________________
આપ્તવાણી-૨
૧૮૭
૧૮૮
આપ્તવાણી-૨
શું ? મહીં ભડકે કે બાજુવાળાની બાઇ ડિલિવરી વખતે ખલાસ થઇ ગયેલી, તો મારી બૈરીનું શું થશે? તે પછી અમે એને વાતની સમજણ પાડી, ને તેને સમાધાન કરાવી આપ્યું. કંઇક મંત્ર કહીએ કે, “આ બોલજે.” એટલે એમાં એનું ધ્યાન રહે, નહીં તો એના એ જ વિચાર કરે કે, “આમ થયેલું તે આમ થશે તો ?’ આવા વિચાર કરે તો પછી એવી અસરો ય થાય ને ? આ તો દુઃખ માને અને એનો જ વિચાર કરે તો એનાથી બનવાનું ના હોય તો ય એવું જ બની જાય. વિચારોની અસરથી તો બગડે છે બધું! જેનો વિચાર નહીં એ સફળ કામ થાય. જયાં વિચાર થયા એટલું બગડયું, કારણ કે નિરાશ્રિતના વિચાર છે ને ? આશ્રિતના વિચાર હોત તો જુદું
દરિયામાં પડી ગયું. તો પહેલાં અમે પૂછીએ કે, ‘આપણો કોઇ માણસ મરી તો ગયો નથી ને ?” મરે છે તો સૌ પોતાના ઉદયે, પણ આપણા નિમિત્તે ના હોવું જોઇએ.
જેનું જે ખાતાનું હોય એ ખાતામાં મૂકી દેવું. શરીરને સ્પર્શે એટલી જ ભાજગડ. ફાધરને થયું તો આપણે એ માથે નહીં લેવાનું, છતાં તપાસ રાખવાની કે શું થયું ? કયાં વાગ્યું ? પછી બધી દવા વગેરે બધું તરત જ લઇ આવવાનું. પણ ડ્રામેટિક, ને ડ્રામેટિક ના હોય તો બાપ મરે તો દીકરાએ જોડે જવું જ જોઇએ ને ? આ મરતી વખતમાં ડ્રામા અને આ વાગે એમાં ‘ડ્રામા’ નહીં, એ કેમ ચાલે ?
આ ‘જ્ઞાની પુરુષ' શાથી કાયમ આનંદમાં રહે છે ? કારણ કે બધી ગોઠવણી આવડે અને એ જ તમને શીખવે. તમને આ આવડે નહીં, એથી તો તમે અમને અહીં આસને બેસાડ્યા !
આ માસ્તર હોય તે છોકરાને બે ગુણાકાર શીખવે ને જો તે છોકરાને ના આવડે તો તેને મારે. ઘરમાં માસ્તર બનને ! પણ બૈરી પાસે માસ્તર ના બને, નહીં તો બૈરી જ મારે !
આ કહે કે, “પેલાં બાઇ મને આમ કહે છે ને આ આમ કહે છે.” એ સ્પર્શતું નથી, એને દુઃખ ના કહેવાય. આ ઇન્વાઇટ કરે એને દુઃખ ના કહેવાય.
આ બાબાનું દુઃખ શેરેશર લઇ લે છે. બાબો જતો રહે છે, ત્યારે તું કેમ જતો નથી રહેતો ? પણ ત્યાં ના જાય.
જ્ઞાની તો બહુ ડાહ્યા હોય, એમણે બધી રીતે હિસાબ કાઢી લીધા હોય. આવો કાળ આવે તો શું એમાં એમને દુ:ખ નહીં આવતાં હોય ? આવે. પણ ગોઠવણી કરી રાખે. આ પોસ્ટ અફિસમાં સોટિંગનાં ખાનાં હોય છે ને ? આ નડિયાદનું ખાનું, આ સુરતનું ખાનું, તેમ જ્ઞાની આ ધંધાનું ખાનું, આ સમાજનું ખાનું, આ ઓફિસનું ખાનું એમ નિરાંતે ગોઠવીને સૂઈ
જાય.
સ્વરૂપનું જ્ઞાન મળ્યા પછી સહેજે ય દુઃખ ના રહે એવું છે !
આ સિનેમાની સીલિંગ પડે તો આપણને કે કોઇ માણસને વાગે નહીં તો સારું, વખતે કોઇને વાગે તો કોઇ મરી ગયું નહીં એટલે સારું થયું. એમ સમજનું અવલંબન લેવું જોઇએ.
અમારે કંટ્રાક્ટમાં કામ પર ખબર આવે કે પાંચસો ટન લોખંડ
સત્તા વાપરે તે ડફોળ ! સત્તા પ્રાપ્ત થયા પછી જે સત્તા વાપરે છે એ ડફોળ કહેવાય. જે સત્તાનો ઉપયોગ કરે છે એ ડફોળ કહેવાય. સત્તા પ્રાપ્ત ના થઇ હોય ત્યાં સુધી ભાવ થાય કે સત્તા વાપરીશું, પણ સત્તા પ્રાપ્ત થાય તો એને વાપરવાની ના હોય, અમે, આ સત્તા વાપરે તો એને ડફોળ કહેવાય, એવું કહીએ તો એનો રોગ નીકળે. અત્યાર સુધી કોઇએ ગાળ દીધી નથી અને કોઇ ગાળ દેશે ય નહીં. તે વગર રોગ નહીં નીકળે. બહાર તો “આવો શેઠ, આવો શેઠ” એવું શું કામ કહેતા હશે ? કંઇક કામ પડશે ને, એટલા માટે. આ કામવાળા બધા ! એ તો કોઇ નિષ્કામ પુરુષ હોય ને તે વચ્ચે તો કામ થાય.
અમારી પાસે એક વકીલ આવેલા, એને તો અમે કંઇ હિસાબ વગરની ગાળો ભાંડેલી. ત્યારે એણે એના ભાઇને ઘેર જઈને કહેલું કે,