________________
આપ્તવાણી-૨
બીજાને ઉપદેશ આપી અભ્યાસ કરાવડાવે છે તે. નમો લોએ સવ્વસાહુણુંએટલે આ લોકના સર્વ સાધુઓને નમસ્કાર. પણ સાધુ કોણ ? આ ભગવું કે ધોળું પહેરી લે તે ? ના, આત્મદશા સાધે તે સાધુ ને બીજા બધા કુસાધુ. ઐસો પંચનમુક્કારો-આ પાંચને નમસ્કાર કરું છું. સવ્વ પાવપ્પણાસણોસર્વ પાપોને નાશ કરનાર છે. મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલમ્સર્વ મંગલમાં ઊંચામાં ઊંચું આ પ્રથમ મંગલ છે.
૨૨૧
ભગવાને બધી જાતના ધર્મ મૂકયા; મોક્ષનો માર્ગ મૂકયો અને શુભાશુભનો પણ માર્ગ મૂકયો, તેમણે અશુદ્ધનો માર્ગ નથી મૂકયો. મંત્રોથી કર્મ હળવાં થાય, ચીકણાં કર્મો હળવાં થાય. પણ એ મંત્ર બોલવા એ ય એક એવિડન્સ છે. જ્ઞાની મળે એ તો નિમિત્ત હોય. જો બધો ફેરફાર થવાનો હોય તો જ નિમિત્ત મળે એવું છે ! કર્મ કોઇને છોડે નહીં, આ તો વિઘ્ન ટળવાનું હોય તો જ પેલું નિમિત્ત મળી જાય. અને મંત્રમાં વિઘ્ન ટાળવાની શક્તિ હોય છે. આ બ્રાહ્મણો હોય છે, એ બધું જોશ વગેરે જોઇને છોડીના લગ્નની પત્રિકા બનાવે, પછી જુએ કે આમાં રાંડવાનું આવે છે એટલે પછી ટાઇમ ફેરફાર કરે, છતાં એ બઇ રાંડવાની હોય તે રાંડે જ. એમાં તો કોઇ ફેરફાર ના કરી શકે ! આ તો ઊંઘતો જવા દે, જાગતો ના જવા દે, એવું છે આ જગત !
તમે તો જૈન છો તે નવકાર મંત્ર બોલો છો કે ?
પ્રશ્નકર્તા : હા, રોજ બોલું છું.
દાદાશ્રી : તો પછી ઉપાધિ મટી ગઇ હશે ને ?
પ્રશ્નકર્તા : પણ સંસારમાં ઉપાધિ તો હોય જ ને ! દાદાશ્રી : જજના હાથનું જજમેન્ટ હોય કે કારકુનનું હોય ? પ્રશ્નકર્તા : જજનું જ.
દાદાશ્રી : તે નવકાર મંત્ર પણ જજે આપેલો હોવો જોઇએ. નવકાર મંત્ર સમજીને બોલો છો કે ઓળખાણ વગર બોલો છો ? આ ઘીની ઓળખાણ ના હોય તો ઘી શી રીતે લાવો ? એ તો પછી બીજું કશુંક
આપ્તવાણી-૨
વળગાડે. મંત્ર તો ‘જ્ઞાની પુરુષ' આપેલો હોય તે યથાર્થ ફળ આપે. આ ત્રિમંત્રો અમારી આજ્ઞાથી બોલે તેનાં સંસારનાં વિઘ્નો દૂર થાય, પોતે ધર્મમાં રહે અને મોક્ષને પણ પામે તેમ છે !
૨૨૨
સર્વ સાધુભ્યામ નમઃ જે બોલે છે, નવકાર મંત્ર પણ બોલે છે, પણ નવકાર આજે અહીં આગળ છે નહીં. નવકાર તો અમે જેમને સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે તે નવકારમાં આવે. બાકી નવકાર ત્યાં બીજાં ક્ષેત્રોમાં પહોંચે છે. નવકાર તેથી બોલવાનો છે. આમને નવકાર પહોંચે નહીં, કારણ કે એ તો એમ જાણે છે કે ‘હું આચાર્ય છું.’
પ્રશ્નકર્તા : આપણે મનમાં નવકાર બોલીએ તો આટોમેટિકલી પંચપરમેષ્ટિ ભગવંતોને પહોંચી જાય છે ?
દાદાશ્રી : નવકાર એવી વસ્તુ છે કે તમે જેને કહેવા માંગો છો તેને તે પહોંચી જાય !
આ આટલા બધા નવકાર મંત્ર બોલે છે ને લોક કહે છે કે, આ ચિંતા બધી કેમ જતી નથી ?' અલ્યા, સાચા નવકાર મંત્રને કોઇ બોલતા નથી. આ આમને પહોંચાડવા નવકાર મંત્ર બોલે છે, તે આ એના અધિકારી ન હોય, આ એમના નામનો કાગળ ન હોય. હવે એમના નામનો કાગળ ના હોય ને એમની ઉપર બીડીએ આપણે, c/૦ ઉપાશ્રયમાં બીડીએ, એટલે હવે પેલાને તો કુદરતી રીતે પહોંચે જ નહીં, એટલે એ ડેડ લેટર ઓફિસમાં જાય; એટલે આપણો લેટર ગયો નકામો અને ચિંતા ઊભી ને ઊભી રહી. આપણે એમ નક્કી કરવું જોઇએ કે, હિન્દુસ્તાનમાં આપણા દેશમાં ભરતક્ષેત્રમાં જયાં સાચા નવકાર હોય ત્યાં નવકાર પહોંચો, યથાર્થ સાધુઓને, યથાર્થ આચાર્યોને અને યથાર્થ ઉપાધ્યાયને પહોંચો. આ ત્રણ જણને જ પહોંચાડવાના છે, સિદ્ધો અને અરિહંતોને તો પહોંચે છે જ.
પ્રશ્નકર્તા : એટલે એમ ઓટોમેટિકલી નવકાર પહોંચી જાય જ ?
દાદાશ્રી : હા, ઓટોમેટિકલી પહોંચી જાય જ. હવે આ નમો અરિહંતાણં બોલીએ છીએ, પણ જાણીએ છીએ કે તે અહીં ભરતક્ષેત્રમાં