________________
આપ્તવાણી-૨
૨૧૭
૨૧૮
આપ્તવાણી-૨
મળશે નહીં. માટે જા, પહોંચી જા ‘જ્ઞાની પુરુષ' પાસે.
અહીં સત્સંગમાં બેસીને જે કંઇ ફેરફાર પડતો લાગતો હોય તે વિગતવાર સમજી લેવો જોઇએ, એ જ પુરુષાર્થ છે. “જ્ઞાન” પોઇન્ટ ટુ પોઇન્ટ ધીમે ધીમે સમજી લેવું જોઇએ. સત્સંગ કરતાં સહુથી સહેલો રસ્તો એ કે ‘દાદા’ને રાજી રાખવા તે.
| ‘અમારો’ સંગ ના મળે તો અમારાં’ ‘વાક્યોનો સંગ તે બધો સત્સંગ જ છે. સત્સંગ એટલે શુદ્ધાત્માના રીલેટિવનો સંગ, બીજા કોઇનો સંગ કરવા જેવો નથી; પછી તે સાધુ હોય, સંન્યાસી હોય કે ગમે તે હોય. આપણે તો મહીં માલ જોઇ લેવાનો, પછી બીજું કશું જ આંખોને અડવા દેવા જેવું નથી. શુદ્ધાત્મા ગાય-ભેંસમાં છે એની ખાતરી થયા પછી દેખાવા જ જોઇએ ને ? પછી ના દેખાય એ પ્રમાદ કહેવાય.
જેને ત્યાં આ ‘દાદા'ની આરતી ઊતરે તેને ત્યાં તો વાતાવરણ જ બહુ ઊંચું વર્તે ! આરતી એ તો વીરતી છે ! જેને ઘેર આરતી થાય એને તો ઘેર વાતાવરણ આખું જ ફેરફાર થઇ જાય. પોતે તો ‘શુદ્ધ' થતો જાય ને ઘરનાં બધાં છોકરાંને ય, બધાંને ય ઊંચા સંસ્કાર મળે. આ આરતી બરોબર બોલાયને તો ઘેર દાદા હાજર થાય ! અને દાદા હાજર થયા એટલે બધા જ દેવલોક હાજર થાય અને બધા જ દેવલોકોની કૃપા રહે. આરતી તો ઘેર નિયમિત બોલાય અને એને માટે અમુક ટાઇમ નક્કી કરી રાખવો તો બહુ જ સારું, ઘરમાં એક જ કલેશ થાય તો વાતાવરણ આખું ય બગડી જાય. પણ આ આરતી એ પ્રતિપક્ષી કહેવાય, તેનાથી તો શું થાય ? કે વાતાવરણ સુધરી જાય અને ચોખ્ખું પવિત્ર થઇ જાય !
આ આરતી વખતે તમને જે ફૂલો ચઢે છે એ દેવોને અમે ચઢાવીએ છીએ અને પછી તમને તે ચઢાવીએ છીએ ! જગતમાં કોઇને ય દેવોનાં ચઢાવેલાં ફૂલાં ચઢતાં જ નથી આ તો તમને જ ચઢે છે. એનાથી મોક્ષ તો રહે ને ઉપરથી તમને સંસારી વિઘ્નો ના આવે.
આત્મસ્વભાવ તો સંગમાં રહેતો હોવા છતાં અસંગી છે, તેને કોઇ ડાઘ પડે નહીં, પણ તે “જ્ઞાની પુરુષ’ મળે અને અસંગ આત્મજ્ઞાન એટલે કે દર અસલ આત્મા પ્રાપ્ત કરાવી આપે તો ! નહીં તો આ સંસારમાં તો જે જે ક્રિયા કરીશ તેનો મેલ ચઢયા વગર રહેશે જ નહીં અને મોક્ષ