________________
આપ્તવાણી-૨
વખતે જ વિચાર કરવો, સુવિચારો જે હિતકારી છે તે ભરવા. મહીં કોઇ અવળો વિચાર આવે તો તેને પેસવા જ ના દેવો, નહીં તો ઘર કરી જાય. આ ઓફિસમાં ચોર જેવો કોઇ આવે, તે એને પૂછીએ કે, “તું કોણ છે ? તારો વ્યવસાય શો છે ?' આ તો એને પેસવા જ ના દેવાય. આ તો કોઇ ને લકવો થયો હોય તો તેને જોઇ આવીએ ને પછી વિચાર આવે કે આપણને આમ લકવો થશે તો ? એ અવળા વિચાર કહેવાય. એને પેસવા જ ના દેવાય. આ ‘આપણી’ સ્વતંત્ર રૂમમાં કોઇને પેસવા ના દેવાય. પેસવા દેવું એ જોખમકારી છે, એનાથી તો સંસાર ઊભો છે, અનંત પ્રકારના વિચાર આવે તો કહી દઇએ કે, ‘ગેટ આઉટ.’ ‘દાદા’નું નામ દેવાનું તે અટકી જાય. આ બહારવટિયા રાત્રે બૂમ પાડે તો શું રાત જતી નથી રહેવાની ? આ તો ટેમ્પરરી છે, રાત વીતી જવાની છે. આપણે તો અનંત શક્તિવાળા છીએ.
૩૦૯
મનનો સ્વભાવ કેવો છે ? સીધું વળે નહીં ને જો પટાવી-સમજાવીને વાળે તો વળ્યા પછી ત્યાંથી ખસે નહીં, પાછું ફરે નહીં. તેથી આ નાનાં બાબા-બેબીને સારા સંસ્કાર પાડવાં, તો પછી એ સારા સંસ્કાર જાય નહીં.
છોકરાંઓને વિચારો આવે એ કાર્યકારણ વિચારો આવે, તે વિચાર આવે છે કે તરત જ કાર્યમાં આવી જાય. મોટો થાય એટલે ક્રિકેટના વિચારો આવે, છતાં વાંચતો હોય.
મત:પર્યાય જ્ઞાત !
બધા મનુષ્યનો સ્વભાવ કેવો છે કે વિચાર આવે તેને કહે, ‘મને વિચાર આવ્યો.’ અલ્યા, તું પોતે અને વિચાર બંને જુદા છે. ‘મને વિચાર આવ્યો' એ વાક્ય જ ઇટસેલ્ફ બોલે છે કે ‘હું’ અને ‘વિચાર’ બંને જુદાં છે. ‘હું વિચારું છું’ એમ નથી બોલતો, ‘મને વિચાર આવે છે કે મારા આવા વિચાર છે' એમ કહે છે. માટે વિચાર સેલ્ફથી કમ્પ્લીટ છૂટા જ છે. આ તો અલૌકિક જ્ઞાન છે ! આ તો મનઃપર્યાય જ્ઞાન ઊભું થયું છે, વિચાર આવે ને પોતે જ્ઞાતાદ્રષ્ટા રહે. આ જ્ઞાનથી તો બુદ્ધિના પર્યાયો પણ જોઇ શકાય તેમ છે !
આપ્તવાણી-૨
આ મનના વિચાર અજ્ઞાનીને ય દેખાય, છતાં ય તે પર્યાય જાણવાનું, આત્મા થયા વગર મનઃપર્યાય જ્ઞાનમાં ના ગણાય. આ મનના પર્યાયો નિરંતર બદલાય, તેના જ્ઞાતાદ્રષ્ટા રહે તે જ મન:પર્યાય જ્ઞાન.
૩૧૦
મનની અવસ્થા જોઇ શકે તેને જ્ઞાની કહ્યો છે. મનનાં કોમ્પ્રેશન કે ટેન્શન, કેટલું ઊંચું ગયું, કેટલું નીચું ગયું, કેવો ઉલ્લાસ આવ્યો, કેવું ડીપ્રેશન આવ્યું, એ બધા જ પર્યાયો જોવા એ જ મન:પર્યાય જ્ઞાન. ‘સ્વરૂપ જ્ઞાન' વગર તો મન જરા બતાવે તો ચોંટી પડે-મને મને' કરીને ! મન:પર્યાય જ્ઞાન પ્રાપ્ત કરવા લાખ અવતાર શિષ્ય થવા તૈયાર થઇ જાય ! ક્રમિક માર્ગમાં સાધારણ મન:પર્યાય જ્ઞાન હોય અને આ આપણા અક્રમ માર્ગમાં સજ્જડ મનઃપર્યાય જ્ઞાન થાય, આ તો બુદ્ધિના પર્યાયો પણ જોઇ શકે, તે પણ જ્ઞાન જ કહેવાય. ચિત્તને તો અજ્ઞાની પણ જોઇ શકે. તે તો અશુદ્ધ ચિત્ત કહેવાય, તે જ્ઞાનમાં ના ગણાય, કારણ કે એને અહંકાર પણ જોઇ શકે.
આ અક્રમ માર્ગ તેથી મન:પર્યાય જ્ઞાન ઊભું થઇ ગયું છે ! તેથી જ કોઇ માટે દ્વેષ થતો હોય તો મન:પર્યાય જ્ઞાનથી મનની ખબર પડી જાય ને ત્યાં સીલ-દાટો મારી દેવાય, જયારે એ માણસ ફરી ભેગો થાય ત્યારે ભડકો થતો એની મેળે અટકી જાય. એ મનઃ પર્યાય જ્ઞાન ના હોય
તો તો ભડકો થઇ જાય. આ તો મન:પર્યાય જ્ઞાન, તે આપણે દુકાને બેઠા હોઇએ તો ય આપણે જાણીએ કે ચંદુભાઇ માટે આવા પર્યાય અને લલ્લુભાઇ માટે આવા પર્યાય બતાવે છે, તે ત્યાં આગળ ચેતીને ચાલીએ. ભલભલા સાધુઓને, આચાર્યોને પણ મન:પર્યાય જ્ઞાન ના હોય, શ્રુતજ્ઞાનમાં જ હોય તેઓ.
આ તો તમને કલાકમાં જ સ્વરૂપનું ભાન ‘અમે’ કરાવી આપીએ છીએ, તેથી આ બધું સહજ પ્રાપ્ત થઇ જાય છે; બાકી લાખ અવતારે ય ઠેકાણું પડે તેમ નથી !
܀܀܀܀܀