________________
આપ્તવાણી-૨
૩૧૩
અમારામાં નામે ય બુદ્ધિ ના હોય, અમે ‘અબુધ’ હોઇએ. કવિએ કહ્યું છે ને કે,
‘ભાવ, નો, દ્રવ્યનાં ઝાળાં ખંખેરી જાણ જો અબુધ અધ્યાસે’ - નવનીત
અબુધ-અધ્યાસ થાય તો એ જાળાં ખંખેરાશે, બુદ્ધિથી એ જાળાં પડી નહીં જાય. બુદ્ધિ તો એનું કામ કર્યા કરશે, પણ એને વાપરવાની નથી. આ તો સાપ હોય ત્યાં બુદ્ધિની લાઇટ ધરીને જુએ તો અજંપો થાય અને ‘વ્યવસ્થિત’ કહે છે ‘જાને તું તારે, કોઇ કશું ય કરડવાનું નથી !' તો નીરાકુળતા રહે. બુદ્ધિ તો સંસારમાં જયાં જયાં એની જેટલી જરૂર છે એટલો એનો સહજ પ્રકાશ આપે જ છે અને સંસારનું કામ થઇ જાય છે, પણ આ તો વિપરીત બુદ્ધિ વાપરે છે કે વખતે સાપ કરડી જશે તો ! એ જ ઉપાધિ કરાવે છે. સમ્યક્ બુદ્ધિથી સર્વ દુ:ખ કપાય અને વિપરીત બુદ્ધિથી સર્વ દુઃખો ઇન્વાઇટ કરે.
ત્રણ પ્રકારની બુદ્ધિ એક અવ્યભિચારિણી બુદ્ધિ, બીજી વ્યભિચારિણી બુદ્ધિ અને ત્રીજી સમ્યક્ બુદ્ધિ. આ ત્રણ પ્રકારમાં કોઇ અવતારમાં ય જિનનાં દર્શન કરેલાં હોય, તેને સમ્યક્ બુદ્ધિ ઉછરે. શુદ્ધ જિનનાં દર્શન કર્યા હોય અને ત્યાં શ્રદ્ધા બેઠી હોય તો બીજ નકામું જતું નથી, તેથી અત્યારે સમ્યક્ બુદ્ધિ ઉત્પન્ન થાય, અને પછી સહજ ભાવે માર્ગ મળી આવે.
આ કરિયાણાના ગાંધીને ૨૦૦૦ રૂપિયા ના આવે તો ઘરાકની સાથે ઝઘડો કરે, તે પછી ઘરાક એકાદ ધોલ આપી દે ને ફોજદારી કેસ થાય. આ તો હજી રૂપિયા આપ્યા નથી ને ફોજદારી કેસ થાય, એટલે કહે, ‘હું તો દુ:ખી દુ:ખી થઇ ગયો. આ તો પોતે જ દુઃખને બોલાવે ! આ દુઃખોને જો ના બોલાવે તો એકે ય આવે તેમ નથી. વિપરીત બુદ્ધિથી જ દુઃખો ઊભાં થાય છે. વિપરીત બુદ્ધિ એટલે ઊંધી ધારે શાક સમારવું, શાક
છોલાય નહીં ને આંગળીમાં લોહી નીકળે.
જેનામાં અક્કલ છે એનો મોક્ષ ના થાય. જગત જેને અક્કલવાળો
આપ્તવાણી-૨
કહે છે એ તો બહુ જ કમઅક્કલ છે. અક્કલવાળો પોતાની જ ઘોર ખોદે છે, એને અમે કમઅક્કલ કહીએ છીએ. અમે પોતે જ અક્કલ વગરના છીએ ને ! અબુધ છીએ !! અમારામાં છાંટો ય બુદ્ધિ હોય તો બધાં ધ્યાન ઊભાં થઇ જાય, ધંધામાં થાય કે, ‘આ પૈસા વધારે લઇ ગયો, આણે આમ કર્યું,' તે જ્ઞાન જ ખલાસ થઇ જાય.
૩૧૪
બુદ્ધિ વપરાશની લિમિટ !
અમે સવારે સાત વાગ્યે ‘દાદર' સ્ટેશને બેઠેલા, ત્યારે લોકોએ સામટી લાઇટો બંધ કરી દીધી. તે બુદ્ધિવાળો શું પૂછે કે, ‘આમ કેમ કર્યું ?” આ સૂર્યનારાયણ ઊગે છે તેનું તેજ આવે છે, તેથી હવે આ લાઇટોની શી જરૂર ? અમે કહીએ છીએ કે ‘આ’ ફુલ લાઇટ આવી ગયા પછી બુદ્ધિની લાઇટ બંધ કરી દો ! જેમ આ લોકો આમાં કેવા જાગ્રત છે કે ઇલેક્ટ્રિસિટી વપરાઇ જાય છે તેમ આપણા લાઇટમાં, મૂળશક્તિમાં બુદ્ધિ વાપરવાથી પાવર વેડફાઇ જાય છે ને એ લાઇટ ના વાપરે તો મૂળ લાઇટમાં વધારો થાય.
પ્રશ્નકર્તા : બુદ્ધિનો પ્રકાશ તો રહેવાનો જ ને ?
દાદાશ્રી : હા, એ બુદ્ધિ જરૂર પડે તો કામ કરી જાય પણ બટન ચાલુ રાખવાની જરૂર નથી. એ તો ઓટોમેટિક ચાલુ થઇ જ જાય છે. પણ બટન ચાલુ રહી ના જવું જોઇએ. સંસારી હિત શેમાં છે તે બુદ્ધિ દેખાડે. સંસારી કોઇપણ ક્રિયામાં બુદ્ધિનો જ ઉપયોગ હોય છે અને ‘હું શુદ્ધાત્મા છું' એ જ્ઞાનનો ઉપયોગ છે.
આત્મા સહજ સ્વરૂપે જ છે, પણ પ્રકૃતિ સહજ થાય ત્યારે એ સહજ રહે, એનું ફળ આવે. પ્રકૃતિ સહજ કયારે થાય ? બુદ્ધિબહેન વિશ્રાંતિ લે ત્યારે પ્રકૃતિ સહજ થાય. કોલેજમાં ભણતા હતા ત્યાં સુધી બુદ્ધિબહેન આવતાં હતાં, પણ હવે ભણી રહ્યાં, હવે શી જરૂર છે ? હવે એને કહીએ કે ‘તમે ઘેર રહો, અમારે જરૂર નથી.' તેને પેન્શન આપી દેવાનું. બુદ્ધિ ચંચળ બનાવે, તેથી આત્માનો જે સહજ સ્વભાવ છે એનો સ્વાદ ચાખવા મળતો નથી. બહારનો ભાગ જ ચંચળ છે, પણ જો બુદ્ધિને બાજુએ બેસાડે