________________
આપ્તવાણી-૨
૧૮૯
૧૯૦
આપ્તવાણી-૨
‘આવા કરૂણાવાળા માણસ જ મેં જોયા નથી.’ આ તો લોક કેવા છે કે એમને ડૉક્ટર કામના, વકીલ કામના, આ કામના. પણ એ શેના કામના? એ તો આટલી ખીચડી મળી તો કામની, બીજું કંઇ કામનું નહીં. આ તો ખીચડી ના મળે ત્યારે ખબર પાડી દે કે કોણ કામનું છે ?
‘જ્ઞાની પુરુષ’ને માન કે અપમાનની કશી જ પડી ના હોય. માનનાં સુખ એ વિષય સુખ છે. ‘મારું માનભંગ થશે’ એ ભો જયાં સુધી રહે ત્યાં સુધી જ્ઞાન કશું પામ્યા જ ના કહેવાય. આ તો મૂળ વીતરાગ જ્ઞાન જ પામવાનું હોય, બીજું કશું ખપે નહીં ને !
આ દુઃખના માર્યા કેટલાક તો અહીં આવે છે, પણ સાચી જિજ્ઞાસાથી આવે તો તો બહુ કામ થઇ જાય. આ તો દુ:ખ આવે ત્યારે ભગવાનને કહે, પણ ભગવાન શું કહે છે કે, “અલ્યા, સુખનાં ટાઇમ તે મને ના બોલાવ્યો, ત્યારે એક ટપાલ પણ ના લખી. માટે હવે તું આ દુઃખના વખતે ટપાલ લખે છે તો હું જવાબ નહીં આપું.'
લોકો તો કેવા છે કે કાર્યરૂપે આજે દુઃખ ઊભું થાય, છતાં એના એ જ દુઃખનાં કારણો ફરી ફરી સેવે છે. પાછલાં દુ:ખનાં કારણોથી જે દુ:ખ આવે છે એમાં નવાં કારણો ઊભાં ના થવા દે તે કામનું.
કામ કાઢી લેવા જેવું ‘આ’ એક જ સ્ટેશન આવ્યું છે. માટે ખાવ, પીઓ અને પ્રાપ્ત સંયોગોને સુખેથી ભોગવો અને અપ્રાપ્ત સંયોગોની ભાંજગડ ના કરશો.
સુખો તો મહીંથી આવશે. પણ આ તો બહારથી મધનું ટીપું ચાખવા પડયો રહ્યો છે !
‘જ્ઞાની પુરુષ' પાસે તો તમારા દરેક દુઃખો અવશ્ય જાય જ. ‘આ’ જ્ઞાની પાસે તો દરેકે દરેક દુઃખો દૂર થાય પણ તમે ઇચ્છા કરશો નહીં તો ! આ પગે જો વાગ્યું હોય ને પટ્ટી લગાડી હોય તો ‘જ્ઞાની’એ કહ્યું, કે “આને ઉખાડીશ નહીં” ને તો પણ જો ઉખાડ ઉખાડ કરે તો એનો ઉપાય શો ? આ તો જ્ઞાનીએ કહ્યું, અને પછી કેમ હલાવાય ?
વ્યવહારમાં રોજ સવારે ઊઠતાં ‘દાદા'ને યાદ કરીને નિશ્ચય કરવો અને પાંચ વખત બોલવું કે “આ મન, વચન, કાયાથી જગતના કોઇ પણ જીવને કિંચિત્ માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો !” આટલો નિશ્ચય કર્યો એટલે મહીં પોલીસ ખાતું ચેતે. મહીં તો જાત જાતની વંશાવલિ છે, મોટું લશ્કર છે. ‘જ્ઞાની પુરુષ'ની હાજરીમાં આટલું કરવાથી શક્તિઓ આવી જાય ને પછી જાય નહીં. આવું નક્કી કરીને, ‘દાદા'ને સામા બેસાડીને ‘પેલી’ વંશાવલિ ઊભી થાય તો ય એને કશું ખાવા પીવાનું નહીં આપવાનું !
કંટાળાનું સ્વરૂપ ! દાદાશ્રી : કંટાળાનો અર્થ, શો ? પ્રશ્નકર્તા ઃ કશું ગમે નહીં તે.
દાદાશ્રી : કંટાળો એટલે કાંટાની પથારીમાં સૂઇએ ત્યારે જે દશા થાય તે ! કંટાળો આવે છે ત્યારે દવા કરો છો ? આ ડ્રેગિસ્ટને ત્યાંથી કંઇક દવા લાવો છો ?
પ્રશ્નકર્તા : એ તો કયાંય ના મળે. દાદાશ્રી : પણ કંઇક તો કરતાં હશો ને ? પ્રશ્નકર્તા : બહાર ફરવા જતો રહું છું.
દાદાશ્રી : આ તો માગતાવાળાને પાછા કાઢવા બરાબર છે. કંટાળો આવ્યો એ શું કહે છે ? નેચર શું કહે છે ? કે આનું પેમેન્ટ કરી દો. ત્યારે
આ સાધુ થવા માટે કેમ વિચાર આવે છે ? કારણ કે અનંતકાળથી એણે માર ખાધેલો તે યાદ આવે કે સાસુનાં દુ:ખ, સસરાનાં દુ:ખ, ધણીનાં દુ:ખ, બાયડીનાં દુ:ખો, છોકરાંનાં દુઃખો, એ બધાં દુઃખો અનંત અવતારથી ભોગવેલાં તે યાદ આવે અને કહેનાર નિમિત્ત પણ મળી આવે કે, “આ સંસારમાં ક્યાં સુખ છે ?” એટલે એને વિચાર આવે કે મારે તો દીક્ષા જ લેવી છે અને પછી તે દીક્ષા લે !