________________
૩૪૮
આપ્તવાણી-૨
આલોચના - પ્રતિક્રમણ - પ્રત્યાખ્યાન ! આલોચના એટલે જે કંઇ દોષ થઇ ગયા હોય તે “જેમ છે તેમ' આપ્તજન પાસે, ‘જ્ઞાની પુરુષ” પાસે વર્ણવવા તે ! આલોચના કરે એટલે બધો દોષ જાય, એકલી આલોચનાથી મોક્ષ છે. એક જણે ગજવું કાપ્યું હોય અને તે મારી પાસે આવીને આલોચના કરે ને હું તેને વિધિ કરી આલું તો બધું જ ઊડી જાય, તે હળવો થઇ જાય ! સંપૂર્ણ વિશ્વાસ હોય ત્યાં આલોચના કરાય, નહીં તો આ જગત તો દુરુપયોગ કરે તેવું છે. આપણા માટે કોઇને ખાતરી થાય તો તેને સો ટકા ખાતરી થાય તેવું કરવું. તેનો વિશ્વાસઘાત ના કરાય. ખરી રીતે આપ્તજન, ‘જ્ઞાની પુરુષ” પાસે જ આલોચના થાય. ભગવાને આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ઉપર બહુ ભાર મૂકેલો.
પ્રત્યાખ્યાન એટલે થયેલો દોષ ફરી ના થાય તે માટે દ્રઢ નિર્ણયનિશ્ચય કરવો તે.
એમણે કહ્યું, ‘ઊભા રહો. કાલે મહારાજને પૂછી આવીને કહીશ તમને.’
ભગવાને જાણેલું કે કાળ વિચિત્ર આવવાનો છે, તેથી તેમાં ટકી રહેવા આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એ મોટાં હથિયાર આપેલાં.
પ્રતિક્રમણ એટલે શું ?
સંસારમાં જે કંઇ થાય છે તે ક્રમણ છે. એ સાહજિક રીતે થાય છે ત્યાં સુધી ક્રમણ છે, પણ જો એકસેસ થઈ જાય તો તે અતિક્રમણ કહેવાય અને જેનું અતિક્રમણ થયું હોય તો જો છૂટવું હોય તો તેનું પ્રતિક્રમણ કરવું જ પડે, એટલે કે ધોવું પડે, તો ચોખ્ખું થાય.
પૂર્વે ચીતર્યું કે, “ફલાણાને ચાર ધોલ આપી દેવી છે. એથી આ ભવે જયારે એ રૂપકમાં આવે ત્યારે ચાર ધોલ આપી દેવાય. એ અતિક્રમણ થયું કહેવાય, માટે તેનું પ્રતિક્રમણ કરવું પડે. સામાવાળાના ‘શુદ્ધાત્મા'ને સંભારીને, તેના નિમિત્તે પ્રતિક્રમણ કરવા જોઇએ. ભગવાને કહ્યું છે કે, “અતિક્રમણનું પ્રતિક્રમણ કરશો તો જ મોક્ષે જવાશે.'
કોઇ ખરાબ આચાર થયો તે અતિક્રમણ કહેવાય. જે ખરાબ આચાર થયો એ તો ડાઘ કહેવાય, તે મનમાં બાઇટ થયા કરે, તેને ધોવા માટે પ્રતિક્રમણ કરવાં પડે. કોઇને ય માટે અતિક્રમણ થયા હોય તો આખો દહાડો તેના નામના પ્રતિક્રમણ કરવાં પડે, તે જ પોતે છુટે જો બન્ને ય સામસામાં પ્રતિક્રમણ કરે તો જલદી છુટાય. પાંચ હજાર વખત તમે પ્રતિક્રમણ કરો ને પાંચ હજાર વખત સામો પ્રતિક્રમણ કરે તો જલદી પાર આવે, પણ જો સામાવાળો ના કરે ને તારે છૂટવું જ હોય તો દસ હજાર વખત પ્રતિક્રમણ કરવા પડે, તો તું પોતે તો છૂટીશ; પણ વન સાઈડેડ પ્રતિક્રમણ હોવાથી પોતાના માટે સામેવાળાને દુઃખુ રહ્યા જ કરશે. છતાં ય આ પ્રતિક્રમણથી તો સામાવાળાના ય તમારા માટેના ભાવ બદલાય, પોતાને ય સારા ભાવ થાય ને સામા ય સારા ભાવ થાય. કારણ કે પ્રતિક્રમણમાં તો એટલી બધી શક્તિ છે કે વાઘ કુતરા જેવો થઇ જાય ! પ્રતિક્રમણ કયારે કામ લાગે ? જયારે કંઈક અવળા પરિણામ ઊભાં થાય ત્યારે જ કામ લાગે. વાઘ એની બોડમાં હોય અને તું તારે ઘેર હોય ને
આજથી પંદરેક વરસ ઉપરની વાત છે. મામાની પોળમાં, ઓટલે અમે પાંચ-છ જણી વાતો કરતા બેઠા હતા; તેટલામાં એક ડોસા, ૭૮ વર્ષના, હાથમાં દાબડી લઇને દેરાસરમાં રઘવાયા રઘવાયા થઇને જતા હતા. તેમને મેં પૂછ્યું, “કેમ કાકા, ક્યાં જાવ છો આમ ?” તે બોલ્યા : ‘ભાઈ, પડકમણું કરવા.’ મેં તેમને પૂછયું, ‘પડકમણું એટલે શું ?” ત્યારે