________________
આપ્તવાણી-૨
૧૯૫
તો પછી શો ફાયદો ? બોલે જ નહીં એને શું કરે ? એટલે ભગવાને ય બોલે, આપણો ભાવ હોય તો બોલે. આ પૂજા કરો છો એ તમારા ઘરના સારા સંસ્કાર કહેવાય.
પ્રશ્નકર્તા ઃ હું બહારગામ જાઉં તો ભગવાનને જોડે જ લઇ જાઉં .
દાદાશ્રી : ભગવાન વગર તો કોઇ ક્રિયા જ ના કરવી. ખરી રીતે તો ઠાકોરજી આ મુસ્લિમનો ખોરાક લેવાની ના પાડે, પણ હવે શું કરે ? બહુ તો અબોલા લે, તો બોલવાનું બંધ કરી દે, નહીં તો વૈષ્ણવજનને તો બહાર અડાય નહીં, પાણી ના પીવાય. કેવું સરસ, ચુસ્ત વૈષ્ણવ કહેવાય ! મૂર્તિને નવડાવે છે, ધોવડાવે છે, એ ચુસ્ત વૈષ્ણવ કહેવાય. પણ શું કરે ? અત્યારે સંયોગોના હિસાબે કોઇને ઠપકો આપવા જેવી વસ્તુ નથી. સંજોગો પ્રમાણે હોય છે ને તેથી એ મૂર્તિ નથી બોલતી, નહીં તો મૂર્તિ બોલે. જો બધી રીતે એના કાયદા પાળે ને, તો કેમ ના બોલે ? પીત્તળની મૂર્તિ છે કે સોનાની ?
પ્રશ્નકર્તા : ચાંદીની.
દાદાશ્રી : અત્યારે તો સોનાની મૂર્તિ હોય તો છોકરાઓ બહાર જઈને વેચી આવે, તમને મારી વાત ગમે છે ને ?
પ્રશ્નકર્તા : હા, દાદા, બહુ ગમે છે.
દાદાશ્રી : હવે જો બહાર જમશો ને, ત્યારે પણ ઠાકોરજીને જમાડીને જમજો, તેથી તમારી જવાબદારી જતી રહેશે.
રાગ-દ્વેષ પ્રશ્નકર્તા : રાગ કોને કહેવાય ?
દાદાશ્રી : જ્યાં પોતે નથી ત્યાં ‘હું છું’ એમ બોલવું એ જ મોટામાં મોટો રાગ, એ જ જન્મદાતા છે. ‘હું ચંદુલાલ’ એ જ રાગ છે, આ રાગ તૂટ્યો તો બધા રાગ તૂટ્યા. જેને “હું શુદ્ધાત્મા છું’ એ લક્ષ છે એના બધા રાગ તૂટી ગયા છે અને જેને ‘હું આચાર્ય છું, હું કલેક્ટર છું એ ભાન છે એના બધા રાગ ઊભા છે ! આ તો એવા તંતીલા થઇ ગયા છે કે એક વાત વાંકી કહી હોય તો આંખમાંથી ઝેર ટપકે, વીતરાગની વાત સમજયા નહીં. ‘હું ચંદુલાલ છું” એ ભાન હોય તો બધા રાગ ઊભા થાય છે અને શુદ્ધાત્માનું ભાન થયું ને જયાં છું ત્યાં હું છું બોલે છે એ રાગ નથી, પણ વીતરાગનું લક્ષ છે. શુદ્ધાત્મા વીતરાગ જ છે, એના લક્ષથી ‘બહારનું' રીલેટિવ બધું ધોવાતું જાય છે. વીતરાગ કોણ ? ‘હું શુદ્ધાત્મા છું’ એ અથવા ‘દાદા' યાદ આવે તો એ ય વીતરાગનું લક્ષ છે. વીતરાગ કોણ ? જ્ઞાનીમાં પ્રગટ થયા છે, તે સંપૂર્ણ વીતરાગ છે ! અને જ્ઞાનીએ આપ્યું છે તે લક્ષ, એ સંપૂર્ણ વીતરાગનું લક્ષ છે. આ ગજબનું પદ તમને આપ્યું છે !
પ્રશ્નકર્તા: આ મને મારા દીકરા ઉપર બહુ રાગ થાય છે, એ ત્યારે