________________
આપ્તવાણી-૨
૨૯૧
૨૯૨
આપ્તવાણી-૨
તો સહજ હોવી જોઇએ. ઊઠતાં, બેસતાં, ખાતાં, પીતાં સમાધિ રહે તે સહજ સમાધિ. અત્યારે હું તમારી સાથે વાત કરું છું ને નાક તો દબાવ્યું નથી તો સમાધિ હશે ને ? હું નિરંતર સમાધિમાં જ છું અને કોઇ ગાળ ભાંડે તો ય અમારી સમાધિ ના જાય. આ નાક દબાવીને સમાધિ કરવા જાય એ તો હઠયોગ કહેવાય. હઠયોગથી તો સમાધિ થતી હશે ? આ ગુરૂનો ફોટો જો કો'કે ઉઠાવી લીધો હોય તો ય તેને મહીં કલેશ થઈ જાય! સમાધિ તો નિકલેશ હોવી જોઇએ અને તે ય પાછી નિરંતરની; ઊતરે નહીં એનું નામ સમાધિ ને ઊતરી જાય એનું નામ ઉપાધિ ! છાંયડામાં બેઠા પછી તડકામાં આવે એટલે અકળામણ થાય એવું ! આધિ, વ્યાધિ ને ઉપાધિમાં ય સમાધિ રહે એનું નામ સમાધિ ! સમાધિ તો પરમેનન્ટ જ હોવી જોઇએ.
સાધુઓ સમાધિ કરે છે, હિમાલયમાં જઈને પૂર્વાશ્રમ છોડે ને કહેશે કે, “હું ફલાણો નહીં, હું સાધુ નહીં, હું આ નહીં,” તેથી થોડું સુખ વર્તે, પણ તે નિર્વિકલ્પ સમાધિ ના કહેવાય, કારણ કે તે સમજણપૂર્વક અંદર નથી ગયો.
પ્રશ્નકર્તા એક જણને ઊભાં ઊભાં સમાધિ થઇ જાય છે તે મેં જોયું છે, આપણે બૂમ પાડીએ તો ય એ સાંભળે નહીં.
દાદાશ્રી : એને સમાધિ ના કહેવાય, એ તો બેભાનપણું કહેવાય. સમાધિ કોને કહેવાય ? સહજ સમાધિને, એમાં પાંચે ય ઇન્દ્રિયો બધી જાગ્રત હોય, દેહને સ્પર્શ થાય તો ય ખબર પડે. આ દેહનું ભાન નથી રહેતું એ સમાધિ ના કહેવાય, એ તો કષ્ટ કહેવાય. કષ્ટ કરીને સમાધિ કરે એ સમાધિ ના કહેવાય. સમાધિવાળો તો સંપૂર્ણ જાગ્રત હોય !
સાચી સમાધિ ! પ્રશ્નકર્તા : સમાધિ પરમેનન્ટ હોઇ શકે એ તો હું જાણતો જ નહોતો!
દાદાશ્રી : આખા જગતને બંધ આંખે સમાધિ રહે છે; એ પણ બધાંને રહે કે ના પણ રહે; જયારે અહીં આપણને ઉઘાડી આંખે સમાધિ રહે છે ! ખાતાં, પીતાં, ગાતાં, જોતાં સહજ સમાધિ રહ્યા કરે !! આ દાબડા બાંધીને તો બળદને ય સમાધિ રહે છે, એ તો કૃત્રિમ કહેવાય અને આપણને તો ઉઘાડી આંખે ભગવાન દેખાય, રસ્તે ચાલતાં, ફરતાં ભગવાન દેખાય. બંધ આંખે તો બધા સમાધિ કરે, પણ ખરી સમાધિ તો ઉઘાડી આંખે રહેવી જોઇએ. આંખો બંધ કરવા માટે નથી, આંખો તો બધું જોવા માટે છે, ભગવાન જેમાં છે એમાં જો જોતાં આવડે તો ! ખરેખર તો “જેમ છે તેમ' જો, ‘જેમ છે તેમ' સાંભળ, ‘જેમ છે તેમ' ચાલ. અને છતાં ય સમાધિ રહે એવી ‘દાદા'ની સમાધિ છે ! અને પેલાને તો જગ્યા ખોળવી પડે. અહીં એકાંત નથી, તો જગતમાં કયાં જઇશ ? અહીં તો પાર વગરની વસતિ છે. ભીડમાં એકાંત ખોળી કાઢતાં આવડે એનું નામ જ્ઞાન. આ ગાડીમાં ચોગરદમથી ભીડમાં દબાય ત્યારે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ચૂપ રહેશે, ત્યારે જેટલું જોઇએ તેટલું એકાંત લો. ખરું એકાંત તો ખરી ભીડમાં જ મળે તેમ છે ! ભીડમાં એકાંત એ જ ખરું એકાંત !
નિર્વિકલ્પ સમાધિ ! જગતના મહાત્માઓએ નિર્વિકલ્પ સમાધિ શેને માનેલી ? ચિત્તના ચમત્કારને. દેહથી બેભાન થાય અને માને કે મારું ઇન્દ્રિયજ્ઞાન ખલાસ થઇ ગયું ને અતીન્દ્રિય જ્ઞાન ઊભું થયું નથી. એટલે વચ્ચે નિરિન્દ્રિય ચમત્કારમાં ભટકે ! કોઇને ચિત્ત ચમત્કાર દેખાય, કોઇને અજવાળાં દેખાય, પણ એ ન હોય સાચી સમાધિ. એ તો નિરિન્દ્રિય સમાધિ છે ! દેહનું ભાન જાય તો એ સમાધિ ના હોય. નિર્વિકલ્પ સમાધિમાં તો દેહનું વધારે ચોક્કસ ભાન હોય. દેહનું જ ભાન જતું રહે તો એને નિર્વિકલ્પ સમાધિ કેમ કહેવાય ?
પ્રશ્નકર્તા : નિર્વિકલ્પ સમાધિ એટલે શું ?
દાદાશ્રી : હું ચંદુલાલ એ વિકલ્પ સમાધિ. આ બધું જુએ તે ય વિકલ્પ સમાધિ, આ બાળક કશું ફોડી નાખે તે મહીં વિકલ્પ સમાધિ તૂટી
જાય.
પ્રશ્નકર્તા: સંકલ્પ-વિકલ્પ એટલે શું ?