________________
આપ્તવાણી-૨
૩૧૯
૩૧૮
આપ્તવાણી-૨
ય સમજણ નથી પાડી.
આ ચિત્ત તો અંદરે ય ભટકે છે ને બહારે ય ભટકે છે. મગજમાં શું બને છે એ ચિત્ત જોઇ આવે છે.
ચિત ગેરહાજર - તેનાં ફળ ? એક મિલમાલિક મારે ત્યાં સાંતાક્રુઝ આવેલા. તેમને મેં પૂછયું, શેઠ, કોઇ દહાડો સમી રીતે જમો છો? ચિત્તને ઠેકાણે રાખી જમો છો ? આ બ્લડપ્રેસર શાથી થાય છે ? બે-ચિત્તથી ખાઓ છો તેથી.” તે શેઠ બિચારા ગળગળા થઇ ગયા ને મારા ખોળામાં માથું મૂકી કહેવા લાગ્યા, ‘હા, દાદા, કોઈ દિવસ ચિત્ત દઇને જમ્યો જ નથી.’
કૃષ્ણ ભગવાને શું કહ્યું છે, ‘પ્રાપ્તને ભોગવ અને અપ્રાપ્તની ચિંતા ના કરીશ.’ આ જમવાની થાળી સામે આવે તો તે એકચિત્તે શાંતિથી જમ. જો ચિત્ત ઠેકાણે હશે તો સ્વાદિષ્ટ લાગશે અને બે-ચિત્ત હઈશ તો બત્રીસ ભાતનું જમણ ભાવશે નહીં. આ શરીરને આટલી ખીચડી આપી હોય તો આખી રાત શાંતિ રાખે, સમાધિ રાખે તેવું છે. આ તો ધોકડું જમે અહીં ને ‘પોતે જાય મિલમાં !
આ મનુષ્યોને પાછાં હાર્ટફેઇલ થઇ જાય છે, સ્કૂલમાં તો ફેઇલ નહોતો થતો ને અહીં શી રીતે ફેઇલ થઇ જાય છે ? આ જાનવરો ખાય છે ત્યારે તપાસ કરજે કે એનું ચિત્ત બહારગામ જાય છે કે નહીં? કૂતરુંબૂતરું ય, ખાતી વખતે ટેસ્ટમાં આવીને પૂંછડી પટપટાવે છે ! બધાં ય જાનવરોનું ચિત્ત ખાય છે ત્યારે ખાવામાં જ હોય છે; ને આ શેઠિયાઓ, વકીલો, ડૉક્ટરોનું ચિત્ત તો ખાતી વખતે એબ્સન્ટ હોય છે, એનાથી તો હાર્ટફેઇલ અને બ્લડ પ્રેશર થાય છે. હાર્ટફેઇલ અને બ્લડ પ્રેશર એ તો એબ્સન્ટ ચિત્તનું પરિણામ છે. બે-ચિત્તથી ખાય છે તેથી મહીં નસો બધી સજ્જડ થઇ જાય છે. આ ડૉક્ટરોનું ચિત્ત ઓપરેશન કરતી વખતે બીજે ભટકે તો દર્દીની શી દશા થાય ? તે ખાતી વખતે ય મહીં પાર વગરનાં ઓપરેશન થાય છે, માટે જમતી વખતે ચિત્તને પ્રેઝન્ટ રાખીને જમો. જમતી વખતે ‘ચિત્તની હાજરી પૂરવી કે ‘હાજર છે કે ?”
એવો વખતે ય આવશે કે ડૉક્ટરોના ચિત્ત ક્યાંનાં ક્યાં ભટકશે. પણ ઓપરેશન વખતે ચિત્ત હાજર રહે છે એ તો સારું. જો ચિત્તની હાજરી વગર ઓપરેશન કરે તો તે દર્દી મર્યા પછી, બળી ગયા પછી મહીંથી કાતર નીકળે ! તેથી જ તો બીકના માર્યા ડૉક્ટરો ઓપરેશન વખતે ચિત્તને હાજર રાખે છે !
બધાંમાં ચિત્ત હાજર કદાચ ના રહે. બીજામાં ચિત્ત ગેરહાજર હશે તો ચાલશે; પણ માત્ર ખાતી વખતે ચિત્તને હાજર રાખજે.
પ્રશ્નકર્તા : ‘વર્ક વ્હાઇલ યુ વર્ક એન્ડ પ્લે હાઇલ યુ પ્લે’ એના જેવું દાદા ?
દાદાશ્રી: એ વાક્યો ફોરેનવાળા માટે સહજ લોકો માટે છે; વિકલ્પી માટે નથી. જ્ઞાનીને તો ‘વર્ક હાઇલ યુ વર્ક એન્ડ પ્લે વ્હાઇલ યુ પ્લે રહે', કારણ કે બહારનો ભાગ અને અંદરનો ભાગ, બન્ને એમને સહજ હોય છે, એમનું ચિત્ત તો ક્યારે ય ગેરહાજર ના હોય.
ઇન્ડિયન્સ માટે તો આ વાક્ય નકામું છે, એને રાખીને શું કરવું? છતાં અમે કહીએ છીએ કે માત્ર જમતી વખતે ચિત્તને હાજર રાખજે. ઑફિસે જવા અગિયારને બદલે સવાઅગિયાર થયા તો ‘દાદા'ને યાદ કરજો, કહેજો કે, ‘દાદા, તમે કહેતા હતાને કે જમતી વખતે ચિત્ત હાજર રાખજો, પણ આ તો આજે સવા અગિયાર વાગી ગયા છે. હું કંઈ જાણું નહીં. તમે કહો છો તેમ ચિત્તની હાજરીમાં જ જમું છું, પછી આગળ તમે જાણો.” તે પછી ચિત્ત ઠેકાણે રહેશે અને બોસને જે કહેવું હોય તે ભલે કહે ને બોસ એ ય એક પ્રકૃતિનો નચાવ્યો ભમરડો જ છે ને ? સ્વસત્તામાં આવ્યો જ નથી ને એ ય ! પુરુષ થયો જ નથી ને ! જગત આખું ય પરસત્તામાં જ છે ને !
જમતી વખતે ચિત્તને હાજર રાખવાનું, એટલે ખબર પડે કે ભજિયાંમાં મીઠું વધારે છે કે ઓછું, મરચું વધારે છે કે ઓછું ! આ તો ચિત્તની ગેરહાજરીમાં જમે તે ખબરે ય ના પડે કે ચા ગોળની છે કે ખાંડની ! અલ્યા, સંયોગ જે અત્યારે ભેગો થયો છે તે સારી રીતે ભોગવ. આ