________________
આપ્તવાણી-૨
૩૪૧
ત્યાગીઓના કષાય જે બહાર પડતા દેખાય છે ને એ ન હોવા જોઇએ, પણ તે બહાર પડતા દેખાય છે તેથી એમ સમજાય છે કે તેમને મહાવ્રત તો નથી પણ અણુવ્રતનું કંઇ ઠેકાણું દેખાતું નથી ! કારણ કે અણુવ્રત તો ક્યારે કહેવાય કે આચાર્ય મહારાજ પાસે જૂઠું મોઢે ના બોલાય. આ તો શિષ્ય મહારાજ પાસે જૂઠું બોલે ને મહારાજે ય બોલે તો પછી સત્યનું અણુવ્રત કર્યાં રહ્યું ? મહાવ્રત તો ગયાં વીતરાગોની પાસે, પણ અણુવ્રતે ય કયાં રહ્યાં છે આજે ? વીતરાગો કહે છે કે, ‘તારી ખોટ તને જશે, અમારે તો ખોટ જવાની નથી.’ વીતરાગોને ખોટ જાય ખરી ? ખોટ જાય તો આ ભગવાનના કહ્યામાં નથી એમને જાય. બધાનાં મોઢાં પર દિવેલ નથી દેખાતું ? આનંદ ગયો કયાં ? આત્મા છે તો આનંદે ય હોવો જોઇએ ને ?
આપણે આ કોઇની નિંદા નથી કરતા, આપણે અહીં નિંદા હોય જ નહીં. આપણે તો વિગત સમજાવીએ છીએ, ખરી હકીકત સમજાવીએ છીએ, જે કોઇ જો મારી પાસે જાણે ને કહે કે, ‘આપની વાત ખરી છે.’ તો તો એમનું કામ નીકળી જાય, મોક્ષમાર્ગ ઝટ મળી જાય ! પણ જો એ કહે કે, ‘તમારી આ વાત ખોટી છે.' તો પછી છે જ ને તારો રઝળપાટ! અમારે શું ? તારે જો ચાર ગાળો ભાંડવી હોય તો ચાર ગાળો ભાંડ, અમને વાંધો નથી. કારણ કે તને ના પોષાય ત્યારે બોલ અને તેનો વાંધો નથી આપણને, પણ આપણે કહેવું છે છતું કે, ‘આ જોખમદારી તું લઇ બેઠો છે. હે ભાઇ, તમે આગળ જાવ છો તે તમે મોટી ખીણમાં ગબડી પડશો,’ એવી અમે બૂમ પાડીએ છીએ. હવે તને જો અનુકૂળ આવે તો સાંભળ, નહીં તો ગાળો ચાર ભાંડીને આગળ હેંડવા માંડ !
હવે આવું વીતરાગ નહોતા બોલતા ! અમે તો ખટપટીઆ એટલે આવું કહીએ કે, ‘ભાઇ, આગળ ખીણમાં ગબડી પડીશ.' હવે વીતરાગો અમને કહે છે કે, ‘તમારે આ શી પીડા ?' તો અમને એમ થાય છે કે ‘બળ્યું, આ ગબડી પડયા પછી એનું ક્યારે ઠેકાણું પડશે ?” અમારે ભાવ જ આવો, ઇચ્છા જ આવી થઇ ગઈ છે કે કોઇ ગબડો નહીં ને આમાંથી કંઇક ઉકેલ લાવો. મોક્ષમાર્ગ અમને જડયો છે તો અમે તમને તેડી જઇએ, તમારી જોડે અડધો કલાક બેસીશું, પણ તને અમે પાછો તેડી જઇશું.
