________________
આપ્તવાણી-૨
નથી. ‘જ્ઞાની પુરુષ’ પાસે આ બધું વિગતવાર સમજી લેવાનું એટલે વાંધો ના આવે.
૩૦૭
વિચારોતી - આશ્રવ, નિર્જરા !
મહીં બહુ વિચાર આવે, તેમાં તન્મયાકાર રહે તો આશ્રવ કરે અને બંધ પડે. વિચારોનાં જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા તો નિર્જરા થાય અને સંવર રહે, કર્મને દાટો લાગી જાય. વિચાર તો બધાને આવે. ગાંઠો ફૂટે, વધારે ઇન્ટરેસ્ટેડ ગાંઠો ફૂટે, એ પણ અનટાઇમલી બોમ્બની જેમ. તે રાતે, ત્રણ વાગ્યે પણ ગાંઠ ફૂટે, પણ ફુટે તે પહેલાં જાગતાં કરે. સ્વપ્ન આવે કે ગમે તેમ પણ જગાડીને ફૂટે, એ ય લીંકમાં ફુટે. આ તો પોતાને ગમતી ગાંઠો હોય તે સંયોગ મળે ત્યારે ફુટે અને જો વંચાય અને તન્મયાકાર થયા તો કર્મ ચોંટે અને વાંચીને જવા દઇએ એટલે પછી પાછી એ ગાંઠ ના આવે. આ વિચારો આવે છે એ મનમાંથી આવે છે, એ આપણાથી તદ્દન જુદા છે, પણ ત્યાં તન્મયાકાર થઇ જાય છે. તન્મયાકાર ના થાય ત્યાં આત્મ ધર્મ ઊભો છે. સંયોગ ભેગો થાય તો મનની ગાંઠો ફુટે. આ ગાંઠો લોભની પણ હોય અને વિષયોની પણ હોય. તે ગાંઠો પ્રમાણમાં નાનીમોટી જાતજાતની હોય. જેનો બહુ જ ઇન્ટરેસ્ટ હોય એ ગાંઠો મોટી હોય, તેના બહુ વિચાર આવે. એ વિચારોને છેદવા માટે તેમને ‘જો જો’ કરવું પડે. આ વિચારો વાંચી શકાય એવા છે. ગમતા વિચારો આવે એમાં તન્મયાકાર રહે અને ના ગમતા વિચારો આવે તો તરત જ પોતાથી તે છૂટા છે એમ લાગે.
તા ગમતામાં ચોખ્ખું મત !
ના ગમતું ચોખ્ખા મને સહેવાઇ જશે ત્યારે વીતરાગ થવાશે. પ્રશ્નકર્તા : ચોખ્ખું મન એટલે શું ?
દાદાશ્રી : ચોખ્ખું મન એટલે સામા માટે ખરાબ વિચાર ના આવે તે, એટલે શું ? કે નિમિત્તને બચકા ના ભરે. કદાચ સામા માટે ખરાબ વિચાર આવે તો તરત જ પ્રતિક્રમણ કરે, અને તેને ધોઇ નાખે.
આપ્તવાણી-૨
પ્રશ્નકર્તા : ચોખ્ખું મન થઇ જાય એ તો છેલ્લા સ્ટેજની વાત ને ? અને જ્યાં સુધી સંપૂર્ણ ચોખ્ખું નથી થયું ત્યાં સુધી પ્રતિક્રમણ કરવાં પડે ને ?
૩૦૮
દાદાશ્રી : હા, એ ખરું; પણ અમુક બાબતમાં ચોખ્ખું થઇ ગયું હોય, અને અમુક બાબતમાં ના થયું હોય એ બધાં સ્ટેમ્પિંગ છે. જયાં ચોખ્ખું ના થયું હોય ત્યાં પ્રતિક્રમણ કરવું પડે.
અમને તો પહેલીથી જ જગતના શબ્દેશબ્દનો વિચાર આવે. પહેલાં
ભલે જ્ઞાન નહોતું, પણ વિપુલમતિ એટલે બોલતાંની સાથે જ ફોડ પડે, ચોગરદમના તોલ થાય. વાત નિકળે તો તરત જ તારણ નીકળી જાય, આને ‘વિપુલમતિ’ કહેવાય. વિપુલમતિ હોય જ નહીં કોઇને. ‘આ’ તો એક્સેપ્શન કેસ બની ગયો છે ! જગતમાં વિપુલમતિ ક્યારે કહેવાય? એવરીવ્હેર એડજસ્ટ કરી આપે એવી મતિ હોય. આ તો કાચું કાપવાનું હોય તેને બાફી નાખે અને બાફવાનું હોય તેને કાચું કાપી નાખે તો ક્યાંથી એડજસ્ટ થાય ? પણ એવરીવ્હેર એડજસ્ટ થવું જોઇએ.
કાર્યતો પ્રેરક કોણ ?
પ્રશ્નકર્તા : કાર્ય કરવા પ્રેરણા કોણ આપે છે ?
દાદાશ્રી : એ પ્રેરણા તો ગયા અવતારનાં કોઝીઝ છે તેની ઇફેક્ટ માત્ર છે. મનના વિચારથી પ્રેરણા થાય છે. કંઇ પણ કાર્ય થાય, તે શુદ્ધાત્મા કરતો નથી, પ્રતિષ્ઠિત આત્મા કરે છે.
મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અંતઃકરણનાં અંગ છે. વિચારે ચઢે તે મન; અહીં બેઠા હોય ને બહાર ભટકે તે ચિત્ત, મન જે દેખાડે તે પેમ્ફલેટ અને નક્કી કરે તે બુદ્ધિ અને સહી કરી આપે તે અહંકાર. અંતઃકરણ પ્રમાણે બાહ્યકરણ થાય, કોઇ પ્રેરક છે જ નહીં. જે જે પરમાણુ ભેગાં કર્યાં છે તેવા વિચાર છપાઇ જાય છે, અને તે જ પરમાણુ ઉદયમાં આવે છે. જે પોતે જ વિચારતા હોઇએ તો ગમતા જ વિચાર આવે, પણ જેવાં પરમાણુ ભર્યાં છે તે નીકળે છે. વિચારો સંયોગોને આધીન છે. માલ ભરતી