________________
આપ્તવાણી-૨
૨૬૯
૨૭૦
આપ્તવાણી-૨
લોભ હોય, ભૌતિક સુખો જોઇતાં હોય તો લોકોને ના ગમે તે ના કરીશ અને લોકોને સુખ ઊપજે તેવું કરજે, તેવું ગ્રહણ કરજે અને લોકોને દુ:ખ થાય તેવું કરવાનો ત્યાગ કરજે; પણ મોક્ષ જોઇતો હોય તો શુદ્ધ ઉપયોગમાં જ રહેજે.
આપણે જરૂરિયાત પૂરતું જ રાખીએ તેને ત્યાગ કહેવાય. ચાર ખમીસની જરૂર હોય અને બાર રાખે નહીં તેને ત્યાગ કહેવાય. નભાવી લે તેનું નામ ત્યાગી કહેવાય. ત્યાગ તો કોણ કરી શકે ? જેને માથે ‘જ્ઞાની પુરુષ’ હોય તે જ ત્યાગ કરી શકે, એ સિવાય જે કંઇ ત્યાગ કરવા જાય તેનો તેને તો કેફ ચઢતો જાય.
ત્યાગીલિંગ અને ગૃહસ્થલિંગ એમ બે લિંગો કહ્યા, જયારે ત્યાગી લિંગમાં કેફ વધી જાય ત્યારે ગૃહસ્થલિંગમાં (જ્ઞાન) પ્રકાશ થઇ જાય અને ગૃહસ્થલિંગમાં કેફ વધી જાય ત્યારે ત્યાગીલિંગમાં પ્રકાશ વધી જાય. ભગવાને શું કહ્યું છે કે, ‘ગમે તે દશામાં વીતરાગ થઇ શકે છે, ગમે તે લિંગમાં વીતરાગ થઇ શકે છે. અરે ! સ્ત્રી પણ સંપૂર્ણ વીતરાગ થઇ શકે છે, ફક્ત મનુષ્યપણું હોવું જોઇએ, એમાં કોઇ લિંગનો કે દશાનો ઇજારો નથી હોતો.”
મોક્ષને માટે ત્યાગ કરવાની જરૂર નથી, ત્યાગ તો વર્તવો જોઇએ. પછી બીજા ત્યાગની જરૂર નથી, બીજો ભાગ તો ભ્રાંતિ ભાષાનો ત્યાગ છે. ભગવાનનો શુદ્ધ ભાષાનો ત્યાગ હતો. આ બ્રાંતિ ભાષાનો ત્યાગ શું? બીડી પીવાવાળો સમજે કે મેં બીડીનો ત્યાગ કર્યો અને બાધા આપનાર સમજે કે મેં એને ત્યાગ કરાવડાવ્યો. આ ભ્રાંતિનો ત્યાગ તો નાનું છોકરું ય સમજે કે આજથી કાકાએ બીડી છોડી દીધી છે.
તો બીડી આવડી નાની હોય, પણ એક દહાડો આવડો મોટો બીડો બનાવી પીવા લાગ્યા ! ત્યારે મેં શેઠને કહ્યું. “કેમ આવડો મોટો બીડી પીઓ છો ?” ત્યારે શેઠ કહે, “મહારાજે મને એમ કહ્યું છે કે ચાર જ બીડી રોજની પીવી.’ કહ્યું કે, “મહારાજ મારાથી નહીં રહેવાય.” ત્યારે મહારાજે મને કહ્યું કે, “ના, તમારે અમારી આજ્ઞા પાળવી જ પડશે.’
‘હં.. તેથી આ તમે આજ્ઞા પાળો છો ? (!)' તે જોઇને મને આશ્ચર્ય થયું કે ધન્ય છે આ કાળને (!) થોડી વાર થઇ એટલે બીડી પીતા હતા તે અડધી થઇ ગઇ. તે શેઠે પછી શું કર્યું ? કે બે પાંદડાં લઇને નીચેથી ચઢાવવા માંડ્યા ! મેં કહ્યું, ‘શેઠ, આ શું કરો છો ?” ત્યારે શેઠ કહે, “ચારે પૂરું ના થાય એટલે.’
ધન્યભાગ છે આ ! આવું તો ભગવાન મહાવીર પણ નહોતા જાણતા ! ભગવાન મહાવીરને જે જ્ઞાન કેવળજ્ઞાનમાં ના આવ્યું તે જ્ઞાન તમને છે ! ધન્ય છે, ધન્ય છે ! આવું મન હશે એ તો મેં આજે જ જાણ્યું. ધન્યભાગ છે તમારી વૈશ્યબુદ્ધિને ! નહીં તો ચાર બીડી જ પીશ એવું બોલ્યા એટલે બસ બોલ્યા, નહીં તો નહીં બોલવાનું. મહારાજને ચોખું કહી દેવાનું કે મારાથી તમારી આજ્ઞા નહીં પળાય અને બોલ્યા એટલે ક્ષત્રિય. પછી જોને આવડા મોટા ટેટા કરેલા ! અને ઉપરથી પહેલાં મોટો બીડો જોઇને તો લાગ્યું કે વાણિયા તો આવા જ હોય, પણ જયારે નીચેથી બે પાંદડાં ઘાલવા માંડ્યાં ત્યારે મને આશ્ચર્ય થયું કે આવું જ્ઞાન તો ભગવાન મહાવીરને ય કેવળજ્ઞાનમાં ના આવ્યું, એવું જ્ઞાન તમને છે !!! તમે તો કઇ જાતના છો ? હવે આશ્ચર્ય ના થાય મને ? પાછો મને નાસ્તો કરાવડાવે ! આવું લોક છે !
બહુ જાતના લોક મેં જોયા, પણ ભગવાનના કેવળજ્ઞાનમાં ના આવ્યું હોય એવું તો મેં આ શેઠને ત્યાં જ જોયું ! કહેવું પડે શેઠ !! એ શેઠ હજી યાદ આવે છે !!! પાછા શેઠ મને શું કહે છે કે, ‘તમારી સમતાધારી વાત સાંભળીએ છીએ એટલે અમને એમ જ થાય છે કે અંબાલાલભાઇની પાસે જ બેસી રહેવું.” ધન્ય છે એ શેઠને ધન્ય છે એ મહારાજને ય ! પછી શેઠ મને કહે કે, “મહારાજ મારી પાછળ આદુ
આ તે કેવો ત્યાણ ? ! એક સ્થાનકવાસી શેઠ હતા. તે મને કહે કે, ‘તમે રોજ ફરવા નીકળો છો ત્યારે અડધો કલાક, કલાક આવવું, આપણે સાથે બેસીશું.’ શેઠ સારા માણસ હતા, તે અમે પા કલાક, અડધો કલાક, તેમની સાથે બેસતા. એક દહાડો શેઠે આવડી મોટી (બાર ઇચની) બીડી જાતે બનાવી. રોજની