારા ‘પોતા પર’ મેલ ચઢે છે ત્યારે હાથ જોડીને બેસી રહે છે ? હા, ચા પડવી એ આપણા હાથની વાત નથી, પણ તેને ધોઇ તો નાખવું જ જોઇએ ને, એવું અતિક્રમણનો મેલ ચઢે ત્યારે તેને તરત જ ધોઇ તો નાખવું જ જોઇએ ને !
અમે તો કેટલાય અવતારથી પ્રતિક્રમણ કરતાં કરતાં આવ્યા ત્યારે
દાદાશ્રી : આ દુનિયામાં પાળી શકાય, કરી શકાય એ બધું જ્ઞાન