________________
આપ્તવાણી-૨
૧૯૯
દાદાશ્રી : યાદ એ રાગદ્વેષના કારણે છે. જો યાદ ના આવતું હોત તો ગુંચ પડેલી ભૂલી જવાત. તમને કેમ કોઇ ફોરેનર્સ યાદ નથી આવતા ને મરેલાં યાદ કેમ આવે છે ? આ હિસાબ છે અને તે રાગદ્વેષનાં કારણે છે, તેનું પ્રતિક્રમણ કરવાથી ચોંટ ભૂંસાઇ જાય. જેની ઉપર રાગ હોય તે રાતે ય યાદ આવે ને જેની ઉપર દ્વેષ હોય તે પણ રાતે ય યાદ આવે. બૈરી ઉપર રાગ કરે છે ! લક્ષ્મી ઉપર રાગ કરે છે !! રાગ તો એક જ્ઞાની ઉપર જ કરવા જેવો છે. અમને રાગે ય નથી ને દ્વેષે ય નથી, અમે તો સંપૂર્ણ વીતરાગ છીએ !
‘ચંદુલાલ છું' એ આરોપિત જગ્યાએ રાગ છે અને એટલે બીજી જગ્યાએ દૈષ છે ! એનો અર્થ એ કે, સ્વરૂપમાં દ્વેષ છે ! નિયમ કેવો છે? એક જગાએ રાગ હોય તો તેના સામે ખૂણે દ્વેષ અવશ્ય હોય જ, કારણકે રાગદ્વેષ એ કંઠ ગુણ છે. માટે વીતરાગ થાઓ, ‘વીતરાગ’ એ કંઢાતીત
૨00
આપ્તવાણી-૨ વીતરાગપણે ક્યાં છે ? બંને ય, વખાણીએ કે વખોડીએ છતાં સમદ્રષ્ટિ રહે. અમે ‘નંગોડ' શબ્દ બોલીએ, પણ ભાવમાં સમદ્રષ્ટિ જ રહે. આ વખાણવું અને વખોડવું એ બંને ય જોડે તમારે ફાવટ કરી લેવી પડશે. પછી કોઇ તમને બેમાંથી એક આપે તો ય તમને તે અડશે નહીં. બહાર જો બંને ય સરખા દેખાશે તો અંદર પણ સરખા દેખાશે. બધા ય પાયા તો સરખા દેખાવા પડશે ને ? આ ખાટલાના ચાર પાયા સરખા ના હોય તો ય તેને ટેકો લગાવવો પડે છે ને ? જયારે આ બંને ય તો એક જ માના પુત્રો, તો પછી તેમનામાં ય ભેદ કેમ ? આ કંધથી તો જગત ઊભું રહ્યું છે. વખાણવું ને વખોડવું એ બંને વંદુ છે. બંને કંકોથી ઢંકાતીત થવું પડશે, વીતરાગ થવું પડશે.
લાખ રૂપિયા ધીર્યા હશે તો કોઇ તમારી પાસે નહીં આવે; પણ કોઇ માગતું હશે, દેવું હશે તો તે તમારી પાસે માગતો આવશે. અને દેવું શેનું છે ? – રીવેન્જનું દેવું છે. આ તો રાગ થયો ને એમાંથી જ વેરનું દેવું થાય છે ને એ પછી ફરી રાગ થાય છે ને એમાં ફરીથી વેર બાંધે છે. આ જ સંસારની ઘટમાળ છે. વીતરાગો જાણતા હતા કે, આટલી સંસારની કઢાઇઓમાં તળાશે ત્યાર પછી મોક્ષ થશે. વીતરાગ મોક્ષે લઇ જશે એ ભાન થાય ત્યાર પછી ઉકેલ આવે. વીતરાગ પાસે તો એકલો મોક્ષ મળે, બીજું કશું ના મળે.
વખાણે તો રાગ ના થાય અને વખોડે તો ષ ના થાય એવું હોવું જોઇએ. આ વખાણવું અને વખોડવું એ બંને ય એક જ માના દીકરા છે, તો પછી એમની જોડે જુદાઇ શા માટે ? એટલે આપણે તો વખાણી પણ શકીએ ને વખોડી પણ શકીએ. એ બંનેયમાં મોટું સિવાઇ ના જવું જોઇએ, માત્ર ભાવ ફેર છે. બાકી બંને ય વખાણવું-વખોડવું ચાર અક્ષરનાં અને ‘વ’ ‘વ’ પર જ છે. વખોડવાની ‘ચરી’ લઇએ તો જયારે ત્યારે એ ય છોડવી જ પડશે.
ગમા-અણગમામાંથી રાગદ્વેષ ! ગમો અને અણગમો એ બે ભાગ છે. ગમતું એટલે ઠંડક ને અણગમતું એટલે અકળામણ. આ ગમતું જો વધારે પ્રમાણમાં થઈ જાય તો તે પાછું અણગમતું થઈ જાય. તમને જલેબી ખુબ ભાવતી હોય ને તમને રોજ આઠ દિવસ સુધી રાત-દા'ડો જલેબી જ જમાડ જમાડ કરે તો તમને શું થાય ?
પ્રશ્નકર્તા : તો પછી એ ના ગમે, કંટાળો આવે એનો.
દાદાશ્રી : ગમો-અણગમો જો એકસેસ થઈ જાય તો તે રાગદ્વેષમાં પરિણમે અને એ જો સહજ જ રહે તો કશું નડતું નથી. કારણ કે ગમોઅણગમો એ નોકર્મ છે, હળવાં કર્મ છે, ચીકણાં નહીં. એનાથી કોઈને નુકસાન ના થાય. આ ‘જ્ઞાની પુરુષ' પણ આ ગાદી અહીં હોય ને બાજુમાં ચટાઇ હોય તો તે ગાદી પર બેસે, કારણ કે વિવેક છે અને તે સર્વને માન્ય છે. પણ કોઇ કહે કે, અહીંથી ઊઠીને ત્યાં બેસો તો અમે તે ય કરીએ. અમારે પણ ગમો-અણગમો હોય. તમે અહીંથી ઉઠાડીને ભોંયે બેસાડો તો અમે ત્યાં લાઇક કરીને બેસીએ, અમારે લાઇક-ડીસ્પાઇકનો સહેજ પૂર્વપર્યાય હોય. બાકી, આત્માને એમ ના હોય. ગમો-અણગમો એ ચેતનતાનું ફળ નથી. આ શાક જરા કડવું લાગે તો તરત જ અણગમો