આપ્તવાણી-૨
ભગવાને શું કહ્યું કે, ‘આખું જગત મોક્ષમાર્ગમાં જ ચઢી રહ્યું છે!’ એટલે કંઇ ઊંધે માર્ગે ચઢી ગયું નથી; પણ મોક્ષમાર્ગમાં જવા માટે, એટલે કે અમદાવાદ જવા માટે અહીં મુંબઇથી બેંગલોર જાય તો શી દશા થાય ? સ્ટેશન આવ્યું, પણ કયું આવ્યું ? તો કે’, ‘બેંગલોર.’ ‘તો અમદાવાદ કયારે આવશે ?' ત્યારે કહે કે, ‘અમદાવાદ આ બાજુ નહીં, પેલી બાજુ!' એટલે આ રીતે મોક્ષમાર્ગમાં ઊંધા જઇ રહ્યા છે. મોક્ષમાર્ગ આવો ના હોય, મોક્ષમાર્ગમાં તો કષ્ટ જ ના હોય. જયાં કષ્ટ છે ત્યાં મોક્ષ નથી, જયાં મોક્ષ છે ત્યાં કષ્ટ નથી ! કષ્ટને તો ભગવાને હઠાગ્રહ કહેલ છે.
૩૪૨
હવે અત્યારના આ મોક્ષમાર્ગે જનારા પાછા કહે છે શું ? કે ‘કષ્ટ તો ભગવાને ય કર્યાં !' અલ્યા, ભગવાનને શું કરવા વગોવે છે ? તમે તમારે જે કર્યા કરતા હો તે કર્યા કરો, કષ્ટ બધું ! એમાં ભગવાનને શું કરવા વગોવો છો ? ભગવાન આવા હોતા હશે ? આ ‘દાદા’ કંઇ જ કષ્ટ નથી સેવતા તો મહાવીર ભગવાન શું કરવા કષ્ટ સેવે ? જ્ઞાનીઓને કષ્ટ હોય નહીં. કહે છે કે, ‘ભગવાને ત્યાગ કર્યો હતો.’ અલ્યા, ભગવાને તો ૩૦ વર્ષે બેબી થયા પછી ત્યાગ કર્યો હતો, અને તે ય કંઇ બૈરી, છોકરાંને તરછોડ મારીને નહીં કરેલો. મોટાભાઇ પાસે ભગવાન આશા લેવા ગયા ત્યારે ભાઇએ, બે વર્ષ પછી લેજો' તેમ કહ્યું. ભગવાને બે વર્ષ પછી ત્યાગ લીધો અને તેમાંય પત્નીની રાજીખુશી-સંમતિથી લીધો હતો. ભગવાને ત્યાગ કર્યો નહોતો, તેમને ત્યાગ વર્તો હતો ! કારણ કે ભગવાન મહાવ્રતમાં હતા. મહાવ્રત એટલે વર્તે તે. ત્યાગ કર્યો હોય તે તો વ્રતમાં ય ના ગણાય ! ત્યાગ કરવો અને વર્તવો, એ જુદું હોય. જેને ત્યાગ વર્તેલો હોય એને પોતે શેનો ત્યાગ કર્યો છે, તે યાદે ય ના હોય !
પેલા ત્યાગી તો બધું જ ગણી બતાવે, ‘ત્રણ છોકરાં, બાયડી, મોટાં મોટાં આલીશાન ઘરો, બંગલા, પાર વગરની મિલકત છોડીને આવ્યા છે,’ એવું બધું એમને લક્ષમાં રહ્યા કરે, ભૂલે નહીં અને ત્યાગ વર્ણો કોને કહેવાય ? સહજ ભૂલી જવાતું હોય ! તેને ભગવાને વ્રત કહ્યું છે, ત્યાગ નથી કહ્યું. એટલે અણુવ્રત અને મહાવ્રત, એમાં અણુવ્રત જૈનોને માટે કહ્યું કે, “જેટલું તમને સહજ સ્વભાવે વર્તે એટલું અણુવ્રતમાં આવી ગયું.’ ત્યાગનો તો કેફ ચઢે અને યાદ રહ્યા કરે, મેં આટલું ત્યાગ્યું, આમ ત્યાગ્યું, તેમ ત્યાગ્યું. વાત આમ સમજે તો ઉકેલ આવે. અમને કશું યાદ