________________
આપ્તવાણી-૨
તો સહજ સુખ વર્તે ! આ કૂતરું દેખ્યું, તો બુદ્ધિ કહેશે, ‘કાલે પેલાને કરડેલું તે આય એવું જ કૂતરું દેખાય છે, મને ય કરડી જશે તો ?’ અલ્યા, એના હાથમાં શી સત્તા છે ? ‘વ્યવસ્થિત’માં હશે તો કૈડશે. બુદ્ધિ, તું બાજુએ બેસ. સત્તા જો પોતાની હોત તો લોક પોતાનું પાંસરું ના કરત ? પણ પાંસરું થયું નથી ! બુદ્ધિ તો શંકા કરાવે. શંકા થાય તો ડખો થાય. આપણે તો આપણા નિઃશંક પદમાં રહેવાનું. જગત તો શંકા, શંકા ને શંકામાં જ રહેવાનું.
૩૧૫
બુદ્ધિતી તોર્માલિટી !
પ્રશ્નકર્તા : દાદા, બુદ્ધિ ડીમ કેવી રીતે કરાય ?
દાદાશ્રી : બુદ્ધિને ડીમ કરવા માટે તો સમ્યદ્ધિનું જોર જોઇએ. જેમ બુદ્ધિ વધે તેમ સ્મૃતિ વધે, તેમ બળાપો વધે ! બુદ્ધિ બાજુએ જ મૂકવાની, એની વાત જ નહીં માનવાની. આ ચાલીમાં એક માણસ એવો હોય કે એની વાત માનીએ તો ઢેડફજેતો આપણને થાય છે, તો કેટલી વખત એની વાત આપણે એક્સેપ્ટ કરીએ ? એક-બે વખત, પણ પછી તો એની વાત જ ના એક્સેપ્ટ કરીએ. બુદ્ધિ તો સેન્સિટિવ બનાવી દે, ઇમોશનલ બનાવી દે, તો એની વાત આપણાંથી કેમ એક્સેપ્ટ કરાય?
વ્યવહારમાં વાઇઝ રહેવાની જરૂર કે કોઇને જરા ય નુકસાન ના થાય, આ અક્કલની જરૂર નહીં. આ બહુ અક્કલ વધી જાય તો દિમાગ ઠેકાણે ના રહે, બુધ્ધ થઇ જાય, માટે થોડી બુદ્ધિને કાપી નાખવી. વાઇઝ થવાની જરૂર છે, ઓવરવાઇઝ થવાની જરૂર નથી. ઓવરવાઇઝ થાય પછી ટ્રીકો કરતાં શીખી જાય. ટ્રીક એટલે પોતાની વધારે બુદ્ધિથી સામાની ઓછી બુદ્ધિનો ફાયદો લેવો તે. ટ્રીક કરે તો તો ચોરમાં ને તારામાં ફેર શો ? આ તો ચોર કરતાં ય વધારે જોખમદારી કહેવાય. ટ્રીક એ તો બુદ્ધિથી સામાને મારે. ભગવાને કહેલું કે, ‘બુદ્ધિથી મારતાં મારતાં તું નિર્દય થઇ જઇશ, એના કરતાં તો હાથેથી મારવું સારું કે જેથી કયારેય દયા આવશે. આખું જગત બુદ્ધિથી મારી રહ્યું છે, એ તો ઊંચામાં ઊંચું રૌદ્રધ્યાન કહેવાય ! એનું સીધું ફળ નર્કગતિ આવે. રૌદ્રધ્યાન એટલે કો’ક સુખને કોઇપણ
આપ્તવાણી-૨
૩૧૬
રીતે પડાવી લેવાની ઇચ્છા, કોઇને કોઇપણ રીતે દુ:ખ આપવું એ જ ઇચ્છા. આ કપડું ખેંચીને વેચે છે એ જ રૌદ્રધ્યાન, ‘આટલું કપડું તો બચશે’ એમ કહેશે. આ હિસાબ તો કેવો છે ? ૯,૯૯૯ રૂ. મળવાના છે, તો રૌદ્રધ્યાનથી ય એટલા જ મળે છે અને એ ધ્યાન વગરથી ય એટલા જ મળે છે. આ તો ઉપરથી કપડાં ખેંચીને ધ્યાન બગાડે તે કહેશે કે, ‘કમાવા એવું તો કરવું પડે ને ?’ આ લોકોને લક્ષ્મીજી આવશે એ શ્રદ્ધા નથી રહેતી. અલ્યા, જે શ્રદ્ધા પર તે દુકાન કાઢી છે, એ શ્રદ્ધા પર ધ્યાન ના બગાડીશ અને એ જ શ્રદ્ધાથી નફો મળશે એમ રાખ.
જગતના લોકો બધા અંધશ્રદ્ધાથી ચાલે છે, મોટર ચલાવનારો ય અંધશ્રદ્ધાથી ચાલે છે. ‘જ્ઞાની પુરુષ’ મોટરમાં બેસે તો કહે કે, “કાં તો ટકરાશે ને કાં તો બચશે. જો હો તે ભલે હો.’ આ તો જ્ઞાન ના હોય તો પણ અંધશ્રદ્ધા પર ચલાય !
બુદ્ધિ સંસારાનુગામી જ !
ભટકનારના દોષે ભટકાવનાર ઊભા થાય છે. ભટકાવનારા તો બહુ ભોગવશે, કારણ કે પોતાની બુદ્ધિથી સામાની પાસે લાભ લીધો. બુદ્ધિથી તો સામાને લાભ કેમ થાય તે જોવાનું હોય, પણ આ તો દુરુપયોગ કરે છે, તેને વ્યભિચારિણી બુદ્ધિ કહી. કૃષ્ણ ભગવાને ગીતામાં બુદ્ધિને વ્યભિચારિણી કહી છે. બુદ્ધિથી આ કશું જ કરવાની જરૂર નથી, સહેજાસહેજમાં પ્રાપ્ત થાય એવું આ જગત છે. આ તો ભોગવતાં નથી આવડતું, નહીં તો મનુષ્ય અવતારમાં ભોગવી શકે એવું છે; પણ આ મનુષ્ય ભોગવી શકતો જ નથી અને પાછા એમના ટચમાં આવેલાં બધાં જાનવરો ય દુ:ખી થયાં છે. બીજા કરોડો જીવો છે છતાં દુઃખિયા એકલા આ મનુષ્યો જ, કારણ કે બધાનો દુરુપયોગ કર્યો; બુદ્ધિનો, મનનો બધાનો જ. આ મનુષ્ય એકલો જ નિરાશ્રિત છે. આ સામે બહારવટિયો આવે તો ‘મારું શું થશે?” એવો વિચાર આ મનુષ્યોને જ આવે. ‘હું કેવી રીતે ચલાવીશ ? મારા વગર ચલાવશે જ કોણ ?' એવી જે ચિંતા કરે છે એ બધાં જ નિરાશ્રિત છે; જયારે પેલાં જનાવરો ભગવાનનાં આશ્રિત છે. તેમને તો ખાવા-પીવા આરામથી મળે છે, એમને ડોક્ટર, હોસ્પિટલ એવું