________________
આપ્તવાણી-૨
૧૯૧
૧૯૨
આપ્તવાણી-૨
પધરાવેલ છે, એમની પૂજા કરું છું !
દાદાશ્રી : હા, પણ એ પૂજ્ય છે, તેથી પધરાવેલ છે ને ? પૂજ્ય ના હોય તેની પૂજા ના કરવી. પૂજ્યબુદ્ધિથી પૂજ્યની પૂજા કરવી. પૂજા કરવા ખાતર ના કરવી, પણ પૂજ્યબુદ્ધિથી પૂજા કરવી. ઠાકોરજી ઉપર પૂજ્યબુદ્ધિ તો છે ને ? ઠાકોરજી કોઇ દહાડો તમારી જોડે વાતચીત કરે
આ કહેશે, “ના, અમે એમ નહીં કરીએ.’ ને દોડધામ કરી મૂકે, એ તો કંટાળાને પાછો કાઢે છે. પણ એ જયારે સામટો માંગવા આવશે ત્યારે શું થશે ? કંટાળો આવે ત્યારે સિનેમા જોવા જાય છે. એ તો અન્ય ઉપાય કર્યો, વિરોધ કર્યો. કંટાળો આવે ત્યારે જો સ્થિર બેસી રહેને તો એ શોધખોળ કરી શકે કે ‘શાથી આવ્યો, એ શું છે ?” તો ત્યાં પુરુષાર્થ ધર્મ જાગે એવું છે, ત્યારે ઊંધો ઉપાય કરે છે, અને એને પાછું ધકેલે છે.
પ્રશ્નકર્તા: બહાર જવાથી કંટાળો જતો નથી.
દાદાશ્રી : કંટાળો આવે છે એટલે બહાર જાય છે ને, એટલે બ્લડ સરક્યુલેશન થાય એટલે કંટાળાના સંયોગ વિખરાઇ જાય.
પ્રશ્નકર્તા : કેટલાક કંટાળો આવે ત્યારે હીસ્કી પીએ છે.
દાદાશ્રી : આ તો કંટાળાના ઉપાય કરે છે તે બ્રાંડી પીએ છે, દોડધામ કરે છે. એ ય એક જાતની મૂર્છા જ છે. કંટાળો આવે પણ સહનશક્તિ છે નહીં, નહીં તો કંટાળો આવ્યો તો ‘શાથી આવ્યો ? શી ભૂલ રહી ગઇ ?” એ બધી તપાસ કરાય. પણ એ તો કશું કરતા નથી ને દોડધામ કરે છે ને પીવે છે, તેનાથી રાહત મળે છે. પણ ફરી પાવર ઊતરે એટલે કંટાળો પાછો ચાલુ. આ સંસારનાં દુઃખો એક ક્ષણવાર શાંતિ આપે એવાં નથી.
માણસને કંટાળો ગમે નહીં. કેટલાક તો જીવ પણ બાળે છે. જીવ ના બાળશો. કપડાં બાળે તો નવાં લવાય, પણ જીવ બાળીશ તો ફરી નવો કયાંથી લાવીશ ?
પ્રશ્નકર્તા : હજી સુધી તો લાભ નથી મળ્યો.
દાદાશ્રી : ઠાકોરજી તમારી જોડે વાત શાથી નથી કરતા ? મને લાગે છે કે, ઠાકોરજી શરમાળ હશે કે પછી તમે શરમાળ છો ? મને લાગે છે કે બેમાંથી એક શરમાળ છે !
પ્રશ્નકર્તા : પૂજા કરું છું, પણ ઠાકોરજીને બોલાવી નથી શકતો.
દાદાશ્રી : બોલાવી શકતા નથી ને ? આપણે રામચન્દ્રજીને ત્યાં જયપુરમાં ને અયોધ્યામાં ગયેલા તો ત્યાં રામચંદ્રજી બોલતા હતા. અમે જયાં નવી મૂર્તિ દેખીએ ત્યાં પ્રાણપ્રતિષ્ઠા કરીએ. આ બિરલાએ જયપુરમાં ને અયોધ્યામાં મંદિરો બાંધ્યાં, ત્યાં અમે રામચંદ્રજીની મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરેલી. તે બેઉ જગ્યાએ આશ્ચર્ય ઊભું થયેલું. આપણા મહાત્માઓ, ૩૫ જણ બેઠેલા અને ત્યાંના પૂજારીને તો રામચંદ્રજી ખૂબ હસતા દેખાયા. તેમણે તો મંદિર બાંધ્યું ત્યારથી રામચંદ્રજીને રિસાયેલા ને રિસાયેલા જ દીઠેલા. તે મંદિર ય રિસાયેલું હતું. ને દર્શન કરનારા ય રિસાયેલા. રામચંદ્રજીની મૂર્તિ હતી તે જોઇને પુજારી દોડતોકને અમને હાર પહેરાવી ગયો. મેં પૂછયું, ‘કેમ?” તો એ ખૂબ રડવા માંડયો. કહે કે, ‘આવાં દર્શન તો કોઇ દહાડો થયા જ નથી. આજે તમે ખરાં રામચંદ્રજીનાં દર્શન કરાવ્યા.” અમે કહ્યું, ‘આ લોકોનાં કલ્યાણ માટે કર્યું છે. અત્યાર સુધી રામચંદ્રજી રિસાયેલા હતા તે લોકોનું શું કલ્યાણ થાય ? હવે રામચંદ્રજી હસતા થયા, હવે કાયમ હસતા મૂકીને જઇએ છીએ. તે જે જોશે તે હસતા થશે. અમે પ્રતિષ્ઠા કરી આપી. કોઇ દિવસ સાચી પ્રતિષ્ઠા જ નહીં થયેલી.” આ જે પ્રતિષ્ઠા કરે તે વાસનાવાળા લોક છે. પ્રતિષ્ઠા તો આત્મજ્ઞાની,
ઠાકોરજીની પૂજા ! દાદાશ્રી : કંટાળો પૂજા કરતી વખતે નથી આવતો ને ? પ્રશ્નકર્તા: ના. દાદાશ્રી : પૂજા કરો છો તો પૂજય પુરુષની કરો છો કે અપૂજયની? પ્રશ્નકર્તા : હું તો ખાલી પુષ્ટિમાર્ગનો છું. સેવા કરેલા ઠાકોરજી