________________
આપ્તવાણી-૨
૨૧૩
૨૧૪
આપ્તવાણી-૨
‘વીતરાગ’ ભગવાન કેવા પાકા હશે તે સમજીને છૂટયા. જેનાથી તાપમાં દુ:ખ સહન ના થાય તો તે કાદવમાં પડયાં છે. ભગવાન તો કહે છે કે, “અહીં તપેલો સારો, કાદવમાં પડયો તો તો થઇ રહ્યું !તપેલો તો ફરી કયારેક ઠંડો થાય, પણ કાદવવાળો કયારે છૂટે ?! એક ફેરો કાદવમાં પડયો પછી તો કષાયનું સંગ્રહસ્થાન ઊભું થઇ જ જાય, પણ તાપમાં તપે તો કષાય તો મોળા પડે ! આ તો કાદવમાં પડેલો હોય તેનો સંગ થાય, અને એનાથી તો આપણા કષાય ઓછા હોય તો ય સામાવાળાના કષાયો આપણામાં પેસી જાય. એક ફેર કાદવમાં પડયા તો પછી બહુ ભારે પ્રતિક્રમણ કરી નાખવું કે હવે ફરી ના પડાય. પણ એ મિથ્યાત્વીમાં પડ્યા તો તો એ કષાયી, તે એનાથી આપણામાં કષાયો ઊભા થયા વગર રહે ?
સત્સંગ નિરંતર માર માર કરે તે સારો, પણ કુસંગ રોજ દાળ-ભાતલાડુ જમાડે તે કામનાં નહીં. એક જ કલાક કુસંગ મળે તો કેટલાયે કાળનો સત્સંગ સળગાવી મૂકે. આ જંગલનાં ઝાડવા ઉછેરતાં પચીસ વર્ષ લાગે, પણ તેને સળગાવી મૂકતાં કેટલી વાર લાગે ? ‘જ્ઞાની પુરુષ' તો કેટલુંક કરે ? રોજ કાળજી રાખીને જંગલમાં છોડવા વાવે અને કાળજી રાખીને ઉછેરે. તેને પછી સત્સંગ રૂપી પાણી પીવડાવે. પણ કુસંગ રૂપી અગ્નિને તે છોડવાને બાળી મૂકતાં કેટલી વાર ? સૌથી મોટી પુર્વે તે કુસંગ ભેગો ના થાય તે. સંગીઓ કંઇ આપણને એમ કહે છે કે અમારા ઉપર ભાવ રાખો ? તેમની સાથે તો ઉપલક જ ‘જાળીએ રહીને જયશ્રીકૃષણ' કહેવા. સચ્ચિદાનંદ સંગ શું ના કરે ? કેવળજ્ઞાન અપાવે!
આ જ્ઞાનમાં અમે જે જોયું છે તે હકીકત અમારી પાસે છે. “જ્ઞાની પુરુષ” કો'ક દહાડો ભેગા થાય ત્યારે જે પૂછવાનું હોય તે પૂછી નાખો, ત્યારે જો પોતાનું કામ કાઢી ના લે તો શું કામનું ? ‘જ્ઞાની પુરુષ' એટલે એમને કશું જ જાણવાનું બાકી ના હોય.
સત્સંગ એટલે ‘જ્ઞાની પુરુષ'નો વ્યવહાર જોવા માટે ભેળા થવું તે. પ્રશ્નકર્તા : મુક્તિ માટે ભક્તિ કરવી ?
દાદાશ્રી : ભક્તિ તો મુક્તિમાર્ગનાં સાધનો સાથે ભક્તિ કરીએ તો મુક્તિ માટેનાં સાધનો મળે.
જે કોઇ પણ ચીજનો ભિખારી હોય તેનો મોક્ષ માટેનો સત્સંગ કામનો નહીં, દેવગતિ માટે એવાનો સત્સંગ કામ આવે. મોક્ષ માટે તો જે કશાનો પણ ભિખારી નથી, તેનો સત્સંગ કરવો જોઇએ.
વ્યવસ્થિતને આપણે કહી દેવાનું કે, ‘સત્સંગ માટે રાહત આપજે', તો તે તેવું ભેગું કરી આપે અને આપણે નાં કહીએ તો ના આપે.
મહીં તો પાર વગરનું સુખ છલકાય છે, પણ બહાર તો જો સુખ માટે લૂંટ ચલાવે છે, અને તે પણ કપટથી !
ગમે તેમ કરીને સત્સંગમાં જ પડયા રહેવા જેવું છે કે નહીં તો ઘેર પડયા રહેવા જેવું છે, પણ એક ક્ષણ કુસંગને અડવા જેવું નથી, એ તો ઝેર સ્વરૂપ છે.
આપણી મહેનત નકામી ના જાય, દહાડા નકામા ના જાય અને સત્સંગને ભાગે રહેવાય એવું કરવું જોઇએ. ‘આ’ સત્સંગનો ભીડો રહ્યો એટલે કામ થઇ ગયું. આખા જગતને કુસંગનો ભીડો રહ્યો છે. મંદિર કે ઉપાશ્રયે જવાતું નથી, વ્યાખ્યાનમાં જવાતું નથી ને એના માટે કઢાપોઅજંપો કરે ય ખરા કે ઘણું ય આવવું છે, મંદિરમાં પણ અવાતું નથી. કારણ શું ? તો કે’ કુસંગનો ભીડો છે તેથી એ જવા દેતું નથી. અને અહીં આપણે તો સત્સંગનો જ ભીડો અને કેવું જગત વિસ્તૃત રહે ! બધું
પ્રગટ જ્ઞાતીનો સત્સંગ !
આ દાદાનો સંગ, એ સત્સંગ તો શુદ્ધાત્માનો સંગ, છેલ્લામાં છેલ્લો સંગ અહીં અપાય છે, કેવળ જ્ઞાન સિવાય બીજું કશું જ અપાતું નથી. પણ આ કાળ એવો છે ને, કે ૩૬૦ ડિગ્રી સુધીની પૂર્ણતાએ જવા ના દે. જ્ઞાન તો એનું એ જ રહે, પણ જે પ્રવર્તન રહેવું જોઇએ તે કાળને આધારે રહે નહીં.