________________
૩૧૭
આપ્તવાણી-૨
કશું જ નહીં અને એ લોકોને દુકાળ જેવું ય કશું નહીં. હા, આ મનુષ્યોના સંગમાં આવ્યાં તે જનાવરો-ગાય, બળદો, ઘોડાં વગેરે પાછાં દુઃખી થયાં
છે.
જેમ આહાર ઘટે તેમ પ્રમાદ ઘટે અને બુદ્ધિનું ડેવલેપમેન્ટ થાય. ચાથી શરીરનાં બંધારણ બગડયાં, આહાર ઘટયો એનાથી. પહેલાંના જમાનામાં ચા નહીં, તે ખોરાક એટલો બધો વધારે, તે પછી બળદિયા જેવા થઈ જાય, બુદ્ધિ ભેંસ જેવી થઇ જાય. છતાં, એ લોકો મહેનત સારી કરી શકે, ઝાલ્યું કામ સજજડ મહેનતે પૂરું કરે. બહુ ખોરાકથી બુદ્ધિ જાડી થઇ જાય, સૂક્ષ્મતા ઊડી જાય.
બુદ્ધિ સંસારનું કામ કરી આપે, મોક્ષનું નહીં. એક વ્યુ પોઇન્ટ એ બુદ્ધિ અને બન્ને વ્યુ પોઇન્ટ ઉત્પન્ન થાય, રીયલ અને રીલેટિવ વ્યુ પોઇન્ટ ઉત્પન્ન થાય તો જ પ્રજ્ઞા ઉત્પન્ન થાય અને પ્રજ્ઞા ઉત્પન્ન થાય ત્યાં બન્ને વ્યુ પોઇન્ટથી, રીયલ અને રીલેટિવ બન્નેને જુદા જુદા જુએ અને તેનાથી મોક્ષ થાય. પ્રજ્ઞા ઉત્પન્ન થાય ત્યાં સનાતન સુખ છે. બુદ્ધિથી તો કલ્પિત દુઃખ અને પાછું નિરંતરનું ! સુખની પાછળ દુ:ખ ભરેલું હોય, અને પાછો દુષમ કાળ !! તે પાર વગરનાં દુઃખો ને સંપૂર્ણ મોહનીય વ્યાપેલી છે, નિરંતર મૂર્છામાં ભટકે છે !
܀܀܀܀܀
ચિત્ત
ચિત્ત એટલે જ્ઞાન-દર્શન, આ બે ગુણનો અધિકારી એ ચિત્ત. આ બન્ને ય ગુણ અશુદ્ધ હોય તો એ અશુદ્ધ ચિત્ત કહેવાય અને શુદ્ધ હોય તો શુદ્ધ ચિત્ત કહેવાય.
શુદ્ધ જ્ઞાન + શુદ્ધ દર્શન = શુદ્ધ ચિત્ત = શુદ્ધાત્મા.
અશુદ્ધ જ્ઞાન + અશુદ્ધ દર્શન = અશુદ્ધ ચિત્ત = અશુદ્ધાત્મા.
અહીં બેઠા હોય ને પરદેશમાં જોઇ આવે, ઘર-બર બધું જોઇ આવે એ જોઇ આવવાનો, જાણી આવવાનો સ્વભાવ એ ચિત્તનો છે; જયારે મનનો સ્વભાવ દેખાડવાનો, પેમ્ફલેટ દેખાડવાનો છે. મન એક પછી એક પેમ્ફલેટ દેખાડે. લોકો તો પાડાને વાંકે પખાલીને ડામ દે છે, કહે છે કે, ‘મારું મન ભટકે છે !' મન કયારે ય આ શરીર છોડીને બહાર ના જઇ શકે, જાય છે તે ચિત્ત છે. લોકો તો મનને ઓળખતા નથી, ચિત્તને ઓળખતા નથી, બુદ્ધિને ઓળખતા નથી ને અહંકારને ય ઓળખતા નથી. અરે ! અંતઃકરણ, અંતઃકરણ એમ ગાય છે, પણ અંતઃકરણને સમજતા નથી. આ અંતઃકરણમાં પહેલો મહીં પ્યાલો ફૂટે પછી જ બહાર પ્યાલો
ફૂટે.
આવી રીતે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની વાત કોઇ શાસ્ત્રોમાં