________________
આપ્તવાણી-૨
૩૨૩
૩૨૮
આપ્તવાણી-૨
બગડયું છે !
નાનાં છોકરાં રૂપાળાં હોય તે ઘરનાં એને મોઢે અને કપાળે કાળી ટીલી ચોડે, કારણ કે કોઇની નજર ના લાગે. આ તો ભૂખ્યાં હોય તેમનું ચિત્ત તો ચોટે ? તે કાળી ટીલી એટલા માટે કરે કે પેલાની નજર કાળી ટીવી પર જ કેન્દ્રિત થાય !
‘જ્ઞાની પુરુષ' એકલાને જ નજર ના અડે, કોઇ આંખ માંડે તો પણ ‘જ્ઞાની પુરુષ' તેમાં તરત જ શુદ્ધાત્મા જ જુએ. આ તો બધી ટેલિપથી જેવી મશીનરી છે, એમાં આત્મા ભળ્યો તો બધું બગડી જાય. જો ચિત્તની નિર્મળતા સારી હોય, તો ભણતર એક ફેરે વાંચે ને યાદ રહી જાય. ભણતરનો હેતુ તો ચિત્તની નિર્મળતાનો છે.
બતાવે, પણ ભાન નથી કે કયું ચિત્ત ને કયું મન ?
સત્સંગમાં ચિત્ત ખસે નહીં. ચિત્ત એ તો રીલેટિવ આત્મા છે ! ચિત્ત ઠેકાણે બેસે એટલે આખો રીલેટિવ આત્મા સ્થિર થાય અને ‘દાદા'એ તમને તો રીયલ આત્મા આપ્યો છે ! આ રીયલ આત્મા અને રીલેટિવ આત્મા બન્ને સામસામે સ્થિર બેસે, એટલે પછી તમને મોક્ષ જ વર્તે ને ! આ તેથી જ તો સત્સંગમાં બેસવાનું છે ને ! નહીં તો કેટલાય બગીચાઓ છે, પણ સત્સંગમાં બેસે એટલે ચિત્ત સ્થિર રહે અને આત્મા ઠરે. આ તો સંઘબળ છે ને ? સંઘ વગર તો કશું વળે નહીં. સંઘબળ જોઈએ અને સંઘબળ હોય ત્યાં મતભેદ ના હોય. ભગવાન મહાવીર તેથી ઘણા માણસોનો સંઘ કરતા. જેમ વધારે માણસો તેમ સંઘ વધે ને તેમ આત્મા વધારે ઠરે. જો ત્રણ માણસો હોય તો સંઘબળ તેટલું અને વધારે માણસો હોય તો સંઘબળ વધારે. ‘આ’ સત્સંગના એક કલાકની તો ઘણી ગજબની કિંમત છે !
ચિત્તશુદ્ધિ જ મહત્વની ! ચિત્તની હાજરીમાં વાંચેલું હોય તો જ તે યાદ રહે. અમારે નાનપણમાં ભણવાનું ચિત્તની ગેરહાજરીમાં થતું, તે નાપાસ થતો હતો ? ના, નાપાસ નહોતો થયો, પણ ડફોળ કહેવાયો. આમ તો હું બ્રિલિયન્ટ હતો. માસ્તરને કહેલું, ‘માસ્તર, આ પંદર વર્ષ આ એક ભાષા શીખવામાં કાઢયાં, પણ જો પંદર વર્ષ ભગવાન શોધવા પાછળ મેં કાઢયાં હોત, તો જરૂર ભગવાન પ્રાપ્ત કરીને બેઠો હોત !” આ તો મારી જિંદગીનાં અમૂલ્ય વર્ષો એક ભાષા શીખવામાં કે જે એક નાનો છોકરો ય જાણે, તે શીખવા પાછળ કાઢયાં ! પણ માસ્તર એવું સમજે નહીં ને ?!
પ્રશ્નકર્તા : આ બધામાં-અંતઃકરણમાં મુખ્ય ચિત્ત જ છે ને ? ચિત્ત જ બધાનો લીડર છે ને ? ચિત્ત જ બધાંને ઢસડી લાવે છે ને ? ચિત્તને કાબુમાં લાવવાની જરૂર છે કે મનને ? આ લોકો ચિત્તને ભૂલી મન પાછળ કેમ પડયા છે ?
દાદાશ્રી : તમારી વાત ખરી છે. જ્ઞાનીઓએ પણ ચિત્તને જ મહત્વ આપેલું, પણ લોકોને તો ચિત્તનું ને મનનું ભાન જ નથી ને ! આ તો ચિત્તને ને મનને એક કરી નાખ્યું છે. ચિત્ત ઠેકાણે રહે નહીં ને મન પેમ્ફલેટ
ચિત્તને ઠેકાણે રાખવા માટે આ મંદિરોમાં ઘંટ મૂક્યો ! ભગવાનને આંગી શા માટે ? શણગાર શા માટે ? સુગંધી દ્રવ્યો મુક્યાં, શાથી ? ચિત્ત ઠેકાણે રહે તે માટે. વાગે ત્યારે બહારના હોહો, કકળાટ સંભળાય નહીં, પણ અત્યારે તો અક્કલવાળાઓ ઘંટ વાગતો હોય તો ય ભગવાનનાં દર્શન કરે ત્યારે જોડે જોડે જોડાનો ય મહીં ફોટો પાડે ! અલ્યા, ‘વ્યવસ્થિત'ને તો જોને ! એના હશે તો લઇ જશે, ને લઇ જશે તો એક વખત લઇ જશે, કાયમ નહીં લઇ જાય ને ? તો લઇ જવા દે ને ! હિસાબ ચૂકતે થશે !
સંસાર રોગ છે, તે જેટલો વખત રોગ ભૂલીએ, એટલો રોગ મટે એવો નિયમ છે. આ તો જેટલી વખત ચિત્ત જાય તેટલો વખત રોગ વધ્યા કરે. આ જગત વિસ્તૃત કરવાનું સાધન જ કયાં ય નથી ને ! ‘જ્ઞાની પુરુષ' એક જ જગત વિસ્તૃત કરવાનું સાધન છે.
રાત્રે શુદ્ધ ચિત્તને જે પકડાવીએ તે આખી રાત ચાલે ને ઊંઘ પણ આવે. અમારે એવું ઘણી વાર બને કે રાતે વિધિ શરૂ કરીએ તે અમુક વખતે આંખ મીંચાઇ જાય ને પછી પાછી આંખ ખૂલે તે જયાંથી બાકી