________________
આપ્તવાણી-૨
૩૩૫
૩૩૬
આપ્તવાણી-૨
જે અહંકારથી પહેલા આણામાં ફૂલો પડે, બીજામાં ફૂલો, ત્રીજામાં ફૂલાં, એમ દરેક આણામાં ફુલાં જ પડે તો કહીએ કે અહંકાર ડાહ્યો છે: પણ આ તો વખતે પહેલા આણામાં ફૂલો પડે, પણ બીજા, ત્રીજા ને આઠમામાં તો, ‘યુ.... ગેટ આઉટ યુઝલેસ કહે', એ અહંકાર શા કામનો?
પોતાની પોઝીશન તૂટી જતી હોય એટલે જોડે ના ફરે કે “મારી શી કિંમત ?” આ તો ચક્રમ અહંકાર કહેવાય. અમારે ય જ્ઞાન પહેલાં અહંકાર હતો, પણ તે ડાહ્યો અહંકાર, ચાર-પાંચના હૃદયમાં સ્થાન હતું અને ચાર તો ગાડીઓ ઘર પાસે ઊભી રહેતી, તો ય અમને તે અહંકાર ખૂંચતો હતો કે, ‘આ અહંકાર જાય તો અમને આખી દુનિયાનું રાજ મળે !” અહંકાર તો રૂપાળો હોવો જોઇએ. દેહ રૂપાળો હોય ને અહંકાર કદરૂપો હોય તો શું કામનું ? દેહ કદરૂપો હોય તો ચાલે, પણ અહંકાર કદરૂપો ના જોઇએ. કેટલાક તો મોઢે સાવ કદરૂપા દેખાય, પણ અહંકાર એવો રૂપાળો લાવેલો હોય, તે લોક ‘આવો સાહેબ, આવો સાહેબ’ કહે!.
આ અહંકાર શેના હારું ? એને જીવતો જ કેમ રખાય ? જેણે અનંત અવતાર મુશ્કેલીમાં મૂકી દીધા એ તો પાકો શત્રુ છે. આખી દુનિયાનું સામ્રાજ્ય છોડીને, “આ અમારું, આ તમારું' એ શાને માટે ?
આ અહંકાર તો ગાંડી વસ્તુ કહેવાય, એને રસ્તા પર નાખી દીધેલી હોય તો ય ના લેવાય ! આત્મામાં જ રહેવાનું, આત્મા જ થઇને રહેવાનું અને ગાંડો અહંકાર ઊભો થાય તો લપાટ મારીને કાઢી મૂકવાનો.
કહેલું કે, ‘જે જ્ઞાનથી છાક ચઢે, જે શાસ્ત્રથી છાક ચઢે એ અજ્ઞાન છે.” આત્મજ્ઞાન દરેક મનુષ્ય મનુષ્ય જુદાં હોય, પણ વીતરાગ ભગવાનનું એકલું જ આત્મજ્ઞાન કેફ ચઢાવે નહીં. વીતરાગની વાણી કેફ ઉતારે. આ તો કહે, ‘આમ કરો, તેમ કરો, વૈરાગ્ય કરો, તપ કરો, ત્યાગ કરો.’ એથી તો નર્યો કેફ ચઢે. એ તો દેવગતિ માટે કામનું, મોક્ષ માટે નહીં. અમારી વાણીથી કેફ ઊતરે અને અમારા ચરણનો અંગૂઠો એ ઇગોઇઝમને ઓગાળવાનું વર્લ્ડમાં એક જ સોલ્વન્ટ છે.
પ્રશ્નકર્તા : ઇગોઇઝમ ઓગળી શકે ?
દાદાશ્રી : હા, અમારી વાણી જ એવી છે કે જેનાથી ઇગોઇઝમ ઓગળી જાય. આ વાણીથી તો ક્રોધ, માન, માયા, લોભ બધું જ ઓગળી જાય. અમદાવાદમાં એક શેઠ આવેલા, તે કહે કે, “મારો ક્રોધ લઇ લો.” તે લઇ લીધો અમે ! ‘જ્ઞાની પુરુષ' પાસે બધી જ ચીજ હોય, એનાથી બધું જ ઓગળી જાય.
આ ક્રોધ, માન, માયા, લોભ બધું શાનાથી ઊભું છે ? શાના આધારે ઊભું છે ? લોકો કહે છે ને કે, “મને ક્રોધ આવે છે.” હવે આ “મને થાય છે.” એ આધાર આપે છે, તેથી પેલી વસ્તુ ટકી રહી છે. ‘જ્ઞાની પુરુષ” આધાર લઇ લે એટલે પેલું ઓગળી જાય. ધીમે ધીમે ક્રોધ ઓછો કરવા જાય તો થાય તેવું નથી અને વખતે ક્રોધ ઓછો થાય તો પાછું પેલી બાજુ માન વધે ! એટલે આ તો કેવું છે કે પોતાનું ભાન નામે ય નથી અને માથે બધું લઇને ફરે છે ! આ તો ‘પોતાના’ ભાન વગર જ વ્યવહાર આખો નભી રહ્યો છે, સહેજે ય ભાન નથી.
આત્મજ્ઞાત ત્યાં છાક નહીં ! કવિએ લખ્યું છે, ‘આત્મજ્ઞાન સરળ સીધું, સહજ થયે કે નહીં.’ - નવનીત
વીતરાગનું આત્મજ્ઞાન સહજ થયું, સાચું જ્ઞાન થયું તો છાક ચઢે નહીં. વીતરાગનો આપેલો આત્મા, જો એ જ પ્રગટ થાય તો છાક ના ચઢે ! બાકી બીજાએ આપેલા આત્માથી તો છાક ચઢી જાય ને ‘હું છું, હું છું'નો કેફ રહ્યા કરે, તે રાતે ઊંઘમાં ય ના ઊતરે ! તેથી ભગવાને
સુખી થવાની ત્રણ ચાવીઓ : ઇન શોર્ટ કટ કહેવું હોય તો આરોપિત ભાવ, ‘હું ચંદુલાલ છું.’ એ ઇગોઇઝમ ભાવ છે. જો સાંસારિક સુખો જોઇતાં હોય તો એ ઇગોઇઝમનો પોઝિટિવ ઉપયોગ કર, એમાં નેગેટિવ ના ઘાલીશ અને તને દુઃખ જ ખપતાં હોય તો નેગેટિવ અહંકાર રાખજે અને સુખ-દુઃખ મિલ્ચર ખપતું હોય તો બેઉ ભેળું કર ! અને જો તારે મોક્ષે જ જવું હોય તો