________________
આપ્તવાણી-૨
૨૦૧ થઇ જાય, કારણ કે શાકભાજી છે. જેમાં ગમો-અણગમો થાય એ બધાં શાકભાજી, એ ચેતનતાનું ફળ ન હોય. ‘દાદા'ને તો કયારેય પણ અણગમો ના હોય. ‘દાદા' તો સવારે ઊઠે તો ય એવા ને સુતી વખતે ય એવા ને એવા જ ! ‘દાદા’ ની નિરંતર એક જ પરિણતિ હોય! નિરંતર આત્મરમણતામાં ને પરમાનંદમાં જ હોય !!
રાગદ્વેષવાળી વાણી કેવી હોય કે સગા ભાઇને માન આપીને ના બોલાવે અને ડૉક્ટરને ‘આવો સાહેબ, આવો સાહેબ” કરે, કારણ કે મહીં ઘાટમાં છે કે ક્યારેક કામ લાગશે. અમારી વાણી વીતરાગી હોય. વીતરાગ વાણી શું કહે છે કે, ‘તું તારું કામ કાઢી લેજે, અમારે તારું કામ નથી.’ વીતરાગી વાણી કામ કાઢી ઉકેલ લાવવાનું કહે છે, “મોક્ષ હાથમાં લઇને અહીંથી જા.” એમ કહે છે.
૨૦૨
આપ્તવાણી-૨ રહે, પણ જો જાણે કે, મારાં કરતાં ઊંચે પડે છે, તે દ્વેષ આવી જાય. એથી અમે કહીએ છીએ ને, કે બિનહરીફ થવાનું છે.
બે હીરાના વેપારી હોય ને હરીફ બને તો ઠેષ થઇ જાય, પાછા રાગે ય એના પર થાય તે ચા પાછા સાથે પીએ.
ભગવાન રાગ શાને કહે છે કે ? ‘હું ચંદુલાલ’, ‘હું જમ્યો તેને રાગ કહે છે અને ‘હું નિરાહારી માત્ર તેને જાણું છું” તે રાગ નહીં. ‘હું અને મારું' તે રાગ.
અજ્ઞાન પ્રત્યેનો રાગ એ જ ‘રાગ’ અને જ્ઞાન પ્રત્યે રાગ હોય તો તે ‘વીતરાગ’.
આ બધાએ રાગનો અર્થ અવળો લીધો છે. તેઓ વિષયો પર રાગ છે એને રાગ કહે છે; પણ એ તો આકર્ષણ ગુણ છે, આસકિત છે. આખું જગત ‘રાગ'માં ફસાયું છે. આસકિત એટલે આકર્ષણ.
અજ્ઞાન પ્રત્યે પ્રેમ તે રાગ અને જ્ઞાન પ્રત્યે પ્રેમ તે વીતરાગ.
દ્વેષથી ત્યાગેલું રાગથી ભોગવે ! જયાં સુધી તને રાગદ્વેષ છે, ત્યાં સુધી તું વીતરાગી થયો નથી. જો લીંબુ ત્યાગ્યાં હોય અને પછી કોઇ ખોરાકમાં ભૂગ્લથી લીંબુ નિચોવાયું હોય તો ચિડાયા કરે. આનો અર્થ એ કે જે રાગથી ત્યાખ્યું હોય તે દ્વેષથી ભોગવવું પડે ને દ્વેષથી ત્યાખ્યું હોય તે રાગથી ભોગવવું પડે. કોઇને બીડીની બાધા હોય, તેને બીડી પીવડાવીએ તો તેને એમ થઇ જાય છે, મારી બાધા તોડાવી નાખી, તે તેને મહીં કલેશ થઇ જાય. રાગદ્વેષથી ત્યાગવું એટલે શું ? કે જયારે ગમતું હોય છતાં દ્વેષથી ત્યાગી દે કે મને નથી ગમતું, છતાં જયારે વસ્તુ સામી આવે ત્યારે પાછો ટેસ્ટ આવી જાય. દ્વેષથી ત્યાગતાં રાગથી ભોગવે. આ તો બધાએ રાગથી ત્યાગેલું તેથી દ્વેષથી ભોગવવું પડે.
વ્યાખ્યાન કરતા હોય ત્યાં મહારાજના રાગદ્વેષ ના દેખાય, વીતરાગ જેવા દેખાય. પણ મહારાજના હરીફ પક્ષવાળા આવે તો વેરઝેર દેખાય. અરે ! અહીં ‘જ્ઞાની પુરુષ' પાસે ય જો સ્થાનકવાસી મહારાજ પાસે દેરાવાસી મહારાજ બેસે તો ય તેમને સહન ના થાય. અત્યારે તો જયાં જયાં હરીફ, ત્યાં ત્યાં દ્વેષ હોય છે. જયારે બીજી બધી જગ્યાએ વીતરાગ