________________
૨૬૮
આપ્તવાણી-૨
ત્યાગ
ત્યાગ બે પ્રકારના, (૧) અહંકારે કરીને ત્યાગ (૨) સહજ વર્તનમાં વર્તાયેલો ત્યાગ.
ખરી રીતે ત્યાગ શબ્દમાં જ અહંકાર સમાયેલો છે. અહંકાર સિવાય ત્યાગ થઇ જ ના શકે અને તેથી તે લક્ષમાં રહ્યા કરે કે મેં ત્યાખ્યું; જયારે વર્તુલો ત્યાગ તે લક્ષમાં જ ના રહે. ત્યાગ કરવાની વસ્તુઓ યાદ ના આવે એટલે ત્યાગને જીત્યો કહેવાય અને અત્યાગ કરવાની વસ્તુઓ પણ યાદ ના આવે એટલે અત્યાગ જીત્યો કહેવાય. ત્યાગ વલ્ય કોને કહેવાય ? જેને ત્યાગ કરવાનો વિચારે ય નથી આવતો તેને અને અત્યાગ વલ્ય કોને કહેવાય ? કે પરિગ્રહ જેની સ્મૃતિમાં-સ્મરણમાં ય ના હોય! મોક્ષ માર્ગમાં ત્યાગની ય શરત નથી અને અત્યાગની ય કન્ડિશન નથી!.
આ જગતમાં બે જ વસ્તુઓનો ત્યાગ કરવાનું ભગવાને કહ્યું છે, (૧) અહંકાર અને (૨) મમતા, અર્થાત્ હું અને મારું - આ બે ભાગ્યા પછી સંસારમાં તારે ત્યાગ કરવાનું રહ્યું જ નહીં ને !
ભગવાને કહેલું કે એક પ્રકારનો ત્યાગ તે કહેવાય કે જે ઉદય કર્મ કરાવે, તે ત્યાગ વીતરાગતાનો નહીં. ઉદયકર્મ ઉપવાસ કરાવે, સામાયિક કરાવે, તો કહે કે, મેં કર્યું. પ્રકૃતિ જે જે પરાણે કરાવે તે બધું જ ઉદયકર્મ
આધીન છે. પ્રકૃતિ જે ત્યાગ કરાવે, તેનાથી આત્મા ઉપર શો ઉપકાર ? તેને વીતરાગતાથી યાચું ના કહેવાય. વીતરાગતાનો ત્યાગ તે અંતરત્યાગ છે, એમાં કેફ ના હોય; જયારે ઉદયકર્મને આધીન ત્યાગ થાય ને કહે કે, “મેં ત્યાખ્યું.’ તે તો નર્યો અહંકાર જ કહેવાય. આવા ત્યાગથી તો નર્યો કેફ ચઢે. ત્યાગનો જે કેફ ચઢે તે તો ભારે સૂક્ષ્મ કેફ. એ કેફ તો અત્યંત કષ્ટથી પણ ના ઊતરે, તો પછી મોક્ષ તો કયારે થાય ? નિશ્કેફીનો મોક્ષ થાય, કેફીનો નહીં. એના કરતાં દારૂડિયાનો સ્થળ કેફ સારો કે પાણી છાંટીએ એટલે તરત જ ઊતરી જાય. લોકો ત્યાગ-વૈરાગ્ય કરીને ય રઝળપાટ કરે છે, મોક્ષ તેમ મળવો સહેલો નથી.
ત્યાગ તો એને કહેવાય કે મોહ ઉત્પન્ન ના થાય. આ ત્યાગી તો ત્યાગ કર્યાના મોહમાં જ રહે છે, તેને ત્યાગ કહેવાય જ કેમ ? ત્યાગ તો શૂરાતનીનું કામ છે. ત્યાગ તો સહેજે વર્તે, કરવો ના પડે. ત્યાગાત્યાગની મૂર્છા સંપૂર્ણ ઊડી જાય તે જ ખરો ત્યાગ. તાદાભ્ય અધ્યાસ એ જ રાગ અને તાદાભ્ય અધ્યાસ નહી તે ત્યાગ. ચાલુ ભાષામાં કહેવાતા ત્યાગને ત્યાગ કહેવાય છે ખરી, પણ તે અંતરંગ ત્યાગના હેતુ સ્વરૂપ છે, છતાં અસલ ત્યાગ નથી.
એક સાધુ રોજ ગાતા : ‘ત્યાગ ટકે નહીં વૈરાગ્ય વિના.' તે મેં તેમને પૂછયું કે, “મહારાજ, પણ વૈરાગ્ય શેના વિના ના ટકે ?” ત્યારે મહારાજ કહે, ‘એ તો ખબર નથી.” ત્યારે મેં તેમને કહ્યું, ‘વૈરાગ્ય ટકે નહીં વિચાર વિના.” આ તો ક્રમિક માર્ગની વાત થઇ. ક્રમિક માર્ગ તો બહુ કઠણ, અનંત અવતારથી ‘ઓલામાંથી પ્લામાં ને ચૂલામાંથી ઓલામાં પડયા જ કરવાનું.' ત્યાગ માત્રથી જ આત્મા ના મળે. ત્યાગ એ તો કષ્ટસાધ્ય છે. જો ત્યાગથી મોક્ષ મળતો હોય તો મોક્ષ પણ કષ્ટસાધ્ય હોય. ભગવાને તો મોક્ષને સહજ સાધ્ય કહ્યો છે.
ક્રમિક માર્ગમાં ય જો ત્યાગ કરો તો તે ક્રોધ, માન, માયા, લોભ નિવૃત કરવા માટે હોય તો જ કરજો. જે ત્યાગથી ક્રોધ, માન, માયા, લોભ વધે તે ત્યાગ ન હોઇ શકે.
ભગવાને શું કહ્યું છે કે, ‘શુદ્ધ ઉપયોગમાં જ રહો.” છતાં સંસારનો