________________
આપ્તવાણી-૨
૧૯૭
૧૯૮
આપ્તવાણી-૨
દાદાશ્રી : આત્મામાં રાગ નામનો ગુણ જ નથી, ને લોકો કહે છે કે મારો આત્મા રાગી-દ્વેષી છે. પણ આ શું છે ? આ દેહમાં ઇલેક્ટ્રિક બોડી છે, તે જયારે મળતાં પરમાણુ આવે ત્યારે આખું બોડી લોહચુંબકની જેમ ખેંચાય છે. એને લોક કહે છે કે, ‘હું ખેંચાયો’, ‘મને રાગ થાય છે'; પણ એમાં આત્મા જરા ય ખેંચાતો નથી. આત્મામાં રાગ નામનો ગુણ જ નથી, એ તો પોતે વીતરાગ જ છે. વીતરાગો શું કહે છે કે આ પૂતળું એ જેમનું નાચે તેને જાણે કે પૂતળું કયાં ખેંચાયું ને ક્યાં ના ખેંચાયું. આ વીતરાગોનો મત નિર્મળ, શુદ્ધ છે ને તે જ અમે તમને આપ્યો છે.
આત્મસ્વરૂપ થયા વગર છૂટા થવાશે નહીં. ગચ્છ એટલે ચૂલો અને મત એ ય ચૂલો, તે ચૂલામાં તો પડાતું હશે ? એ તો પોઇઝન કહેવાય. મત તો એક આત્માનો જ હોવો જોઇએ, આ તો ‘અમારું' ને ‘તમારું’માં પડયાં. ભગવાન તો નિષ્પક્ષપાતી મતના છે !
રાગ-દ્વેષ એ તો આત્માની વૃત્તિ આગળ આકર્ષણ-વિકર્ષણ છે. આકર્ષણ આગળ આંતરો આવે ત્યાં દ્વેષ થાય.
પ્રશ્નકર્તા: રાગ-દ્વેષ એ સજાતીય અને વિજાતીયને લીધે છે ?
દાદાશ્રી : લોહચુંબક જેવું છે. રાગ બહુ જુદી જ વસ્તુ છે. આ જીવતા ઉપર આકર્ષણ થાય છે તેને લોકો રાગ કહે છે, પણ એ વીતરાગોની ભાષાનો રાગ ન હોય. પરમાણુઓનું આકર્ષણ છે તો એને રાગ કહે છે અને વિકર્ષણ છે તો એને દ્વેષ કહે છે..
જ્યારથી પોતાનું અને પરાયું એવા બે ભેદ પાડયા ત્યારથી જ રાગદ્વેષ ઊભા થાય છે, પરાયું કહ્યું તો દ્વેષ ઊભો થઇ જાય. આ તો મસ્જિદ જુએ તો ના ગમે, શિવનું દેરું આવે તો આ આપણું નહીં, આ પરાયું છેએમ કહે ત્યાં સુધી દ્વેષ ઊભો છે અને બધે જ પોતાનું લાગ્યું તો રાગદ્વેષ મટે. ઓપોઝિટમાંથી ખસે તો ઓપોઝિશન ના હોય. કોઇને સટ્ટા ઉપર રાગ હોય અને કોઇને સટ્ટા પર દ્વેષ હોય તો રાગવાળો કહે કે, “ટ્ટો સારો છે” ને હૈષવાળો કહે કે, “સટ્ટો ખોટો છે’ એ ધંધો સારો નથી. આ બંનેનાં વિચારો છે, ત્યારે તે જો ઓપોઝિટમાંથી ખસે તો ઓપોઝિશન ના
સ્ત્રી છોડી, કરોડો રૂપિયા છોડયા, બધું છોડયું ને જંગલમાં ગયા છતાં રાગદ્વેષ થાય છે, કામ (!) થઇ જ ગયું ને ! નડે છે કોણ ? અજ્ઞાન. રાગદ્વેષ તો નડતા નથી, પણ અજ્ઞાન નડે છે. વેદાંતીઓએ મળ, વિક્ષેપ ને અજ્ઞાન કાઢવાનું કહ્યું છે અને જૈનોએ રાગ, દ્વેષ અને અજ્ઞાન કાઢવાનું કહ્યું છે. અજ્ઞાન બંનેમાં કોમન છે, અને અજ્ઞાન શેનું ? તો કે” સ્વરૂપનું અજ્ઞાન. એ ગયું એટલે બધું જ જાય. અજ્ઞાન કાઢવા આત્માના જ્ઞાની જોઇએ.
જ્યાં રાગદ્વેષ છે ત્યાં સંસાર છે. જયાં રાગદ્વેષ નથી, ને પછી તે રાજમહેલમાં રહે કે હોટલમાં રહે, તો ય તે અપરિગ્રહી છે. ને ગુફામાં રહેતો હોય ને એકે ય પરિગ્રહ ના દેખાય, છતાં તેને જો રાગદ્વેષ હોય તો તેને ભગવાને પરિગ્રહી કહ્યો છે. રાગદ્વેષ જાય તે વીતરાગ થઇ જાય. હું ચંદુ છું’ એ પરિગ્રહ છે. રાગદ્વેષ એ જ પરિગ્રહ છે અને ‘હું શુદ્ધાત્મા છું’ એ અપરિગ્રહ છે.
આ તમને જ્ઞાન આપ્યા પછી તમારો ઝઘડો થતો હોય છતાં રાગદ્વેષ થતા નથી એ ય અજાયબી છે ને ? અજ્ઞાનીને ઝઘડો ન થયો હોય તો ય રાગદ્વેષ રહે. ઝઘડાથી રાગદ્વેષ થતા નથી, પણ તાંતો રહે તેનું નામ રાગદ્વેષ.
પ્રશ્નકર્તા : તાંતો એટલે શું, દાદા ?
દાદાશ્રી : તાંતો એટલે તંત. આ બૈરી જોડે રાત્રે તમારે વઢવાડ થઈ હોય ને સવારે ઊઠીને ચાનો કપ મુકતાં બૈરી જરા પ્યાલો પછાડીને મૂકે, તો આપણે ના સમજી જઇએ કે હજી રાતના ઝઘડાનો તાંતો ચાલુ છે ? એ તાંતો કહેવાય. જેનો તાંતો ગયો તે વીતરાગી થઇ ગયો ! જેનો તાંતો તૂટ્યો એના મોક્ષની ગેરન્ટી અમે લઇએ છીએ !!!!
જયાં અજ્ઞાન ત્યાં રાગદ્વેષ અને જયાં જ્ઞાન ત્યાં વીતરાગતા! પ્રશ્નકર્તા: કોઇ વસ્તુ યાદ આવ્યા કરે એ શું છે ?