________________
આપ્તવાણી-૨
૨૧૧
૨૧૨
આપ્તવાણી-૨
બહાર નીકળી જજે. ‘જ્ઞાની પુરુષ' મળ્યા તો બધા તળાવનો તું માલિક થઇ જઇશ, ને તારું કામ થઇ જાય. તને તળાવમાંથી એ તારશે.”
એ પરમાણુ રાશી છે, એ ય કુસંગ છે ! આ જગતમાં કશું જાણીને ના કપાય, અજાણ્ય કપાય. માટે ચેતતા રહેવું.
આખો સંસાર કુસંગ સ્વરૂપ છે અને પાછો કળિયુગનો પ્રભાવ ! સત્સંગથી કુસંગના પરમાણુ નીકળી જાય અને નવા શુદ્ધ પરમાણુ દાખલ
થાય.
સત્સંગ કર્યો કયારે કહેવાય કે જયાં બધાં જ દુઃખી જાય તો, જો દુઃખ ના જાય તો તો કુસંગ કર્યો કહેવાય. ચામાં ખાંડ નાખીએ તો ગળી જ લાગે ને ? સત્સંગથી સર્વસ્વ દુઃખ જાય !
કુસંગને લીધે દુઃખ મળે છે. કુસંગ દુઃખ મોકલે અને સત્સંગ સુખ આપે અને અહીંનો આ સત્સંગ તો મોક્ષ આપે ! જ્ઞાની પુરુષ આખા જગતમાંની નિષ્ઠા, જગતમાં ભટકતી વૃત્તિઓને ઉઠાવીને બ્રહ્મમાં બેસાડી દે !!! ને કામ થઇ જાય. આ તો મુક્તિનો ધર્મ છે. ‘અમે’ ‘સ્વરૂપનું જ્ઞાન” આપીએ એટલે નિરંતર પોતાનું સ્વરૂપ જ યાદ રહે, નહીં તો કોઇ ને ય પોતાનું સ્વરૂપ યાદ ના રહે. પણ પ્રગટ ‘જ્ઞાની પુરુષ' એ દીવડો સળગાવી દે એટલે સાક્ષાત્કાર થઇ જાય.
- કુસંગથી પાપ પેસે અને પછી પાપ કૈડે. આ નવરો પડે ને કોઇ કુસંગ મળી જાય તે પછી કુસંગથી કૂથલી વધે અને કૂથલીના ડાઘા પડી જાય. આ બધાં દુ:ખો છે તે એનાં જ છે. આપણને કોઇનું ય બોલવાનો અધિકાર શો છે ? આપણે આપણું જોવાનું. કોઇ દુઃખી હોય કે સુખી, પણ આપણને એની સાથે શી લેવાદેવા ? આ તો રાજા હોય તો ય તેની કૂથલી કરે. પોતાને કશું જ લાગે-વળગે નહીં એવી પારકી વાત ! ઉપરથી દ્વેષ અને ઇર્ષા અને તેનાં જ દુ:ખો છે. ભગવાન શું કહે છે કે વીતરાગ થઇ જા. તું છે જ વીતરાગ, આ રાગદ્વેષ શાને માટે ? તું નામમાં પડીશ તો રાગદ્વેષ છે ને ? અને અનામી થઇ જઇશ તો વીતરાગ થઇ ગયો !
ભગવાને કહેલું કે, “જયાં સુધી ‘જ્ઞાની પુરુષ' મળે નહીં, ત્યાં સુધી તું જે તળાવમાં પડયો હોય તે જ તળાવમાં પડી રહેજે, બીજા તળાવમાં જઈશ નહીં. બીજા તળાવમાં તરવા જઇશ તો કાદવમાં ખૂંપતો જઇશ, તે તળાવના કાદવનાં પાછા ડાઘ લાગશે. જ્ઞાની મળે તો એ તળાવમાંથી ઝટ
| ‘જ્ઞાની પુરુષ'ના સંગમાં જ્ઞાનીનો ‘પાસ’ લાગી જાય. આ જો હિંગનો પાસ કોઇ તપેલાને લાગી ગયો હોય તો છ મહિના પછી એ તપેલામાં દૂધપાક રાંધીએ તો તે બગડી જાય. આ હિંગના પાસની છ મહિના સુધી અસર રહે છે, તો કુસંગનો પાસ લાગે તો તો અનંતકાળ તમારા બગાડી નાખે એવું છે ! તેમ સત્સંગનો પાસ પણ એટલો જ રહે, પણ સત્સંગ વધારે વખત મળવો જોઇએ.
આ એક જ શબ્દ મહીં પેઠો કે, ‘અલ્યા, આ દુનિયા ચલાવવા માટે તો આવું કરવું જોઇએ, તો થઇ રહ્યું !!! સંસ્કાર બગડ્યા વગર રહે જ નહીં. આ સંસ્કાર તો ક્યારે બગડે એ કહેવાય નહીં. આ જ્ઞાન હોય તો જ સંસ્કાર ટકે.
કોઇ સંત પુરુષ હોય અને આખી જિંદગી સંત પુરુષની રીતે રહેતો હોય ને દૂધનો ધંધો કરતો હોય ને કોઇ માણસ મળી જાય ને કહે, ‘અલ્યા, આ જો તો ખરો, તારો બાજુવાળો કેટલું બધું કમાયો છે ! અને તું તો સાવ આવો જ રહ્યો.'
ત્યારે સંત પુરુષ પૂછે, “એ શી રીતે કમાયો ?” “પેલો માણસ જવાબ આપે, ‘દૂધમાં પાણી નાખીને સ્તોને', અને આ એક જ શબ્દ પેલાની મહીં ઊતરી જાય તો બસ થઇ રહ્યું ! આ એક જ શબ્દથી એના આખી જિંદગીનાં બધા સંસ્કાર ઉપર પાણી ફરી વળે!
આપણને વિષયોમાં ના પડવું હોય તો ય લોક પાડે. આ તો સંગદોષથી છે બધું, જો સારો સંગ મળે તો કશું જ ના થાય. આ તો સારા સંગથી ગુલાબ મળે અને કુસંગથી કાંટા મળે એવું છે ! કોઇ પરાણે દારૂ પીવડાવે તો ના પીવા માટે ‘તાયફો’ કરવો પડે, કહી દઇએ કે, “ડૉક્ટરે ના પાડી છે અથવા ઘરમાં પેસવા જ નહીં દે.’ આમ જેમતેમ એને ટાળી દેવો, કુસંગથી તો છેટા જ ભલા.