________________
આપ્તવાણી-૨
૩૨૯
૩૩૦
આપ્તવાણી-૨
હતી ત્યાંથી વિધિ શરૂ થાય ને ફરી જો આંખ મીંચાય તો ફરી તેમ જ થાય, તે સવારે વિધિ પૂરી થાય. આમ રાતે શુદ્ધ ચિત્તને જે પકડાવીએ તે સવાર સુધી ચાલે.
ભગવાનનાં મહીં દર્શન થાય છે.” અલ્યા, યોગેશ્વર કૃષ્ણનાં દર્શન મહીં થાય છે ? એ શી રીતે થાય ? એ તો દેખાય ત્યારે ને ? ! આ તો બીજા દેખાય, જે જોયા હોય-તે ફોટામાંના જ સ્તોને !
આપણે કોણ છીએ?” એ જ્ઞાન-“હું શુદ્ધાત્મા છું' એ જ્ઞાતામાં પડે, ત્યાર પછી વિકલ્પ ના રહે. જ્ઞાન જ્ઞાતામાં ના પડે ત્યાં સુધી વિકલ્પ રહે, દ્રષ્ટિ દ્રષ્ટામાં ના પડે ત્યાં સુધી “સંકલ્પ’ રહે !
ચિતતાં ચમકાર !
પ્રશ્નકર્તા : પૂજા કરતી વખતે મને એકાદ ક્ષણ સુધી ચમકારો થાય છે, શું એ આત્મઓજસ છે ?
દાદાશ્રી : એ લાઇટ એ તો ચિત્તના ચમત્કાર છે. એમાં શ્રદ્ધા બેસે એટલે એ સ્થિરતા લાવે છે. આત્માની લાઇટ એ કલ્પી કલ્પાય નહીં એવી છે. મને કોઇ કહે કે, “મને મહાવીર ભગવાન દેખાય છે.” તો કહું કે, “આ તો બહાર જોયેલી મૂર્તિ છે તે દેખાય છે, પણ એ તો દ્રશ્ય છે, એ દ્રશ્યનો દ્રષ્ટા ખોળ ! દ્રષ્ટિને દ્રષ્ટામાં રાખ ને જ્ઞાનને જ્ઞાતામાં રાખ તો કામ થાય.”
પ્રશ્નકર્તા : અનાહત નાદ એટલે શું?
દાદાશ્રી : આ શરીરમાં કોઈ પણ જગ્યાએ ધબકારા થાય, ત્યાં આગળ ચિત્ત એકાગ્ર થઇ જાય તે.
કુંડલિનીમાં પણ તેમ કરે છે, એનાથી પણ મોક્ષ ના થાય. આવાં બહુ સ્ટેશનો હોય, છેલ્વે સ્ટેશન આવે એટલે કામ પૂરું થાય. કુંડલિનીમાં બધા ચિત્ત-ચમત્કાર છે, એમાં આત્માનું કશું જ નથી. જૈનોએ કહ્યું, ‘આત્મજ્ઞાન વિના છૂટકો નથી.' વેદાંતીઓએય કહ્યું, ‘આત્મજ્ઞાન વિના
છુટકો નથી.’ અનાહત નાદ-અલ્યા એ તો નાદ છે અને નાદ એ તો પૌગલિક છે, એમાં આત્મા ન હોય.
કેટલાક કહે છે કે, “મને કૃષ્ણ ભગવાન મહીં દેખાય છે. આ આત્મા ન હોય, એ તો ચિત્ત-ચમત્કાર છે, એ કૃષ્ણને જોનાર આત્મા છે. છેવટે દ્રષ્ટિ દ્રષ્ટામાં નાખવાની છે, આ તો દ્રષ્ટિ દ્રશ્યમાં નાખે છે ! આ અનાત નાદ ને એ બધામાં દ્રષ્ટિ દ્રશ્યમાં નાખે. જ્ઞાન જ્ઞાતામાં પડયું અને દ્રષ્ટિ દ્રષ્ટામાં પડી તો કામ થઇ ગયું ! કેટલાક કહે છે કે, “કૃષ્ણ