________________
આપ્તવાણી-૨
૩૨૫
૩ર૬
આપ્તવાણી-૨
કારણ કે એનું નિદિધ્યાસન થાય છે. તેથી જેના સંગમાં આવ્યો અને તેનું નિદિધ્યાસન થાય તો તે રૂપ થઈ જાય.
ચિત્ત એ તો ચૈતન્યનો અંશ ભાગ છે, એ તો ચૈતન્યનો કિલ્લોલ ભાગ છે.
આ બે-ચિત્તવાળાને તે પછી બધું બે બે દેખાય. એક જણ મને કહે કે, ‘હું ચિત્ત-શુદ્ધિ કરાવવા જાઉં છું.’ આ કલાઇવાળા પાસે જાવ તો તે કલાઇ કરી આપે ! પણ આ તો બે-ચિત્તવાળા લોકો ને તેમને ત્યાં જ ચિત્તશુદ્ધિ કરાવવા જાય, તે તારું જે ચિત્ત છે ને એ ય બે-ચિત્ત કરી નાખશે ! એના કરતાં જે છે એને રહેવા દે ને ! એ બે-ચિત્તવાળો પછી કહેશે કે, “મને આ દીવા બળે દેખાય છે !' તો તો અલ્યા, તારું થઈ ગયું કલ્યાણ ! આ એક છે ને બે શી રીતે દેખાય છે ?
ચિત્ત-શદ્ધિનો સારો ઉપાય ‘દાદા'નો પ્રત્યક્ષ સત્સંગ, અહીં તો નિરંતર ચિત્તની શુદ્ધિ થયા જ કરે. ‘દાદા’ અહીં હાજર હોય અને ઘેર બેઠાં બેઠાં ચિત્ત-શુદ્ધિ કરે એ બરોબર નહીં.
અશુદ્ધ ચિત્ત શાથી અશુદ્ધ છે ? “સ્વ'ને જોઇ શકતું નથી, માત્ર પરને જ જોઈ શકે છે; જયારે શુદ્ધ-ચિત્ત “સ્વ” અને “પર” બન્નેને જોઇ શકે !
ચોટ - માત્ર, ચિત્તની જ ! પ્રશ્નકર્તા: મન કરતાં ચિત્તની શક્તિ શું વધારે હોય ?
દાદાશ્રી : મન આ શરીરની બહાર ના જઈ શકે. ચિત્ત તો બહાર નીકળે અને આ શરીરની મહીં પણ કામ કરે, પાછળ ખભો દુ:ખતો હોય ત્યારે ત્યાં ય જાય અને જ્યાં મોકલવું હોય ત્યાં પણ જાય. આ પગે મછરાં કરડે તે છો ને કરડે, ચિત્તને ત્યાંથી ખેંચી લઇએ એટલે વાંધો ના આવે અને હિસાબ હશે તો જ કરડશે ને ? ચિત્તનો સ્વભાવ કેવો છે ? કે જે જગ્યાએથી તેને ખેંચી લો એટલે તે જગ્યાનો ખ્યાલ ના રહે. આ આત્મા તો બધે જ રહે, પણ ચિત્ત ખેંચી લઇએ એટલે ફોન હેડ ઑફિસમાં ના મોકલે. આ તો ચિત્ત ત્યાં હોય એટલે હેડ ઑફિસમાં ફોન આવે ને પછી ડી.એસ.પી. મોકલે. હાથે મછરું કરડેલું હોય ત્યાં જાય ! આ બે લાખ રૂપિયા આવ્યા તે ય મછરાં અને બે લાખ ગયા તે ય મછરાં !
પ્રશ્નકર્તા : મન આજ્ઞા કરે તો ચિત્ત ભટકે ?
દાદાશ્રી : ના, બધાં સ્વતંત્ર છે. ચિત્તમાં વિચાર ના હોય ને વિચાર ચિત્ત ના હોય. મન બહાર જાય તો માણસ ખલાસ થઇ જાય. ચિત્ત બહાર ભટકે છે.
પ્રશ્નકર્તા : ચિત્ત શા માટે ભટકે છે ?
દાદાશ્રી : ચિત્ત પોતાનું સુખ ખોળે છે. ઇન્દ્રિયો મનના અધિકારમાં છે. ચિત્ત ઉપરથી ચેતન થયું. ચિત્ત એટલે જ્ઞાન અને દર્શન. આ સત્સંગમાં બેઠા છો તમે, ને દુકાનમાં ટેબલ ઝાંખું દેખાય એ દર્શન કહેવાય, અને સ્પષ્ટ ટેબલ દેખાય એ જ્ઞાન કહેવાય. એ ચિત્ત જોઇ આવે છે. સામાન્ય ભાવે દેખાય ત્યારે ચિત્ત દર્શન રૂપે કહેવાય અને વિશેષભાવે દેખાય, વિગતવાર દેખાય એ ચિત્ત જ્ઞાન રૂપે કહેવાય.
જેનું નિદિધ્યાસન કરે તે રૂપ થાય. આ કોઇ ગ્રેજ્યુએટ હોય, પણ જો એ ખેતરમાં જઈને બળદિયા જ ચલાવે તો બળદિયા રૂપ થઇ જાય,
કોઈ માણસ બહુ ભૂખ્યો થયો હોય, તો શું કપડાંની દુકાન સામે એ જુએ ? ના, એ તો મીઠાઇની દુકાન સામે જ જુએ. ભૂખ્યો માણસ બહાર નીકળે તો ભજિયાં જુએ. જેને સાડીની ભૂખ હોય તે બહાર નીકળે તો જયાં ત્યાં દુકાનોમાં લટકતી સાડી જુએ. જયારે દેહની ભુખ ના હોય ત્યારે મનની ભૂખ ઊભી થાય, બન્ને ના હોય તો વાણીની ભૂખ ઊભી થાય. આ બોલે છે ને કે, “પેલાને તો હું કહ્યા વગર રહું જ નહીં.” એ જ વાણીની ભૂખ ! ઘેર ખાતાં હોય ત્યારે ભિખારી જાય તો ઘરડો કહે, અલ્યા, સાચવજો, નજર ના લાગી જાય.’ આ નજર લાગે એટલે શું ? કે જેની ભૂખ લાગે તેમાં ચિત્ત ચોંટે છે. આ સ્ત્રીને કોઈ પુરુષની ભૂખ હોય તો તેનું ચિત્ત કોઇ પુરુષમાં ચોંટી જાય અને પુરુષને સ્ત્રીની ભૂખ હોય તો તેનું ચિત્ત સ્ત્રીમાં ચોંટી જાય, આ એવી નજર લાગવાથી તો બધું