________________
૩૪૦
આપ્તવાણી-૨
દાદાશ્રી : તમે કોણ છો ? પ્રશ્નકર્તા : જૈન છીએ.
દાદાશ્રી : જૈન છો તો જૈનમાં તો કશું જાણવાનું તમારે બાકી જ ના રહ્યું ને ?
પ્રશ્નકર્તા : દેહ છે ત્યાં સુધી તો કંઇકનું કંઇક જાણવું જ પડે ને?
દાદાશ્રી : આ મોક્ષમાર્ગમાં તમારા કેટલા માઇલ કપાયા અને કેટલા બાકી રહ્યા, એ તો આપણા લક્ષમાં હોય ને ? અમુક ચાલ ચાલ તો કર્યા જ કરે છે ને, તો કેટલાક માઇલ તો કપાયા જ હશે ને ?
ચોરી કરવાનું અણુવ્રત હોય, તે એક બાજુ લોભે ય હોય, એટલે જરૂર પણ છે અને બીજી બાજુ અણુવ્રત સાચવે છે, એટલે અણુવ્રત સાચવતાં સાચવતાં લોભે ય સચવાઇ ગયો ને ! એટલે જેટલા અણુવ્રત આવ્યા એટલા માઇલ કપાયા.
અમારે બધાં જ મહાવ્રત હોય. અમે આ બધું ખાઇએ, પીઇએ, સંસારમાં રહીએ તો ય અમારે પાંચ સંપૂર્ણ મહાવ્રત હોય. જેટલાં અણુવ્રત વર્યા એટલું ચાલ્યા અને સંપૂર્ણ મહાવત પર આવીએ ત્યાં સુધી તો ચાલવું પડશે ને ? ત્યારે કંઇક આત્માની ઝાંખી થશે. આત્મશક્તિની ઝાંખી પાંચ મહાવ્રત પૂરાં થયા પછી થશે. પાંચ મહાવ્રત પૂરાં થાય એટલે પ્રત્યાખ્યાની કષાય એકલાં બાકી રહે, બીજાં બધાં કષાયો હળવાં થઈ જાય, ખલાસ થઈ જાય; એને ભગવાને પ્રત્યાખ્યાનાવરણ કહ્યું છે. આપણે એને શું કહીએ છીએ ? “મન, વચન, કાયાની ટેવોનો સ્વભાવ' કહીએ છીએ. જેટલો ઓગળ્યો એટલો સ્વભાવ ગયો, અને બીજો રહ્યો. એ પ્રત્યાખ્યાનાવરણમાં શું કહે છે કે, “પચ્ચખાણ બધાં બહુ કર્યા છતાં પણ એ વસ્તુ જતી નથી, એનું આવરણ રહેલું છે. માટે એનાં, પચ્ચખાણ કરવા જ પડશે.’ તેવા એકાદ દોષ હોય કે બે દોષ હોય, પણ આખી જિંદગીના દોષ તો ના રહ્યા હોય ને ! સમકિત જુદી વસ્તુ છે. તપ, ત્યાગ એમાં સમકિત જેવી વસ્તુ જ નથી. સમકિત તો આ મહાવ્રતમાં છે, મહાવ્રત વર્તે તે !
હવે બધા ત્યાગીઓ કંઇ વ્રત પાળતા નથી ? પાળે છે, પણ મન ખુલ્લું રહે છે ને ? અને મન ખુલ્લું રહે છે એટલે એમના કષાયો ખુલ્લા દેખાય જ છે. આપણને જયારે કષાયો ખુલ્લા ના દેખાતા હોય ત્યારે આપણે જાણીએ કે એ પ્રત્યાખ્યાનાવરણમાં છે ! પ્રત્યાખ્યાનાવરણ કપાય એટલે કષાય ખુલ્લા ના દેખાય. કષાયો એટલા બધા પાતળા પડી ગયા હોય કે એ હોવા છતાં ના દેખાય, પણ પોતાને ફળ આપે. એટલે પોતાની પાસે કષાયો તો હાજર જ હોય, તે પોતાને ફળ આપે પણ બીજાને ના દેખાય !
પ્રશ્નકર્તા : કપાયા હશે ને.
દાદાશ્રી : કેટલાક માઇલ કપાયા હશે ? પ્રશ્નકર્તા : એ કેવી રીતે કહું ? હું અજ્ઞાની છું, મને કેવી રીતે ખબર
દાદાશ્રી : જેટલાં મહાવ્રત આવ્યાં એટલા માઇલ કપાયા ! મહાવ્રત અગર તો અણુવ્રત હોય, મહાવ્રત ના હોય ને અણુવ્રત હોય એટલા માઇલ કપાયા. સાચા દિલથી અણુવ્રતમાં હોય એટલા માઇલ કપાયા, કારણ કે