________________
આપ્તવાણી-૨
૨૨૩
૨૨૪
આપ્તવાણી-ર
છે નહીં એટલે તે પાછું ત્યાં પહોંચે, જ્યાં અરિહંત હોય ત્યાં અને નમો સિદ્ધાણે તે સિદ્ધોને પહોંચે જ, પણ જેટલા ભાવથી બોલે તેવું પહોંચે.
આ બધું સમજવું જોઇએ. જૈન ધર્મ એટલે સમજવું, સમજીને ગાઓ કહે છે. આપણા નરસિંહ મહેતા થઇ ગયાને તે નાગરની પોળમાં રહે. એમની પોળ તો નાગરની હોય ને ? મહેતાજી તો રોજ સવારના પોરમાં પરભાતિયાં વહેલા ઊઠીને બોલે, તે બીજા નાગરો એમની ટીખળી કરે. તે સવારના દાતણ કરતાં કરતાં નાગરો મોટેથી ભગત જે બોલે તે બોલવા લાગે, એટલે આખી પોળ બોલવા માંડે. લોકોએ એમના ચાળા પાડવા માંડયા, એ બોલે એવું જ બોલે. એટલે પછી નરસિંહ મહેતા એવું બોલ્યા
મારું ગાયું જે ગાશે તે ઘણાં ગોદા ખાશે, ને સમજીને ગાશે તો વૈકુંઠ જાશે.”
મારું ગાયું ના ગાઇશ, ઘણાં ગોદા ખાઇશ.
તેમ આ નવકાર મંત્ર સમજીને બોલો. આ મંત્ર કોને કોને પહોંચે છે, કયાં કયાં પહોંચે છે તે સમજીને પહોંચાડો. સાધુ તો ભગવાને કોને કહ્યા છે ? જે આત્મદશા સાથે તે સાધુ, બીજા સાધુ ખરા પણ કુસાધુ ! અને વીતરાગોથી માર્ગ જુદો પાડે એ બધાને કુલિંગી કહ્યા. એટલે આ કુલિંગીઓમાં શું કાઢવાનું હોય? આપણે તો ભગવાન મહાવીરની વાત સાચી ગણીએ. આપણે ‘નમો વીતરાગાય' બોલવું.
આ નવકાર મંત્ર બોલે છે ને, તે સમજીને ગાવ. આ બ્રહ્માંડ બહુ મોટું છે, વીસ તીર્થંકરો છે, પંચ પરમેષ્ટિ બહુ છે. મંત્ર સમજીને બોલવાથી પછી ભલે અજ્ઞાની હોય, પણ ૐનું ફળ મળે. તીર્થકર કોને કહેવાય, પંચ પરમેષ્ટિ કોને કહેવાય, એ સમજીને બોલે તો ૐ નું ફળ મળે.
દાદાશ્રી : નવકાર મંત્ર બોલે એકધ્યાનથી તેનું નામ ૐ અને હું શુદ્ધાત્મા છું' એની સાથે નવકાર બોલે તો ૐકાર બિન્દુ સંયુક્તમ્ છે.
ૐકાર બિન્દુ સંયુક્તમ્, નિત્યમ્ ધ્યાયન્તિ યોગીનઃ કામદં મોક્ષદ ચવ, ૐકાર નમો નમ:
બહાર નવકાર બોલે, પણ જો ચોખ્ખા દિલે એકાગ્રતાથી બોલે તો ૐકાર સુંદર બોલાય, તે બધાં પંચ પરમેષ્ટિ ભગવાનને પહોંચે. ‘ૐ’ બોલે તો ય પંચ પરમેષ્ટિ ભગવાનને પહોંચે ને નવકાર બોલે તો ય તે તેમને બધાંને પહોંચે. બધાં વેરના ભુલાવા માટે આપણે ત્રણ મંત્રો સાથે રાખ્યા છે, કારણ કે શુદ્ધાત્મા થયા પછી નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય છે. આપણું આ ‘હું શુદ્ધાત્મા છું' એ લક્ષ ૐકાર બિન્દુ સંયુક્તમ્ કહેવાય અને એનું ફળ શું ? મોક્ષ. આ બહાર ૐનું જે બધું ચાલે છે, એ લોકોને જરૂર છે. કારણ કે જયાં સુધી સાચી વાત ના પકડાય ત્યાં સુધી સ્થૂળ વસ્તુ પકડી લેવી પડે. સૂક્ષ્મ રીતે “જ્ઞાની પુરુષ” એ ૐ કહેવાય. જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે એવા સત્પરુષથી માંડીને પૂર્ણાહુતિ સ્વરૂપ સુધીને ૐ સ્વરૂપ કહેવાય અને એથી આગળ મુક્તિ થાય. મુક્તિ કયારે થાય? જયારે ૐકાર બિન્દુ સંયુક્તમ્ થાય તો. અહીં તમને અમે જ્ઞાનપ્રકાશ આપીએ ત્યારે ૐકાર બિન્દુ સંયુક્તમ્ થાય અને ૐકાર બિન્દુ સંયુક્તમ્ થાય તો મોક્ષ થાય. પછી કોઇ એનો મોક્ષ રોકી શકે નહીં !
નવકાર મંત્ર સંન્યસ્ત મંત્ર કહેવાય. જ્યાં સુધી વ્યવહારમાં છે ત્યાં સુધી ત્રણે ય મંત્રો – નવકાર, ૐ નમો ભગવતે વાસુદેવ અને ૐ નમ: શિવાય - એમ સાથે બોલવાના હોય અને સંન્યસ્ત લીધા પછી એકલો નવકાર બોલે તો ચાલે. આ તો સંન્યસ્ત લીધા પહેલાં નવકાર મંત્ર એકલો ઝાલી પડયા છે !
ૐ ની યથાર્થ સમજ ! પ્રશ્નકર્તા : દાદા, ૐ શું છે ?