________________
આપ્તવાણી-૨
૨૮૯
૨૯૦
આપ્તવાણી-૨
વળગ્યાં છે, તેથી પ્રકાશ દેખાતો નથી. પાંચ બાખાં છે તેનાથી પણ સાચું દેખાતું નથી. ઇન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન સાચું હોય નહીં. જ્ઞાનીઓ અતીન્દ્રિય સુખ-શાશ્વતસુખમાં હોય. આત્માને જગાડવા તો ‘જ્ઞાની પુરુષ’ જ જોઇએ, એમાં બીજાનું કામ નહીં.
ધ્યાતા, ધ્યેય ને ધ્યાન એ ત્રણે એકરૂપ થાય ત્યારે પછી જ ‘લક્ષ’ બેસે. એટલે અહીં અમારી હાજરીમાં તમારે તો ધ્યાન કરવાની જરૂર નહીં. લક્ષ વધારે રહે એ અનુભવ કહેવાય. શુદ્ધાત્માના ધ્યાનમાં રહ્યા તે શુક્લધ્યાન. આપણે શુદ્ધાત્માના ધ્યાનમાં હોઇએ ને ‘ફાઇલ’ આવે તો એનો ‘સમભાવે નિકાલ’ કરીએ એ ધર્મધ્યાન. સાધ્ય વસ્તુ પ્રાપ્ત થઇ ગયા પછી સાધનની શી જરૂર ? ધ્યેય પ્રાપ્ત થઇ ગયા પછી ધ્યાતા ને ધ્યાનની શી જરૂર ?
જગતના બધા માર્ગો તે સાધન માર્ગ છે ને આપણો આ સાધ્ય માર્ગ છે ! ધ્યાતા છે નહીં ને ધ્યેય નક્કી કરવા જાય છે ! ધ્યાતા કયારે થવાય ? જયારે જગત વિસ્મત થાય ત્યારે ધ્યાતા થવાય. આ તો ધ્યાનમાં બેઠો હોય ને પૂછીએ કે, ‘તમે કોણ છો ?” તો એ કહેશે કે, ‘હું મેજિસ્ટ્રેટ છું'. તે તેનું ધ્યાન મેજિસ્ટ્રેટમાં છે, તો તે ધ્યાતા ક્યાંથી નક્કી થાય ?
છતાં, પણ જગતના લોકોને જયાં સુધી ‘જ્ઞાની પુરુષ' ના મળે અને તેમની પાસેથી સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી મનની શાંતિ માટે કંઇક સાધનની જરૂર ખરી. કોઇ ગુરૂજી હોય, તેમને ભલે આત્મજ્ઞાન ના હોય, પણ ચોખ્ખા હોય, વિષય અને લક્ષ્મીની ભૂખ ના હોય તો એમના ફોટાનું ધ્યાન ભલે કરે, પછી ભલે તેઓ અહંકારી હોય છતાં એમનું ધ્યાન શાંતિ આપશે. આ રીલેટિવ ધ્યાન કહેવાય, સગડી ધ્યાન કહેવાય અને બીજું, રીયલ ધ્યાન ‘જ્ઞાની પુરુષ' મળે તો પ્રાપ્ત થાય અને પછી તો પરમેનન્ટ શાંતિ મળી જાય. આ રીલેટિવ ધ્યાનમાં જે શાંતિ મેળવો છો, તે તો સાસુ બોલે કે ‘તમારામાં અક્કલ નથી’ તો તે ધ્યાન તૂટી જાય ને ઉપાધિ ઊભી થઇ જાય ! સગડી ધ્યાન કામ ના આપે. ‘જ્ઞાની પુરુષ' શું કરે ? કે કાયમની સમાધિ રહે એવું નિર્લેપ જ્ઞાન આપે. જ્ઞાની મળે તો શું કરવાનું ? ક્રિયાકાંડ એ કશું ય નહીં કરવાના, માત્ર આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ જ તપ !
નાભિપ્રદેશમાં આત્મા ખુલ્લો છે. અમે આવરણ તોડી આપીએ ત્યારે ભગવાન દેખાય. નાભિપ્રદેશના શુદ્ધ ભગવાન પ્રગટ થઇ જાય તો પોતે નિર્લેપ થઇ જાય છે. જેમ પીપળાને લાખ વળગે તેમ આત્માને કર્મ
હેડલ સમાધિ પ્રશ્નકર્તા : દાદા, મને ચાર-ચાર કલાક સમાધિ રહે છે.
દાદાશ્રી : સમાધિ રહે છે ત્યારે તો રહે છે એ બરાબર છે, પણ પછી એ થોડીઘણી જતી રહે છે ?
પ્રશ્નકર્તા : એ તો જતી જ રહે ને ! દાદાશ્રી : તો એ ટેમ્પરરી સમાધિ કહેવાય કે પરમેનન્ટ ? પ્રશ્નકર્તા : એ તો ટેમ્પરરી જ કહેવાય ને !!
દાદાશ્રી : આ જગતમાં ચાલે છે તે બધી ટેમ્પરરી સમાધિ છે, જડ સમાધિ છે. સમાધિ તો નિઃકલેશ અને નિરંતર રહેવી જોઇએ. આ તો બધી ટેમ્પરરી સમાધિ કરે છે. તમે સમાધિ એટલે શું સમજયા છો ?
પ્રશ્નકર્તા એમાં મન એક જગ્યાએ અમુક કાળ સુધી ટકાવી રાખવું હોય તો તે રાખી શકાય.
દાદાશ્રી : પણ એમાં લાભ શો ? પ્રાણોને કંટ્રોલ કર્યો તો લાભ થાય, પણ કાયમની ઠંડક થાય ? આ તો સગડી પાસે બેસે તેટલો વખત ઠંડી ઊડે, પછી એની એ જ ટાઢ ! સગડી તો કાયમની જોઇએ કે જેથી કાયમ ટાઢ ના લાગે. સમાધિ તો જુદી જ વસ્તુ છે. હાથે જો પંખો નાખવાનો હોય તો હાથ દુ:ખે ને ઠંડક થાય, એવી હેન્ડલ સમાધિ શા કામની ? નાક દબાવવાથી સમાધિ થતી હોય તો બાબાને પણ નાક દબાવવાથી સમાધિ થાય. તો જરા નાના બાબાનું નાક દબાવી જોજો, એ શું કરશે ? તરત જ ચિઢાઈને બચકું ભરી લેશે. આ શું બતાવે છે કે આનાથી તો કષ્ટ થાય છે, એવી કષ્ટ-સાધ્ય સમાધિ શા કામની ? સમાધિ