SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ આપ્તવાણી-૨ ગાંડાની હોસ્પિટલ - જગત એક માણસ મારી પાસે આવેલો. તે મને કહે કે, “હું આપનાં દર્શનબર્શન બધું જ કરીશ, પણ મારે મોક્ષ નથી જોઇતો.’ ત્યારે મેં કહ્યું, “સારું બા, અમારી પાસે ય એમ સસ્તો મોક્ષ કયાં છે ? ને તારી પાસે જે તારે જોઇએ છે એ છે જ ને - બંધન!” આપણે ગાંડાની હોસ્પિટલમાં જઇએ અને ગાંડાઓના ટોળામાં જઇને કહીએ, ‘એ ય, હાથ ઊંચો નીચો ના કરીશ’ અને આમ આમ ચાળા કરતો હોય ને તે, એ એને એમ લાગે કે આ ગાંડું કેમ કરે છે ? એમને ડાહ્યું કોણ લાગે ? એમને તો એમનાં ગાંડા ડાહ્યા લાગે ! એમની ભાષા મળતી આવે અને પેલા ડાહ્યાની ભાષા એ ગાંડાને જુદી લાગે એટલે એને ડાહ્યો ગાંડો લાગે ! માટે એવી જગ્યાએ આપણે એની ભાષામાં વાત કરવી હોય તો જ મેન્ટલ હોસ્પિટલમાં રહેવું. આખા વર્લ્ડનું કન્વર્ઝન મેન્ટલ હોસ્પિટલમાં થઇ ગયું છે. હું ૧૯૪૨માં બોલતો હતો કે વર્લ્ડનું કન્વર્ઝન ધીમે ધીમે મેન્ટલ હોસ્પિટલમાં થઇ રહ્યું છે, તે એક દહાડો મેન્ટલ હોસ્પિટલ થઇ જશે ! તે આજે આપણને એમ જ લાગે કે, આ મેન્ટલ હોસ્પિટલના માણસો છે કે શું ? હા, એ જ છે, તમે શું કહો ને એ શું ય કહે. કોઇ કોઇનો સવાલ જવાબ એકઝેક્ટ સાંભળવા મળે નહીં, એવું બધું આ ગાંડાની હોસ્પિટલ જેવું થઇ ગયું છે, તો પછી પેલી મેન્ટલ હોસ્પિટલની વાત જ શી કરવાની ? આખો દા'ડો લોક ગાંડા જ કાઢયા કરે છે ને ! એક કપ ફૂટી ગયો હોયને તો તેના ય ઝઘડા ચાલ્યા કરે, એને મેન્ટલ હોસ્પિટલ કહેવાય. મનુષ્ય તો કેવો હોય? માનવતાવાદી હોય, ડાહ્યા હોય. કપ ફૂટી ગયો હોય, તેની કોઇ ફરી બીજી વાર વાત કરે કે આજે તો કપ ફૂટી ગયો તો કહેશે, એ ય એ વાત ફરી ના કરાય. ફૂટી ગયો તે ફૂટી ગયો, એની ફરી વાત કરવી એ મૂર્ખાઇ છે, પુનરૂક્તિ દોષ લાગે. આ તો આખો દા'ડો કાણ કર્યા કરે કે, કપ ફૂટી ગયો ! આ મિલમાલિકનો બૂટ ખોવાઇ ગયો હોય છે, તે ‘બૂટ ખોવાઇ ગયો, બૂટ ખોવાઇ ગયો’ એમ કરે. અલ્યા, કંઇ હવે મિલમાલિક થઇ બૂટની વાત કરાતી હશે ? રોજ એક એક બૂટ ચોરાઇ જાય તો ય કોઇ ને કહેવું ના જોઇએ. પોતે એમ વિચારવું જોઇએ કે મારી પુણ્ય ખરાબ થઇ ગઇ, તેથી આ ચોરાઇ જાય છે. ઊલટું તારે તો ગુપ્ત રાખવાનું હોય. આ તો એક કપ ફૂટી ગયો હોય તો ય ઝઘડા ચાલે, નહીં ? ! એવું ઘણી જગ્યાએ તમારે જોવામાં આવ્યું છે ને ? અનંતકાળથી લોકોએ પિત્તળને જ સોનું માની વેચાતું લે લે કર્યું છે, પણ જયારે વેચવા જશે ત્યારે ખબર પડશે. ચાર આના ય કોઇ તને નહીં આપે. પોતાનાં દુ:ખ મટે તો જ જાણવું કે, અહીં જ્ઞાની છે, પણ દુ:ખ ના મટે તો એ જ્ઞાનીને આપણે શું કરવાના ?! આપણું દુ:ખ મટે નહીં, આપણું સમાધાન થાય નહીં તો એમની દુકાને બેસી રહેવાનો અર્થ શો છે ? આ તો બુદ્ધિવાદીના તુક્કા છે, એનો દોષ નથી. લોકો એવા છે, ભાન જ નથી સારાસારનું. ફુદાં ઉપરથી આવી પડે એમાં લાઇટ શું કરે ? આ તો ઊંચી વાત આવી ને ના સમજણ પડી એટલે કહેશે, ત્યાં આગળ હંડો, વાત ઊંચી છે, પોતાને સમજણ ના પડે એટલે ત્યાં જાય. એ તો બુધ્ધઓનાં ટોળાં કહેવાય, મોટા મોટા બુધ્ધિશાળીઓ બુધ્ધ થઇ જાય. પ્રશ્નકર્તા : મેન્ટલ હોસ્પિટલ કહ્યું એવું જ ને ? દાદાશ્રી : હા, મેન્ટલ હોસ્પિટલ છે, નહી તો મેન્ટલ હોસ્પિટલ કહેવું સારું લાગતું હશે ? ના સારું લાગે. પણ બહુ થાય ત્યારે કહી દેવું પડે કે, “મેન્ટલ હોસ્પિટલ જેવી દશા છે.’ મેન્ટલ થઇ ગયેલા છે બધાં, મેન્ટલ
SR No.008829
Book TitleAptavani 07
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy