________________
આપ્તવાણી-૨
ફરજિયાત હોય, પણ ફરજિયાત સત્સંગ હોય તે ગજબનો પુણ્યશાળી કહેવાય ! અને પાછો તમને અલૌકિક સત્સંગ મળે છે !! બહાર બધે જગતમાં ફરજિયાત કુસંગ છે. હવે ફરજિયાત સત્સંગ આવ્યો, ફરજિયાત સત્સંગ ને વળી ઘેર બેઠાં આવે !
૨૧૫
સત્સંગમાં ચળવિચળ થયા તો ભારે જોખમદારી આવી પડે !
વ્યવહારમાં ચળવિચળપણું ચાલે. આ ધર્મમાં તો ચવિચળ થયો તો આત્મા ખોઇ નાખે, આવરણ લાવે.
જગતનો નિયમ છે કે સત્સંગ જયાં રોજ કરતા હોય ત્યાં દશ-પંદર
દહાડે એ જૂનો લાગે. પણ ‘આ’ જગ્યા, જયાં પરમાત્મા પ્રગટ થયા છે ત્યાં ૧૦૦ વર્ષ બેસો તો ય સત્સંગ નીત અનેરો લાગે, રોજ રોજ નવું લાગે. ભગવાને કહ્યું કે, જયાં પરમ જ્યોતિ પ્રગટ થઇ છે ત્યાં સત્સંગ કરજો.’
બહાર તો ધોતિયું પાંચ દિવસ પહેરે ને પછી કંટાળે તેવું લાગે. બહાર તો બોધ વાસિત લાગે, વાસનાવાળો. ભગવાને કહેલું કે, ‘જયાં તીર્થંકર કે આત્મજ્ઞાની હોય ત્યાં બોધ નિર્વાસનિક હોય.' બાકી, તેમના પછી તો બોધ વાસિત જ હોય. કિંચિત્ માત્ર પણ જેને સંસારની વાસના છે તે બોધ વાસી કહેવાય, વાસનાવાળો બોધ કહેવાય. આવો બોધ આપે ત્યારે પોતે મોટા થવાની વાસના હોય. જ્ઞાનીઓ ના હોય ત્યાં સુધી વાસનાવાળા બોધનો આધાર હોય, એટલે કે વાસિત બોધનો આધાર હોય. પણ જ્ઞાનીઓ થાય ત્યારે નિર્વાસનિક બોધનો આધાર મળે અને તેથી જ મોક્ષ થાય ! અહીં સત્સંગમાં મહાત્માઓ એકબીજાનું કામ કરે, પણ અભેદભાવે, પોતાનું જ હોય તેમ !
આ બહાર બોધ વાસી નહીં, પણ ‘વાસિત’. વાસી તો મોડો પણ પચે, પણ આ તો વાસનાવાળો. જયાં વાસના નથી ત્યાં મોક્ષ થાય.
વાસના બોધ બે પ્રકારનાં, પરભાર્યા માટે વાસના કરે એને સારી કહી પણ પોતાને માટે કરે એને માટે તો ભગવાને પણ ના કહી.
આપ્તવાણી-૨
સાચા દિલથી વ્યાખ્યાનમાં સાંભળવા ગયા હોય એને અભ્યુદય ફળ મળે. સાચા દિલથી સાંભળનારા વ્યાખ્યાનકારોની ભૂલ ના કાઢે અને વ્યાખ્યાન આપનારાની સાચા દિલની ઇચ્છા મહાવીરની આજ્ઞા પાળવાની છે ને ! સાચા દિલની સાંભળવાની ઇચ્છા એનો મેળ ક્યારે બેસે ? કે કયારે પણ ભૂલ ના કાઢે તો. આ તો ઓવરવાઇઝ થયેલા એટલે ભૂલો
કાઢે છે.
૨૧૬
બહાર ગમે તેવો સત્સંગ હોય, બુદ્ધિને ગમે તેટલું કહીએ કે શ્રદ્ધા રાખ, પણ બુદ્ધિ કેટલું માને ? ત્યાં આગળ મન, બુદ્ધિ બધાં છૂટાં પડી જાય. જયારે અહીં તો બુદ્ધિ સામેથી શ્રદ્ધા રાખે; મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બધાં ય એક થઇ જાય. જયાં આ બધા એકમત થઇ જાય ત્યાં મોક્ષ ઊભો છે !
કવિ શું ગાય છે આ ‘દાદા’ માટે ?
“પરમાર્થે સત્સંગ દેતા, પોતાના પૈસા ખરચી
જગહિતે ગાળી કાયા, જોતા ના ઠંડી ગરમી.” -નવનીત
આ લોકો ય કયાં ઠંડી-ગરમી જુએ છે ? ચાર વાગ્યે ઊઠીને મા છે, તે બાબા માટે પૌંઆ વઘારીને નાસ્તા બનાવે છે. તે કહેશે કે ‘મારા બાબાને નિશાળ જવું છે, તેથી બનાવું છું. બાબાને સવારમાં નાસ્તો તો જોઇએ ને ?”
ત્યારે બાબો કહેશે, ‘આવું ને આવું શું રોજ રોજ બનાવો છો ?’
આ જુઓ, લોકો ય કંઇ ઠંડી-ગરમી જુએ છે ? છતાં કરેલું બધું જ અલેખે જાય છે, શક્તિ બધી અવળે રસ્તે વેડફાઇ રહી છે. ના મોક્ષનું કામ થાય કે ના સંસારનું કામ થાય. ઘરમાં ય કોઇ જશ આપે નહીં, ને ઉપરથી કહેશે કે, “આ તો આવી છે, આ તો તેવી છે ! નર્યા અપજશનાં જ પોટલાં મળ્યા કરે !
સત્સંગમાં, ‘દાદા’ના પરમ સત્સંગમાં જવાનું મન થયા કરે તે અંતરાય તૂટવાની શરૂઆત થઇ કહેવાય અને ત્યાં જતાં હરકત-રૂકાવટ ના આવે તે અંતરાય તૂટયા કહેવાય.