________________
આપ્તવાણી-૨
૧૯૩
૧૯૪
આપ્તવાણી-૨
એવા “જ્ઞાની પુરુષ' કરે તો જ તે ફળે. વાસના એટલે સમજ પડીને ? કંઇ ને કંઇ ઇચ્છા કે ‘ચંદુભાઇ કામ લાગશે.’ એ વાસના કહેવાય. જેને આ જગતમાં કોઇ ચીજની જરૂર નથી, આખા જગતનું સોનું આપે તો ય જરૂર નથી, વિષયોની જરૂર નથી, કીર્તિની જરૂર નથી, જેને કોઇ જાતની ભીખ નથી તે નિર્વાસનિક કહેવાય, એવા “જ્ઞાની પુરુષ” ચાહે સો કરે, મૂર્તિને બોલતી કરાવે તમે મૂર્તિ જોડે વાતચીત નથી કરતા ? પણ તમારી જબાનની છૂટ છે ને ? એ ના બોલે તો આપણે બોલીએ, એમાં શું થઇ ગયું? ‘ભગવાન કેમ બોલતા નથી ? શું મારી ઉપર વિશ્વાસ નથી આવતો ?” એવું એમને કહીએ. આ માણસને એમ કહીએ તો એ હસી નથી પડતા ? એમ મૂર્તિ હસી પડે. એક મૂર્તિ છે કે બે ?
પ્રશ્નકર્તા : એક. દાદાશ્રી : નવડાવો, ધોવડાવો છો ખરા કે ? પ્રશ્નકર્તા : હા, રોજ નવડાવું છું. દાદાશ્રી : ગરમ પાણીએ કે ટાઢે ? પ્રશ્નકર્તા ઃ હશેકા પાણીએ.
દાદાશ્રી : એ સારું, નહીં તો બહુ ટાઢે પાણીથી નવડાવો તો ટાઢ વાય ને બહુ ગરમ પાણીએ દઝાવાય, એટલે હશેકું પાણી જોઇએ. ઠાકોરજીને રોજ જમાડો છે કે રોજ અગિયારસ કરાવો છો ?
પ્રશ્નકર્તા : અગિયારસ તો હું પણ નથી કરતો.
દાદાશ્રી : તમે નથી કરતા તેનો વાંધો નથી, પણ ઠાકોરજીને જમાડો છો ને ?
લઈને ઓફિસે જાઉં છું.
દાદાશ્રી : પછી બપોરે જમો છો ? પ્રશ્નકર્તા : ભૂખ લાગે ત્યારે ગમે ત્યાં ખાઇ લઉં છું.
દાદાશ્રી : હા, પણ તે ઘડીએ ઠાકોરજીને ભૂખ લાગી તેની તપાસ કરી ?
પ્રશ્નકર્તા : એ શી રીતે કરું ?
દાદાશ્રી : એ પછી રડ્યા કરે બિચારા ! ભૂખ લાગે તો શું કરે ? એટલે તમે મારું કહેલું એક કરશો ? કરશો કે નહીં કરો ?
પ્રશ્નકર્તા : જરૂર કરીશ, દાદા.
દાદાશ્રી : તો તમે જયારે ખાવને તો તે વખતે ઠાકોરજીને યાદ કરી, અર્પણ કરીને ‘તમે જમી લો, પછી હું ખાઉં, તમને ભૂખ લાગી હશે” એમ કહીને પછી ખાજો. એવું કરશો ? આવું થાય તો હા પાડજો ને ના થાય તો ના કહેજો.
પ્રશ્નકર્તા : પણ સાહેબ, હું ઠાકોરજીને પોઢાડીને આવું છું ને !
દાદાશ્રી : ના, પોઢાડી દો પણ ભૂખ્યા રહે ને? તેથી એ બોલે નહીં ને ! એ કેટલી વખત સૂઇ રહે પછી ? એટલે બેઠા થાય ને સૂઇ જાય, બેઠા થાય ને સૂઇ જાય. તમે એવો ખોરાક નથી ખાતા ને, કે જે એમને ચાલે નહીં ? હિન્દુનો સાત્વિક ખોરાક હોય છે ને ? મુસ્લિમનો તામસી ખોરાક હોય તો આપણે ના જમાડવું. પણ હિન્દુ, સાત્વિક ખોરાક હોય તો આપણે તેમને કહીએ કે, લો જમી લો ઠાકોરજી’ એટલું થાય એવું છે તમારાથી ? તો કો'ક દા'ડો ઠાકોરજી તમારી સાથે બોલશે, એ ખુશ થઇ જશે તે દહાડે બોલશે. ના કેમ બોલે ? અરે, આ ભીંતો પણ બોલે ! બધું બોલે એવું છે આ જગતમાં ! ભગવાનને રોજ નવડાવીએ, ધોવડાવીએ, હશેકા પાણીથી નવડાવીએ, તો શું કાયમ અબોલા જ રહેવાના ? કોઇ માણસ પૈણવા ગયો હોય ને બાઇ લઇને આવે તે અબોલા લે,
પ્રશ્નકર્તા ઃ હા. દાદાશ્રી : કેટલા વાગ્યે જમાડો છો ? પ્રશ્નકર્તા : સવારે આઠ વાગ્યે જમાડીને, પોઢાડીને, પછી પ્રસાદ