________________
આપ્તવાણી-૨
૩૩૭
૩૩૮
આપ્તવાણી-૨
આરોપિત ભાવથી મુક્ત થા, સ્વભાવ-ભાવમાં આવી જા ! આટલાં ત્રણ વાક્યો ઉપર આખું વર્લ્ડ ચાલી રહ્યું છે. આ ત્રણ વાક્ય સમજી જા અને તે પ્રમાણે કરવા માંડ તો બધા જ ધર્મો એમાં આવી ગયા !
એટલે આ ત્રણ જ વાક્યો છે; (૧) સુખી થવાને માટે પોઝિટિવ અહંકાર, કોઇને કિંચિત્ માત્ર પણ આપણા થકી દુઃખ ના થાય એવો અહંકાર એ પોઝિટિવ ઇગોઇઝમ (૨) દુઃખી થવા માટે નેગેટિવ અહંકાર. પોતાનું સહેજ અપમાન થઇ ગયું હોય તે મનમાં વેર રાખે ને ફોજદારને જઈને કહી આવે કે, ‘પેલાએ ઘરમાં તેલના ડબ્બા ભર્યા છે.' અલ્યા, તારું વેર છે એટલા માટે આ કર્યું? એને શું કરવા ફોજદારને પકડાવ્યો ? વેર વાળવા માટે ! આ નેગેટિવ અહંકાર (૩) મોક્ષે જવું હોય તો “આરોપિત ભાવ'થી મુક્ત થા.
નેગેટિવ અહંકાર બહુ બૂરો અહંકાર કહેવાય. કો'કને જેલમાં ઘલાવવા ફરે છે ત્યાંથી જ પોતાને જેલ ઊભી થઈ ગઈ ! આપણે કેવું હોવું ઘટે કે નિમિત્ત તો જે આવે તે જમે કરી દેવું જોઇએ, કારણ કે આપણી આગળની ભૂળ્યો છે, એટલે આપણને કોઇ ગાળ ભાંડે તો આપણે જમે કરી લેવી, જમે કરી અને ફરી એની જોડે વેપાર કરવો નહીં. જો તને સામી ગાળ પોષાતી હોય તો વેપાર ચાલુ રાખવો અને સામી બીજી બે આપવી, પણ જો સામી ગાળ ના પોષાતી હોય તો આપણે એની જોડે વેપાર બંધ કરી દેવો.
કોઇ ડખલ કરી શકે એવો કોઈ જભ્યો જ નથી ! સહેજ પણ ડખલ કરી શકે એવો કોઇ જભ્યો જ નથી. છતાં, આ જગત કેટલું પઝલ સમ થઈ ગયું છે ! તારો ઉપરી કોણ છે ? તારી બ્લન્ડર્સ અને મિસ્ટેઇક્સ બે જ તારા ઉપરી છે. એ બ્લન્ડર્સ કઇ છે ? જયાં ‘પોતે’ નથી ત્યાં આરોપ કરે છે કે “હું ચંદુલાલ છું' એ બ્લન્ડર્સ છે. એ બ્લન્ડર્સ ગયા પછી શું રહ્યું ? સામો ગાળ દેવા આવે તો આપણે ના સમજી જઇએ કે આ આપણી પહેલાંની મિસ્ટેઇક્સ છે ? એટલે આપણે એનો સમભાવે નિકાલ કરવાનો. ચા ફર્સ્ટ ક્લાસ બનાવી આપી હોય પણ પહેલી મીઠાઇ ખાઈને પછી ચા પીઓ તો પછી શું થાય ? ચા મોળી લાગે. અલ્યા, ચામાં ખાંડ ઓછી નહોતી. આ તો તને અસર છે આગળની, કોઇ મીઠાઇની; એટલે આ અસરોથી કોઇ માણસ મુક્ત થઇ ના શકે, પણ આનું કોઇને ભાન જ નથી ને !
અણુવ્રત - મહાવ્રત
આપણને લાગતું હોય કે ‘આવો સાહેબ, આવો સાહેબ’ કહીએ ને તેના પડઘા સારા પડતા હોય તો તેવું કરો. ‘આપ્તવાણી-૧'માં લખ્યું છે, તેમ વાવમાં પ્રોજેક્ટ કરવાનું. વાવમાં જઈને કહેવું કે ‘તું ચોર છે' તો એ સામું કહેશે કે, ‘તું ચોર છે અને જો તને આવું ના ગમતું હોય, તો તું બોલ ને કે, ‘તું રાજા છે, તું રાજા છે.' તો એ ય બોલશે કે ‘તું રાજા છે, તું રાજા છે.' એવું આ જગત છે !
તારો ઉપરી કોઈ છે જ નહીં. કોઈ પણ માણસને ગેરેન્ટી બોન્ડ જોઇતું હોય તો હું લખી આપું કે, ‘તારો કોઇ ઉપરી જ નથી, તેમ કોઇ અન્ડરહેન્ડ પણ નથી. કોઇ જીવનો કોઇ ઉપરી જ નથી. કોઇ જીવમાં