________________
૩૧૨
આપ્તવાણી-૨
દાદાશ્રી : બહાર સંકલ્પ-વિકલ્પ શાને કહે છે તે ખબર છે ? મહીં સારા કે ખરાબ વિચાર આવે તેને સંકલ્પ-વિકલ્પ કહે છે, પણ એ ઓળખ્યા વગરની વાત છે. ‘હું ચંદુલાલ છું’ એ પહેલો વિકલ્પ, ‘હું આનો ધણી છું એ બીજો વિકલ્પ, ‘હું આનો બાપ છું, વકીલ છું” એ બધા વિકલ્પો અને ‘આ દેહ, મોટર, બંગલા, મારા છે” એ સંકલ્પ; “હું” અને “મારું” એ અનુક્રમે વિકલ્પ અને સંકલ્પ.
જ્ઞાન અને બુદ્ધિમાં ફેર શો ? બુદ્ધિ એ ભેદ પાડે છે, મારું-તારું કરાવે; જયારે જ્ઞાન અભેદ કરાવે. બુદ્ધિ-જ્ઞાન એટલે કે આ જગતનાં તમામ શાસ્ત્રોનું જ્ઞાન જાણે, પણ પોતાને ના જાણે તો એ અહંકારી-જ્ઞાન, એને બુદ્ધિ કહી ને સ્વરૂપના જ્ઞાનને જાણે તો નિર્અહંકારી-જ્ઞાન થઇ જાય, એ જ્ઞાન છે. બુદ્ધિ તો પોતાનાં છોકરાં અને બૈરાં વચ્ચે ય ભેદ પડાવ્યા કરે.
બુદ્ધિ અને જ્ઞાત ! દાદાશ્રી : બુદ્ધિ અને જ્ઞાનમાં કંઈ ફેર ખરો ?
પ્રશ્નકર્તા : બુદ્ધિ એટલે પ્રત્યક્ષ સિદ્ધ કરી શકાય એવી સમજ અને જ્ઞાન એટલે બુદ્ધિથી પર, જેને સુપર-નોલેજ, પરાવિદ્યા કહેવાય.
દાદાશ્રી : એની ડેફિનેશન હું કહું આખા જગતના બધા જ સજેન્ટ્સ હોય તેમાંથી બે-ચાર સજેટ્સ જાણે તેને લોકો નોલેજ કહે છે, પણ આખા જગતના બધા જ સજેટ્સ જાણે તે પણ બુદ્ધિમાં સમાય, કારણ કે તે અહંકારી જ્ઞાન છે. અહંકારી જ્ઞાન તે બુદ્ધિ છે અને નિર્અહંકારી જ્ઞાન તે “જ્ઞાન” છે. બુદ્ધિ એ ઇનડિરેક્ટ પ્રકાશ છે, એની તમને સિમિલી આપું. સૂર્યનારાયણનો ડિરેક્ટ પ્રકાશ એ ડિરેક્ટ જ્ઞાન જેવું છે અને બીજું ઇનૂડિરેક્ટ પ્રકાશ, જે સૂર્યનારાયણનો પ્રકાશ અરીસા પર પડે અને તે રૂમમાં પ્રકાશ આપે તે ઇનૂડિરેક્ટ પ્રકાશ. આત્માનો ડિરેક્ટ પ્રકાશ એ જ્ઞાન છે. બુદ્ધિનો પ્રકાશ ધ્રુ મીડિયમ છે; ઇનડિરેક્ટ છે. આત્મા એ સ્વ-પર પ્રકાશક છે અને બુદ્ધિ પર-પ્રકાશક છે. બુદ્ધિ એ વિકલ્પો કરાવે. સંકલ્પો-વિકલ્પો થાય છે તમને ?
પ્રશ્નકર્તા: “સંકલ્પ-વિકલ્પ’નો એક્કેક્ટ મીનિંગ મને નથી સમજાતો
ભેદબુદ્ધિ ભેદબુદ્ધિ હોય ત્યાં સુધી લાગે, “હું ચંદુલાલ ને આ રાયચંદ' અને મહાવીર જુદા, નેમીનાથ જુદા, કૃષ્ણ જુદા, બધામાં ભેદ લાગે; ને ‘જ્ઞાની પુરુષ'ને ભેદબુદ્ધિ ના હોય, એ આત્મસ્વરૂપમાં રહે અને બધે અભેદ જુએ. અમને તો બધાનામાં હું જ બેઠેલો છું એવું રહે. રીયલ સ્વરૂપ જાણી લઇએ એટલે અભેદતા આવે.
વીતરાગો નિષ્પક્ષપાતી હોય, તેમને બધામાં અભેદતા લાગે. કાળચક્રના આધારે માર ખા ખા કરે છે, જો ‘જ્ઞાની પુરુષ' મળે તો માર ખાવાના ના હોય, જ્ઞાની મળે તો ઉકેલ આવે.
બુદ્ધિ પ્રકાશક ખરી, પણ પર-પ્રકાશક ડિરેક્ટ લાઇટ છે, અરીસામાંથી સૂર્યના પ્રકાશના એરિયાં પડે તેમ. જેનો જેટલો મોટો અરીસો એટલો એનો પ્રકાશ પડે. કેટલાક તો બેરિસ્ટરો એવા હોય છે જે રોજના હજારો કમાય, કારણ કે અરીસો મોટો છે અને કેટલાકનું તો ટહૂં ય ના ચાલે. બુદ્ધિનું ફળ શું ? બહુ બુદ્ધિ વધે ત્યારે બુધ્ધ થઇ જાય !