________________
આપ્તવાણી-૨
૨૯૩
૨૯૪
આપ્તવાણી-૨
દાદાશ્રી : વિકલ્પ એટલે ‘હું' અને સંકલ્પ એટલે ‘મારું.” પોતે કલ્પતરૂ છે, કલ્પે તેવો થાય. વિકલ્પ કરે એટલે વિકલ્પી થાય. હું અને મારું કર્યા કરે એ વિકલ્પ ને સંકલ્પ છે. જયાં સુધી સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી વિકલ્પ તુટે નહીં અને નિર્વિકલ્પ થવાય નહીં. ‘મેં આ ત્યાગું, મેં આટલાં શાસ્ત્રો વાંચ્યા, આ વાંચ્યું, ભક્તિ કરી, પેલું કર્યું,” એ બધા વિકલ્પો છે, તે ઠેઠ સુધી વિકલ્પો ઊભા જ રહે ને ‘હું શુદ્ધાત્મા છું, એમ બોલાય નહીં, ‘હું ચંદુલાલ છું, હું મહારાજ છું, હું સાધુ છું' એ ભાન વર્તે છે ને ‘હું શુદ્ધાત્મા છુંએ ભાન નથી થયું તો ‘હું શુદ્ધાત્મા છું,’ શી રીતે બોલાય ? અને ત્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ શી રીતે ઉત્પન્ન થાય ? આ તો શબ્દ ઉપરથી ઊતરી આવ્યો છે એટલું જ ! એકલા વીતરાગ અને તેમના અનુયાયીઓ જ નિર્વિકલ્પ સમાધિમાં હતા અને એ તો બધું જ જાણે, સીધું જાણે ને આડું ય જાણે ! ફૂલો ચઢે તે ય જાણે ને પથ્થર ચઢે તે ય જાણે, જાણે નહીં તો વીતરાગ કેમ કહેવાય ? પણ આ તો દેહનું ભાન ગયું એને ‘અમે નિર્વિકલ્પ સમાધિમાં છીએ’ એમ લઇ બેઠાં છે ! આ ઊંધે છે ત્યારે ય દેહનું ભાન જતું રહે છે, તો પછી એને ય નિર્વિકલ્પ સમાધિ જ કહેવાય ને ? પેલાને જાગતા દેહનું ભાન જાય ને ચિત્તના ચમત્કાર દેખાય, અજવાળાં દેખાય એટલું જ. પણ આ ન હોય છેલ્લી દશા, એને છેલ્લી દશા માને એ ભયંકર ગુનો છે ! પેલું ભાન તો રહેવું જ જોઇએ અને આ પણ સંપૂર્ણ ભાન રહેવું જોઇએ, તેને નિર્વિકલ્પસમાધિ કહી, નહીં તો વીતરાગોને કેવળજ્ઞાનમાં કશું જ દેખાત જ નહીં ને ?
નિર્વિકલ્પ સમાધિ કોઇ સમજતું જ નથી ને સહુ પોતપોતાની ભાષામાં લઇ ગયા. આત્મા પણ પોતાની ભાષામાં લઇ ગયા ને છતાં કહે છે કે, “મારે આત્મજ્ઞાન જાણવું છે.'
સંત પુરુષો થયેલા હોય તે તેમની ચિત્તની મલિનતા ઓછી થયેલી હોય. તેમને જયારે સંસારની ઇચ્છા થાય ત્યારે શરીરને ગોદા માર માર કરે કે આવી ઇચ્છા કરે છે ! આંખમાં મરચાં પણ નાખે. હવે આવા જ્ઞાનને ફોરેનવાળા શું કહે કે, “આ તો જંગલી લાગે છે.’ મુસ્લિમોને ય આવા લોક જંગલી લાગે, પણ અહીંના લોકને આવા ડાહ્યા લાગે ! આ તો
આંખની ભૂલને લીધે આંખમાં મરચાં નાખે છે. તે એમાં આંખનો શો દોષ ? અહીં જોનારાનો દોષ છે.
હિન્દુસ્તાનમાં તો લોક મોઢાંને ય તાળાં મારે એવાં છે ! આ લોકો તો શરીરનું ભાન જતું રહે તેને નિર્વિકલ્પ સમાધિ કહે છે, કારણ કે ઇન્દ્રિયનું ભાન ગયું ને માનશે કે અતીન્દ્રિયમાં પેઠો. ના, અતીન્દ્રિય તો બહુ છેટે છે. ઇન્દ્રિયનું ભાન જતુ કર્યું, અતીન્દ્રિયમાં પેઠા નથી તો શામાં છો ? નિરિન્દ્રિયમાં, તે નિરિન્દ્રિયમાં જ ‘હમ હમ' કરે ને એને નિર્વિકલ્પ સમાધિ માને છે !
છતાં, આ લોકોની દાનત સાચી રહેલી છે. આંખમાં મરચાં નાખે છે એમાં એમની દાનત સારી છે, માટે કો'ક દહાડો મોક્ષને પામશે.
ક્રમિક માર્ગમાં નિર્વિકલ્પ સમાધિ તો ઠેઠ મોક્ષે જવાનો થાય ત્યારે તેની શરૂઆત થાય; જયારે અહીં અક્રમ માર્ગમાં તમને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઇ ગઇ છે ! ક્રમિકમાં તો ઠેઠ સુધી લોચ કરવાનો, બીજા જે ત્યાગ લખ્યા હોય તે કરવાના; “આ વિધિ કરવાની છે, આ ત્યાગ કરવાનો છે, પેલું કરવાનું છે,’ એ બધું રહે. ત્યાં કર્તા જુદો, કર્મ જુદું, જ્ઞાતા જુદો ને જોડે જોડે, પાછો કહેશે કે, ‘મારે હજી ધ્યાન કરવાનું છે.’ ત્યાં કર્તા જુદો, ધ્યેય જુદું ને ધ્યાને ય જુદું. એમાં તો ત્રણે ય જયારે એક થાય ત્યારે કાંઈક નિર્વિકલ્પનો સ્વાદ ચાખવા મળે, પણ ક્રમિકમાં ઠેઠ સુધી કર્તાપણું રહે; તેથી ધ્યાનનો હું કર્તા છું' એમ કહેશે.
ધ્યેય નિર્વિકલ્પી અને ધ્યાતા વિકલ્પી; તે ધ્યાન કેવું કરે? છતાં, નિર્વિકલ્પીનું ધ્યાન વિકલ્પી કરે છે માટે નિર્વિકલ્પી થશે એમ શાસ્ત્રો કહે છે. પણ આ નિર્વિકલ્પી ના થવા દે ને કહેશે, “મારે આ કરવાનું છે ને પેલું કરવાનું છે.” જરા ઊંઘ આવી જાય તો ખાવાનું ઓછું કરવું છે, તે ખાવાનું ત્યાગ કરવાનું રહ્યું ! તે વિકલ્પના ખાડામાંથી નીકળવા નિર્વિકલ્પીનું ધ્યાન કરે છે !
અમે તમને અહીં એકલો નિર્લેપ આત્મા જ નથી આપ્યો, નિર્વિકલ્પ સમાધિ પણ આપી છે. ક્રમિક માર્ગમાં ઠેઠ સર્વાગ શુદ્ધ આત્મા થાય ત્યારે