________________
આપ્તવાણી-૨
૩૩૩
૩૩૪
આપ્તવાણી-૨
કેન્ટિનવાળો સામો આવે પણ એ મૂંઝાઇ જાય, આપણને એનાથી વાંધો ના આવે !
અહીં અક્રમ માર્ગમાં જે અહંકાર રહે છે એ નિકાલી અહંકાર છે, ડીસ્ચાર્જ થતો અહંકાર છે; જયારે ક્રમિક માર્ગમાં જે અહંકાર રહે છે, તેમાં ‘મારે આ કરવાનું છે, મારે આ ત્યાગવાનું છે' એ રહે. એટલે ક્રમિક માર્ગનો અહંકાર એ કર્મચેતના છે, એનાથી નવું ચાર્જ થતું જાય અને અહીં અક્રમ માર્ગમાં અહંકાર એ કર્મફળચેતના છે. છતાં, એ નૈમિત્તિક છે. ક્રમિક માર્ગમાં અહંકાર કર્મને બંધાવે, કારણ કે ત્યાં તો આ ત્યાગું ને પેલું બાકી છે, એવું રહ્યા કરે. હવે યાચું એ પહેલાંના અહંકારથી ને પાછો નવું કર્મ બાંધતો જાય. ‘જ્ઞાની પુરુષ' તો જેનાથી કર્મ બંધાય છે તે આખું જ ઉડાડી દે, આ તો કેટલું સહેલું છે ! સરળ છે ! સહજ છે !!! ને ત્યાં ક્રમિકમાં ગયો ને તો તો વાળ જ ઉડાડી મેલે ! અને અહીં તો વાળબાળ બધું જ ચાલે !!
આ અહંકારે તો દાટ વાળ્યો છે, બીજું કશું જ નથી. જ્ઞાનીને આધીન રહે તો ઉકેલ આવે. ડાહ્યો અહંકાર પોતાનું ડહાપણ ના ઘાલે, જયારે ગાંડો અહંકાર તો ખોતરે ! એટલે કાં તો વાતને સમજવી પડે ને કાં તો જ્ઞાનીને આધીન રહેવું પડે ! ગાંડા અહંકારને તો આધીન રહેવાની શક્તિ ના હોય, એટલે ત્રીસ દહાડા આધીન રહે અને એકત્રીસમે દહાડે ફેંકી દે. એટલે આ વૃતિઓ કયારે આઘીપાછી થઇ જાય એ કહેવાય નહીં. જેટલો અહંકારનો રોગ ભારે એટલી મુશ્કેલી વધારે. આધીનતા સિવાય બીજો રસ્તો જ નહીં ને !
રાણીઓ છે તારે ? ક્યાં બાગબગીચા હતા તારે ? આ શાં તોફાન માંડયાં છે ? એવું શું છે તે આ ગાંડાં કાઢે છે ? હે ચક્રમ અહંકાર, તું તો ગાંડો છે !” એવું એને કહીએ એટલે એ સમજે.
આ તો કહેશે, ‘હું કંઇક છું’, પણ શામાં છે તે ? ! એ અહંકારને પ્રતાપે તો દુઃખી થયેલો. આપણે જોવા જઇએ ને - પહેલું આણું, બીજું આણું ને છેક બારમું આણું જોવા જઇએ તો સમજાય કે નર્યું એ અહંકારે જ દુ:ખ આપ્યું ! આ તો ગાંડો અહંકાર કહેવાય. જેને લોકો એક્સેપ્ટ ના કરે, ને અહંકાર પોતે ‘હું કંઇક છું' એવું માની બેઠો હોય, તે ગાંડો અહંકાર કહેવાય, કદરૂપો અહંકાર કહેવાય. ચક્રવર્તીને અહંકાર હોય, પણ વાળો તેમ વળી શકે એવો હોય. લોકો એ અહંકારને માન્ય કરે, એ ડાહ્યો અહંકાર કહેવાય અને આ તો નર્યો ગાંડો જ ! એ ગાંડા અહંકારને આપણે પૂછીએ કે, ‘તમે કયા ખૂણામાં શાંતિથી સૂઇ રહેતા હતા ? એવું દુનિયામાં કોણ છે કે જે તમને કહે કે, “આવો, આવો, તમારા વગર તો ગમતું નથી ?” પણ આ તો લોક કહેશે કે, ‘તમારાથી તો પહેલાં અજવાળું હતું તે યે અંધારું થઇ ગયું.’ આવાં અપમાન ખાધાં છે ! અપમાનનો પાર ના આવે એટલાં અપમાન થયાં છે ! એ અહંકારને શું તોપને બારે ચઢાવવો છે ? એ તો કદરૂપો અહંકાર, એનું શું રક્ષણ કરીએ ? એનો પક્ષ શો લઇએ ?
અહંકાર તો રૂપાળો હોવો જોઇએ, લોકોને ગમે તેવો હોવો જોઇએ, વાળો તેમ વળી જાય એવો. આ અહંકારને પૂછીએ કે, ‘તમારો ચોપડો દેખાડો કે તમને ક્યાં ભાન મળ્યું ? ક્યાં ક્યાં અપમાન ખાધાં ? કઇ કઇ જાતનું સુખ આપ્યું ? લોકોમાં તમારી ક્યાં ક્યાં કિંમત હતી ?” ભાઇ પાસે બાપા પાસે, જો કિંમત જોવા જાય ને તો ચાર આના ય કિંમત ના હોય ! ‘તમે કોઇના હૃદયમાં બેઠા નથી.” ચાર જણના હૃદયમાં બેઠા હો તો ય સારું, તો એ અહંકાર ગાંડો ના કહેવાય, રૂપાળો કહેવાય. આ તો જ્યાં જાય ત્યાં દરેક લોક ‘આ જાય તો સારું એવું મનમાં રાખે, એ જ કદરૂપો અહંકાર ! કોઇ મોઢે ચોખ્ખું ના બોલે, મનમાં કહેશે કે, ‘આપણે શું ? એનાં પાપે મરશે.’ સૌ સૌના ઘાટમાં, સૌ ઘાટવાળા જ હોય, એમાં એક ‘જ્ઞાની પુરુષ’ મોઢે ચોખ્ખું કહી દે !
અમારું ‘જ્ઞાન’ પ્રાપ્ત કર્યા પછી અહંકાર તો બધામાં હોય, પણ તે ‘નિકાલી અહંકાર” હોય. ‘નિકાલી અહંકાર’ એટલે કેવું ? કે વાળો તેમ વળી જાય, ગાંડા ના કાઢે.
ગાંડો અહંકાર ! આ ગાંડા અહંકારને તો કહીએ કે, ‘તને ક્યાં ભાન મળ્યાં ? ક્યાં તાન મળ્યાં ? ક્યાં સ્વાદ મળ્યા ? શું કામ અહંકાર કરે છે ? ક્યાં ૧૩00