________________
૨૨૦
આપ્તવાણી-૨
ત્રિમંત્ર વિજ્ઞાન ભગવાન ઋષભદેવ કે જે બધા ધર્મોનું મુખ છે, સર્વ ધર્મવાળા જેમને માન્ય કરે છે, એમણે સંસાર વ્યવહારનાં વિદ્ગો ટાળવા લોકોને કહ્યું કે, ત્રિમંત્રો સાથે બોલજો. ત્રિમંત્રમાં પંચપરમેષ્ટિ નવકાર મંત્ર, ૐ નમો ભગવતે વાસુદેવાય અને ૐ નમઃ શિવાય-એમ ત્રણ મંત્રો સાથે બોલવાનું, ભગવાને કહ્યું હતું. ભગવાને કહ્યું કે, ‘તમારે તમારી સગવડ માટે દેરાં વહેંચી લેવાં હોય તો વહેંચી લેજો, પણ મંત્રો તો ત્રણે ય સાથે જ બોલજો.’ દરેક ધર્મનું રક્ષણ કરનાર રક્ષક દેવો હોય, શાસન દેવ-દેવીઓ હોય. આ ત્રણે ય મંત્રો સાથે બોલવાથી બધા ધર્મના દેવલોકો આપણી ઉપર રાજી રહે. જો એક જ મંત્ર બોલો તો બીજા ધર્મના દેવો રાજી ના રહે. આપણે તો બધાને રાજી કરી મોક્ષે જવું છે ને ? અત્યારે તો લોકોએ મંત્રો વહેંચી નાખ્યા. મંત્રો તો મંત્રો, પણ અગિયારસે ય વહેંચી લીધી ! શિવની અગિયારસ જુદી ને વૈષ્ણવોની જુદી. જૈનોમાં ય એક તિથિ માટે માર ઝઘડા ઝઘડા કરી જુદા પંથ પાડી દીધા ! મોક્ષે જવું હોય તો નિષ્પક્ષપાતી થવું પડે, સર્વ રીલેટિવ ધર્મોની સત્તા માન્ય કરી રીયલનું કામ કાઢી લેવાનું છે !
મનને ‘તર’ કરે ! જયારે ભગવાને આપેલા મંત્રો વિનોનો નાશ કરે. અમારો આપેલો ત્રિમંત્ર સર્વ વિનોનો નાશ કરે. આ ત્રિમંત્રની આરાધનાથી તો ‘શૂળીનો ઘા સોયે સરે.” બીજા મંત્રો તો મનને તર કરે!
પ્રશ્નકર્તા : આ નવકાર મંત્રમાં તમામ શાસ્ત્રો આવી જાય છે ને?
દાદાશ્રી : જો એવું હોત તો તો પછી ભગવાન મહાવીરે ગૌતમસ્વામી પાસે ૪૫ આગમો ના લખાવ્યા હોત ને એક જ મંત્ર આપીને છૂટી જાત. નવકાર મંત્ર તો શું કરે કે તમારાં આવતાં વિદ્ગોને ટાળે, સો મણનો પથરો પડવાનો હોય તો કાંકરાથી વિઘ્ન દૂર થઈ જાય.
પ્રશ્નકર્તા : શું ત્રિમંત્રો બોલવાથી કર્મો હળવાં થાય ?
દાદાશ્રી: હા, મંત્ર બોલવાથી કર્મો હળવા થાય, રાહત મળે. કારણ કે શાસન દેવ-દેવીઓની સહાય હોય. પણ મંત્રો તો મન, વચન, કાયાની એકાગ્રતાથી બોલવા જોઇએ તો ફળ આપે. આ લોક ઊંઘી ગયું હોય ત્યારે મન, વચન, કાયાની સ્થિરતાથી વિધિ થાય, પણ લોક ઊઠી ગયું હોય તો મહીં હાલી જાય. આ તો ઊઠે ત્યારથી સ્પંદનો ઊભાં થાય અને આત્મા સ્વ-પરપ્રકાશક છે, એટલે આ ચંદુલાલ ઊઠ્યા હોય ને ચંદુલાલ આપણને સંભારે તો તે આપણને ય યાદ આવે, કારણ કે તરત જ સ્પંદનો થવાનાં. તેથી તો આ લોકો ચાર વાગ્યે વિધિ, મંત્ર બોલવાનો નિયમ લેતા ને !
પ્રશ્નકર્તા : દાદા, નવકાર મંત્રનો અર્થ શું ?
દાદાશ્રી: ‘નમો અરિહંતાણં' એટલે શું કે અરિહંત ભગવાન કે જેણે ક્રોધ, માન, માયા, લોભ રૂપી દુશ્મનને હણી નાખ્યા છે, છતાં દેહ સાથે અહીં વિચરે છે, તેમને નમસ્કાર કરું છું. સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું, જે મોક્ષમાં બિરાજેલા હોય તે સિદ્ધ ભગવાન. સિદ્ધ ભગવાન અને અરિહંત ભગવાનમાં ફેર કશો નથી, માત્ર અરિહંત ભગવાનને દેહ છે અને પેલા વિદેહી. ત્રીજા આચાર્ય ભગવંતને નમસ્કાર. પોતે સંપૂર્ણ આત્મજ્ઞાની છે અને બીજાને જ્ઞાનદાન આપે છે તે આચાર્ય ભગવંત કહેવાય. પછી ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર. ઉપાધ્યાય એટલે જે પોતે આત્મજ્ઞાન પામ્યા છે અને હજી સંપૂર્ણ થવા પોતે અભ્યાસ કરે છે અને
પ્રશ્નકર્તા : મંત્ર શું છે ?
દાદાશ્રી : મંત્ર એ મનને આનંદ પમાડે, મનને શક્તિ આપે અને