________________
આ જગત શાથી ઊભું રહ્યું છે ? વેરથી. જો વેરભાવ ગયો તો બધું જ ગયું. આ તો વેરથી જ જગત ઊભું રહ્યું છે, તેથી અમે સમભાવ ફાઇલોનો નિકાલ કરવાનું કહીએ છીએ. આ નિકાલ કરવાથી જૂનાં વેરનો નિકાલ થાય છે, પછી નવું વેર ના બાંધશો.
બે ભાઇ હોય, તે એક દહાડો બંનેનું મન જુદું પડયું, તે બીજે દા'ડે વધારે જુદું પડે. પછી તો ધીમે ધીમે એ ભાઇ ના ગમતો થઇ પડે ને પછી તો વેર બંધાય. પછી એ બેઉ કેટલા દા'ડા ભેગા રહે ? દેહને બહુ પટાવ પટાવ ના કરવું. આ ‘બે ભાગ’ એક થયા તેથી તો આ જગત ઊભું છે ! લોક શું કહે છે કે, ‘હું ના કરું છતાં કેમ થઇ જાય છે ?” આ એકાકાર થવાથી ડખલ થાય, તેમાં પછી ડખો થઇ જાય તેથી હોળી તો સળગેલી જ રહે. આ તો બે ભાગ છૂટા પડ્યા પછી ભલેને હોળી સળગે, આપણે તો તેના જ્ઞાતા દ્રા છીએ.
આ ઘરાક અને વેપારી વચ્ચે સંબંધ તો હોય ને ? અને એ સંબંધ વેપારી દુકાન બંધ કરે તો છૂટો થઇ જાય ? ના થાય. ઘરાક તો યાદ રાખે કે, ‘આ વેપારીએ મને આમ કરેલું, આવો ખરાબ માલ આપેલો.’ લોક તો વેર યાદ રાખે; તે પછી આ ભવમાં દુકાન તમે બંધ કરી હોય પણ એ આવતે ભવે તમને છોડે ? ના છોડે, એ તો વેર વાળીને જ જંપે. એથી
૨૦૪
આપ્તવાણી-૨ જ ભગવાને કહેલું કે, કોઇપણ રસ્તે વેર છોડો. અમારા એક ઓળખાણવાળા રૂપિયા ઉધાર લઇ ગયેલા પછી પાછા આપવા જ ના આવ્યા. તે અમે સમજી ગયા કે આ વેરથી બંધાયેલું હશે, તે ભલે લઇ ગયો અને ઉપરથી અમે તેને કહ્યું કે, ‘તું હવે અમને રૂપિયા પાછા ના આપીશ, તને છૂટ છે.’ આ પૈસા જતા કરીને ય જો વેર ભંગાતું હોય તો ભાંગો. જે તે રસ્તે પણ વેર છોડો, નહીં તો એક જ માણસ જોડેનું વેર ભટકાવશે.
આમને ક્યાં પહોંચી વળાય ? આમને ત્યાં તો બંદૂકો મારીએ તો ગોળીઓ નકામી જાય એવું છે ! ને ઉપરથી વેર બંધાય. એક માણસ જોડે વેર બંધાય તો સાત ભવ બગાડે. એ તો એમ કહેશે કે, “મારે તો મોક્ષ જવું નથી, પણ તને ય હું મોક્ષે જવા નહીં દઉં !” આ પાર્શ્વનાથ ભગવાનને કમઠ જોડે આઠ ભવથી કેવું વેર હતું ? તે વેર, ભગવાન વીતરાગ થયા ત્યારે છૂટું ! કમઠેથી કરાયેલા ઉપસર્ગ તો ભગવાન જ સહન કરી શકે ! આજના મનુષ્યનું તો ગજું જ નહીં. એ પાર્શ્વનાથ ભગવાન ઉપર કાંઠે અગ્નિ વરસાવ્યો, મોટા મોટા પથ્થરો નાખ્યા, ધોધમાર વરસાદ વરસાવ્યો; છતાં, ભગવાને બધું સમતાભાવે સહન કર્યું ને ઉપરથી આશીર્વાદ આપ્યા ને વેર ધોઇ નાખ્યું.
બિલાડીને ઉંદરની સુગંધ આવે તેમ વેરવીને એકબીજાની સુગંધ આવે, તેમને ઉપયોગ દેવો ના પડે. તેમ પાર્શ્વનાથ ભગવાન નીચે ધ્યાનમાં હતા ને કમઠ દેવ થયેલા તે ઉપરથી જતા હતા. તેમને નીચે દ્રષ્ટિ નહોતી નાખવી તો ય તે નીચે પડી અને પછી તો ભગવાન ઉપર ઉપસર્ગ કર્યા, મોટા મોટા પથ્થરો નાખ્યા, અગ્નિ વરસાવ્યો, ધોધમાર વરસાદ વરસાવ્યો, બધું જ કર્યું. ત્યારે ધરણેન્દ્ર દેવ કે જેમના ઉપર ભગવાનનો પૂર્વભવમાં ઉપકાર હતો તેમણે અવધિજ્ઞાનમાં આ જોયું ને આવીને ભગવાનના માથે છત્ર બની રક્ષણ કર્યું ! ને દેવીઓએ પદ્મકમળ રચીને ભગવાનને ઊંચકી લીધા ! અને ભગવાન તો આટલું બધું બન્યું છતાં ય ધ્યાનમાં જ રહ્યા ! તેમને ઘોર ઉપસર્ગ કરનાર કમઠ, વેરવી જોડે કિંચિત્ માત્ર દ્વેષ નથી થતો અને ઉપકારી ધરણેન્દ્ર દેવ અને દેવીઓ પર કિંચિત્ માત્ર રાગ નથી થતો એવા વીતરાગ પાર્શ્વનાથ ભગવાન ઉઘાડી વીતરાગ મુદ્રામાં સ્થિત દેખાય છે ! એમની વીતરાગતા ખુલ્લી દેખાય છે ! ગજબની